- માફી માગવામાં અને કોઇકને માફ કરવામાં, માણસને બેઉં સારાં કામ કરવામાં બહુ ત્રાસ પડે. સ્વભાવની જડતા અને પોતે જ સાચા તેવા ભ્રમના લીધે આવું થાય. બાકી એક સંબંધ જાય તેના કરતાં અહમ્ જાય એ વધુ પોસાય. માણસ-માણસ વચ્ચે સર્જાતી તકલીફોમાં હોય છે શું? સોમાંથી નવ્વાણું કિસ્સામાં ગેરસમજ અથવા જીદ. વરસાદ પડી જાય પછી ધીમે ધીમે જેમ આકાશ ઉઘડે તેમ સંબંધ તોડયા પછી માણસનેય એના નિર્ણય પર ફેરવિચાર કરવાની ઇચ્છા થવા જ માંડે છે. પણ બુદ્ધિની જડતા અને નમવાની અનિચ્છાને લીધે તે જરાય સુધરવાનું નામ ના લે. સ્કૂલમાં શિક્ષક ઊઠ-બેસ કરાવતા ત્યારે ક્યાં અહમ્ નડતો હતો. પોતાના કરતાં વધુ પહોંચેલા માણસ સામે પણ કેવા સૌ ચૂપચાપ નમી જાય છે. તો પછી જેઓ સાચવવા જેવા છે તેવા લોકો સામે તો નમતા શીખો. તમારે સુખી થવું હોય તો માફ કરો અને માફી માગો.
Saturday, September 17, 2011
તમારે સુખી થવું હોય તો માફ કરો અને માફી માગો.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment