Tuesday, September 13, 2011

think


  • ખીચોખીચ ભરાયેલી ટ્રેન એક સ્ટેશનથી બીજા સ્ટેશને જાય ત્યારે એક કમાલની વાત થાય છે. ટ્રેન સ્ટેશને આવતી હોય ત્યારે તેને જોતાં જ થાય કે આમાં ચઢાશે કેમ? છતાં નવાઈ લાગે તેમ ટ્રેનની અંદરથી જેમને ઉતરવું છે તેઓ ઊતરી જાય છે, જેમને ચઢવું છે તે ટ્રેનમાં ચઢી જાય છે. સખત ભીડ છતાં હાડમાંસના માણસ ધક્કા-હડદોલાં ખાતા ખાતાય છેવટે ગોઠવાઈ જ જાય છે. મનમાં પણ બિલકુલ આવું જ યુદ્ધ થાય છે વિચારો વચ્ચે. વરસોથી જોયલા સારા- નરસા અનુભવોની ભીડથી મન છલકાતું રહે છે. એણે ગમા- અણગમામાં ઠરાવી જ નાખ્યા છે. છતાં મન ધારે ત્યારે ગમે તે વિચારને ઝડપીને પોતાનામાં કાયમી સ્થાન આપી જાણે છે. ધારે ત્યારે એ ભલભલા જૂના વિચારનેય ફટાક દઈને ફંગોળી પણ જાણે છે. બેઉ કિસ્સામાં મનને જરૂર પડે છે એના માલિક અર્થાત માણસના સાથની. માલિક મોળો રહે, મનને મનફાવે તેમ રીતે વર્તવા દે તો એને ભાવતું મળી રહે છે. માલિક કડક હોય અને મનને મુશ્કેરાટ બાંધીને આદેશ આપે કે ચાલ એય, આવી રીતે કર, તો મન ચૂપચાપ આદેશને અનુસરે છે. આજે જેવા પણ માણસ છીએ તેવા કદાચ અનાયાસે બની ગયા હોઈએ તેના માટે જવાબદાર છે મનને મળેલી સ્વતંત્રતા. આવતીકાલે જેવા થવું છે તેવા થવા માટે જરૂર છે ટ્રેનમાં ચઢ-ઉતર કરતી વખતે અનુભવાતી પ્રતિબદ્ધતા. કરો મનને વશમાં, પછી કેવો ફેર પડે છે એ અનુભવો હવેથી.

No comments:

Post a Comment