Wednesday, September 14, 2011

અણ્ણાવાણીની આરપાર

સરકારમાં એક નહીં ચાર-પાંચ વડા પ્રધાન રથયાત્રા તો મતયાત્રા છે
મુંબઈઃ પીઢ ગાંધીવાદી નેતા અણ્ણા હઝારેએ એવો દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર નેતૃત્વની બાબતે ગંભીર કટોકટીનો સામનો કરી રહી છે. ‘પાંચથી છ પ્રધાન પોતે જાણે વડા પ્રધાન હોય તેવું વર્તન કરે છે.’ ટીમ અણ્ણાની મહત્ત્વની બેઠક પત્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘મેં નવી દિલ્હીમાં ઉપવાસ આદર્યા ત્યારે જનલોકપાલ ખરડા વિશે કોઈએ નિર્ણય લીધો નહોતો. તે સમયે કૉંગ્રેસના અધ્યક્ષા વિદેશમાં હતાં. કોઈ નિર્ણય લેવાવાળું નહીં હોવાથી મારે ઉપવાસ ૧૨ દિવસ લંબાવવા પડ્યા હતા. આપણી નેતાગીરી આટલી તોછડી હોય તો દેશનું શું થશે? 

ભવિષ્યની યોજના વિશે અણ્ણાએ એવી જાહેરાત કરી હતી કે તેઓ રાજકીય પક્ષો અને સંસદસભ્યોને જનલોકપાલ ખરડા વિશે ઉઘાડા પાડશે. રાઈટ ટુ રિજેક્ટ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પાછા બોલાવવાના હક વિશે જોરદાર અભિયાન ચલાવીશ. 

બેઠકમાં થયેલી ચર્ચા વિશે અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે ટીમ અણ્ણા વતી મજદૂર કિસાન સંઘર્ષ સમિતિ (એમકેએસએસ)ના સભ્ય ભાવરસિંહ મેઘવામસી અને અન્યો સામે સમિતિના જુદા જુદા સભ્યો વિશે ખોટી માહિતી ફેલાવવા બદલ કાનૂની નોટિસ આપશે. મેઘવામસીને કેજરીવાલ વતી કાનૂની નોટિસ આપવામાં આવશે, જ્યારે ટીમ અણ્ણાના સભ્ય કુમાર વિશ્વાસ તરફથી એક મેગેઝિનને નોટિસ આપવામાં આવશે. બંને લેખમાં કેજરીવાલ અને વિશ્વાસને આરએસએસ સાથે નિકટના સંબંધ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. કેજરીવાલે જાહેરાત કર્યા પ્રમાણે અણ્ણાની ટીમ આવાં નિવેદનો કરનાર સંસ્થા અને લોકોનાં નામની યાદી બનાવીને તેમને કાનૂની નોટિસ આપશે. નિખિલ ડે કહે છે કે મેઘવામસીએ એક પત્રકારની રૂએ લેખ લખ્યો હતો. એમકેએસએસ દ્વારા તેને સમર્થન નહીં મળે. ટીમ અણ્ણા જનલોકપાલ ખરડાનો વિરોધ કરી રહેલા રાજકીય પક્ષ વિરુદ્ધ દેશવ્યાપી અભિયાન આદરશે. કોઈપણ સંજોગમાં કોઈપણ ઉમેદવાર માટે ઝુંબેશ નહીં ચલાવે. કોર સમિતિના સભ્યોમાં પારદર્શકતા લાવવા દાનની રકમનો હિસાબ કિતાબ તૈયાર કરીને ૧૫ ઑક્ટોબર પહેલાં ઓનલાઈન વહેતો કરાશે એજ દિવસે કોર ટીમના સભ્યો પોતાની મિલકતની યાદી પણ મૂકશે. 

No comments:

Post a Comment