Thursday, September 29, 2011

શહેરીકરણથી જમીનની તંગી અને માફિયા પેદા થયા છે.


શહેરો વસતિથી ફાટફાટ થઈ રહ્યા છે. મોટાભાગના શહેરોમાં ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોની સમસ્યા છે, તેમજ કાયદો - વ્યવસ્થા, ગરીબી અને સામાજિક અસંતુલનના પ્રશ્નોની ભરમાર છે તેવે વખતે હજુ પણ શહેરોના વિકાસને જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.

કેન્દ્રના આવાસ અને શહેરી ગરીબી નાબૂદી વિભાગના મંત્રી કુમારી શૈલજાએ બારમી યોજનામાં શહેરોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને ૬૦ ટકા રકમ ફાળવવા નિર્દેશ આપ્યો હતો. ઉપરાંત તેમણે શહેરી ગરીબોને ઘર ખરીદવા કે બાંધવા લોન પર વાર્ષિક પાંચ ટકાના દરે વ્યાજ સબ્સિડીની જોગવાઈ કરવામાં આવી છે તેવી જાહેરાત કરી છે.શહેરી ગંદા વસવાટોનો જો ઈતિહાસ તપાસવામાં આવે તો જ્યાં જ્યાં ઉદ્યોગો શરૂ થયા છે ત્યાં ઝૂંપડપટ્ટી વધી છે. મુંબઈનો દાખલો નજર સમક્ષ છે. મુંબઈમાં ગંદા વસવાટ એ ઔદ્યોગિકીકરણને કારણે ઊભા થયા છે. યુરોપમાં પણ તેવું જ હતું, પરંતુ બે મહાયુદ્ધમાં આવા ગંદા વસવાટ સાફ થઈ ગયા હતા, હવે તેમને તે પ્રશ્ન નથી. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ એવી માગણી કરી હતી કે મુંબઈની આવાસ સમસ્યાને હળવી કરવા મીઠાના અગરને ડેવલપમેન્ટ માટે ખુલ્લાં મૂકવામાં આવે તો જમીનની અછત ઓછી થાય. મુંબઈમાં સેંકડોની સંખ્યામાં ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટ છે તેમની યોજના સફળ થતી નથી જેના કારણ તદ્દન અલગ છે.સમગ્ર રાષ્ટ્રમાં ૬૫ લાખ મકાનની જરૂરત છે. તેમાં મહારાષ્ટ્રની માગણી ૩૭ લાખ આવાસની છે. જો મીઠાના અગર ડેવલપમેન્ટ માટે ખુલ્લા મૂકવામાં આવે તો સૌથી મોટું જમીન કૌભાંડ આકાર લઈ શકે છે. તેને બદલે જો વિકેનિ્દ્રત આર્થિક વ્યવસ્થા અને નગર આયોજન સ્વીકારવામાં આવે તો લાંબે ગાળે ઘણા ફાયદા થાય તેવું છે.મીઠાનાં અગરોને રહેઠાણ બાંધવાની પરવાનગી આપવામાં અબજો રૂપિયાના કૌભાંડ થઈ શકે છે. આવી બાબતોમાં જવાને બદલે નાના કેન્દ્ર અને સ્થાનિક ધોરણે રોજગારી મેળવવાની બાબતોને પ્રાધાન્ય આપવામાં આવે તો ઘણો ફરક પડે તેવું છે. આથી ટ્રાન્સપોર્ટ અને ઈલેક્ટ્રિસિટી જેવા ક્ષેત્ર પરનું દબાણ ઘટાડી શકાય તેવું છે.મુંબઈ મહાનગરની જનસંખ્યા આજુબાજુના ઉપનગર સાથે બે કરોડ થવા જાય છે. આ મહાનગરમાં પર્યાવરણની સાથે આરોગ્યના પ્રશ્ન વધી રહ્યા છે. પ્રદૂષણ - શુદ્ધ હવાનો અભાવ, ધૂળ, રજને કારણે શ્વસનતંત્ર - ફેફસાંનાં રોગ વધ્યાં છે. કઈ સરકાર અને કઈ વ્યવસ્થા આ તમામને પહોંચી વળી શકે તેવું છે?આજના મહાનગરો એટલે સિમેન્ટ કોંક્રિટના જંગલો સમજવાનું છે. ૧૯૬૦ બાદ જે ઔદ્યોગિકીકરણ થયું છે તે તમામ થકી માત્ર પ્રશ્નો જ ઊભા થયા છે. જમીનના માફિયાઓ સાથે પાણીના માફિયા, રેતીના માફિયા, સુપારી લેનારા અને સુરક્ષા માટે પૈસા ઉઘરાવનારાનો એક વર્ગ ઊભો થયો છે. તેને કઈ રીતે નિયંત્રણમાં લેવામાં આવે? આ એક પ્રશ્ન છે.કેન્દ્ર સરકાર શહેરોની સમસ્યા હળવી કરવા અબજો રૂપિયાનો જે વાર્ષિક ખર્ચ કરે છે તે સમુદ્રમાં જતાં વહાણમાં કાણું પડ્યું હોય તે વખતે પાણી ઉલેચીને સમુદ્રમાં નાખવા જેવી પ્રક્રિયા સાથે સરખાવી શકાય. વહાણમાંથી પાણીને ઉલેચીને ફરીથી સમુદ્રમાં નાખીએ તો તે કાણામાંથી વહાણમાં જ આવે છે. આવો ક્રમ વિકાસની બાબતમાં જોવામાં આવે છે.એક પણ સ્તરે પારદર્શકતા નથી. રાજકારણીઓને માટે જમીન એક જણસ બની ગઈ છે અને તેઓ અગરની જમીન, સમુદ્રની કાંઠાળ જમીન, ગૌચરની જમીન અને હવે સ્મશાનની જમીન વેચી મારતા જરા પણ ખચકાટ અનુભવતા નથી. જો આવો ક્રમ અટકાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં ભારે અનર્થ થવાનો છે.એક પણ રાજકીય પક્ષ આ બાબતે ગંભીર નથી. રહેઠાણ માટે નવી જમીન જરૂરી નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારની વસતિનું સ્થળાંતર શહેરો તરફ થઈ રહ્યું છે તે અટકાવવા માટે વિવિધ પ્રોજકેટ - પ્રોત્સાહન અને નીતિની જરૂર છે. ગ્રામ્ય વિસ્તાર તરફ ઝોક ધરાવતી રહેઠાણ નીતિ કેમ ન હોઈ શકે?કેન્દ્ર સરકારના વર્તમાન શહેરી આવાસ કાર્યક્રમમાં ખોટા અગ્રતાક્રમ પ્રવર્તી રહ્યા છે. કેન્દ્ર સરકારની વર્તમાન કોઈ જ નીતિ દ્વારા શહેરી ગરીબોનું ભલું થવાનું નથી. વળી શહેરી ગરીબો પોતાના ગ્રામ્ય વિસ્તારમાં સ્વરોજગારના માલિક હતા. તેઓ આજે શહેરી વિસ્તારના મજૂર બન્યા છે અને તેમનું દરેક રીતે શોષણ થઈ રહ્યું છે. જમીનનો વ્યવસાય અનેકને માટે ઘી-કેળાં બની ગયો છે. તમામ રાજકીય પક્ષના અગ્રણીઓ બિલ્ડર્સ અને જમીન વ્યવસાય સાથે સંકળાયેલા છે, કારણ કે તેમને ચાંદી આ એક જ વ્યવસાયમાંથી મળી રહે છે. પરંતુ એટલું યાદ રાખવાનું છે કે કુદરત આવી બાબતોને બહુ લાંબો વખત ચલાવી શકે તેવું નથી. 

Tuesday, September 27, 2011

વૈશ્વિક મંદી માત્ર ઔદ્યોગિક રાષ્ટ્રોને જ અસરકર્તા રહેશે



આંતરરાષ્ટ્રીય સ્તરે અમુક રાષ્ટ્ર આર્થિક ભીંસમાં આવ્યાં છે. તેમણે વૈશ્વિક મંદીની કાગારોળ મચાવી છે, પરંતુ હાથના કર્યા તેમને જ વાગી રહ્યા છે. અત્યાર સુધી ઔદ્યોગિક માલસામાન નિકાસ કરીને તેના ઊંચા ભાવ મેળવતાં રાષ્ટ્ર હવે હાંફી ગયાં છે અને તેમને વધુ આવક મળતી નથી.

ભારત જેવા રાષ્ટ્રએ ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. જેટલા ઊંચા ખર્ચા તેટલી મંદીની વધુ શક્યતા છે. જે રીતે મંદીને ગજવવામાં આવે છે તે જોતાં અસર ઊભી થાય તેવા પ્રયાસ થઈ રહ્યા છે કે જે સ્વીકાર્ય નથી. તેજી અને મંદી એ સતત ચાલતી પ્રક્રિયા છે.

અમેરિકામાં મંદી આવે તેવું છે, પરંતુ અમેરિકામાં મંદીના કારણ અમેરિકા જાણે છે. ઈરાક - અફઘાનિસ્તાનમાં યુદ્ધનો બિન ઉત્પાદક ખર્ચ કરનાર અમેરિકા અનેક આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ઘરઆંગણે બેરોજગારી વધી છે. જો રોજગારી ન હોય તો દેખીતી રીતે જ ખર્ચ ઓછો થઈ જાય અને મંદીના પગરણ થાય.

છેલ્લાં કેટલાક સમયથી વિશ્વના કોઈને કોઈ ભાગમાં વાયુ, જળ અને અગ્નિનો પ્રકોપ જોવા મળે છે. અમેરિકામાં ભયંકર વાવાઝોડું કેટલાક પ્રાંતમાં આવ્યું. આર્થિક નુકસાન ઘણું થયું છે. ઈન્શ્યોરન્સ કંપનીઓ હજુ દાવાની પતાવટ કરી રહી છે. આ નુકસાની ઈન્શ્યોરન્સ કંપનીની નથી, પરંતુ અમેરિકાની છે.

તેવી જ રીતે અનેક વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ હતી. જાપાન અને ચીનમાં વરસાદથી નુકસાની થઈ હતી. વર્ષ દરમિયાન અડધો ડઝન સ્થળે વિશ્વમાં ધરતીકંપની ઘટના બની હતી. જે ભૂગર્ભ ગરમીને કારણે હતી. આમ જળ, વાયુ અને અગ્નિને કારણે વિશ્વમાં નુકસાની થઈ હતી.

મંદી લાવનારાં આવાં પરિબળોનું વિશ્લેષણ થતું નથી. વાસ્તવમાં મંદી માટે માત્ર આર્થિક અને બેન્કિંગ કારણ નથી. તે સિવાયના સર્વગ્રાહી કારણોનું વિશ્લેષણ થવું જોઈએ. અમેરિકા દરેક બાબતને અન્ય રાષ્ટ્ર પર ઢોળવા પ્રયત્ન કરે છે, પરંતુ પોતાની ક્ષતિ અને મર્યાદા સ્વીકારવાની તૈયારી નથી. હાલમાં ઘણાં અર્થશાસ્ત્ર ખોટાં પડી રહ્યાં છે. ખાસ કરીને પશ્ચિમના રાષ્ટ્ર જેના આધારે કાર્ય કરતા હતા તેવી આર્થિક વિચારધારાના વળતા પાણી થઈ રહ્યા છે. યુરોપના એક પછી એક રાષ્ટ્ર નાદારી તરફ ધકેલાતાં જાય છે. છતાં તેઓ પોતાની ભૂલ સ્વીકારતાં નથી. આવું ક્યાં સુધી ચાલશે?

અમેરિકા અને યુરોપની ઝાકઝમાળ હવે ઝાંખી પડી રહી છે. તેઓએ દાયકાઓ સુધી પોતાનું આર્થિક પ્રભુત્વ જાળવી રાખ્યું અને હવે કંઈ જ પોસાતું નથી. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને વિશ્વ બેન્ક દ્વારા કઈ કઈ કામગીરી થઈ હતી તેનું વિશ્લેષણ કરવામાં આવે તો અમેરિકાની આર્થિક અસ્થિરતાનાં સાચાં કારણ જાણવા મળે. છેલ્લાં ૪૦ વર્ષમાં વિશ્વ બેન્કની સહાય કે લોન વડે કયા રાષ્ટ્રનો ઉદ્ધાર થયો છે? લેટિન અમેરિકાનાં રાષ્ટ્રો દેવાળિયાં બન્યાં તેના કારણમાં વિશ્વ બેન્કની કામગીરી હતી. બ્રાઝિલ, આર્જેન્ટિના, ઈક્વાડૉર, ચીલી આ તમામ રાષ્ટ્ર ખેતીવાડીમાં આગળ હતાં અને તેમની આયાત-નિકાસ વચ્ચે સમતુલા હતી.

પરંતુ ‘‘આર્થિક હત્યારાઓ’’ દ્વારા આ રાષ્ટ્રોને મોટા પ્રોજેક્ટના રવાડે ચડાવી દેવાયાં. પરિણામ એ આવ્યું કે તેઓ પર દેવાના ડુંગર ખડકાયા - નિકાસ વધારવી પડી અને ત્યાં સામાજિક સંવાદિતા સામે જોખમ ઊભું થયું અને તંગદિલી - સંઘર્ષનું વાતાવરણ નિર્માણ થયું. બાદમાં ત્યાંના શાસકોને નિષ્ફળ પુરવાર કરીને પોતાના મળતિયાને ગોઠવી દેવાયા હતા.

અમેરિકાની ફેડરલ રિઝર્વ જે કારણ આપે છે તે ગળે ઊતરે તેવા નથી. રાજકીય અને આર્થિક બાબતોમાં ઘણી ભૂલો થઈ છે. હવે તે સ્વીકારીને સુધારાત્મક પગલાં ભરવાં એક જ વિકલ્પ છે. બાકી વિશ્લેષણ કરવાનો કોઈ અર્થ નથી. આવી બાબતનું પ્રવર્તમાન સમયમાં કોઈ જ મહત્ત્વ નથી.

સમગ્ર વિશ્વ કોઈક ત્રિભેટે આવીને ઊભું રહ્યું છે. તેમાં હવે કઈ દિશા પકડવામાં આવશે તે કહેવું મુશ્કેલ છે. વિશ્વમાં આવક, રોજગારી, જીવન આવશ્યક ચીજવસ્તુના ભાવમાં સતત વધારો અને એવા જ અન્ય આર્થિક પ્રશ્નો દિવસે ને દિવસે જટિલ બની રહ્યા છે. સામાન્ય વ્યક્તિ માટે મુશ્કેલી વધી રહી છે.

અમેરિકાના નેતૃત્વના ધોરણ કથળી રહ્યા છે. દરેક પ્રમુખ સમક્ષ પડકાર વધે છે અને તેઓ પડતર પ્રશ્ન છોડીને સત્તાનો ત્યાગ કરે છે. અમેરિકાની આર્થિક પરિસ્થિતિ કથળતી જાય છે, પરંતુ કોઈ ઉપાય મળતા નથી. જે કોઈ ઉપાય સૂચવે તે સ્વીકારવા નથી. 

Friday, September 23, 2011

એકની એક ભૂલ તમે બે વાર કરી જ શકતા નથી. બીજી વાર થયેલી ભૂલ તો માણસે કરેલી પસંદગી ગણાય.

કૂતરાની પૂંછડી વાંકી હોય તો એની પાછળ એનો નૈસર્ગિક આકાર છે. માણસની બુિ દ્ધસીધુંસટ વિચારી, જાણી અને સમજી શકવાને સમર્થ હોય છતાં આડીઅવળી હરકત કર્યા કરે તો એ એનો પોતાના પરનો અત્યાચાર છે. અરીસાની સામે ઊભા રહીને કે પછી એકાંતની અદાલતમાં પોતાને જ આરોપીના કઠેડામાં ઊભા રાખીને કેટલાય જણે વિચાર્યું હોય છે, ‘‘મારે આ ભૂલ કરવી જોઈતી નહોતી. આની પહેલાંય આવું થયું હતું ત્યારે...’’ ત્યારે જે શીખ્યા હતા તે સુધરી જવા માટેની પૂરતી ચેતવણી હતી. છતાં જો વારંવાર ખાડામાં પગ પડે તેમ વર્તો પછી કોણ તમને સાચવવાનું? સ્વભાવ, વહેવાર, વાણી જેવા બધા મોરચે માણસ ઘણીવાર પોતાની સામે જ લાચાર થઈ જતો હોય છે. એ જાણવા છતાં કે ખોટું થઈ રહ્યું છે. ભૂલ કરનાર ડાહ્યો ત્યારે જ કહેવાય જ્યારે ભૂલમાંથી મળેલા પાઠ દ્વારા એ સમયને ચાતરી જઈને સુખી, સફળ અને સર્વશ્રેષ્ઠ બની જાય. સચોટ ના રહીએ તો ચાલે પણ જેનાથી ચોટ લાગતી જ રહે તેવી ભૂલો ક્યારેય દોહરાવવી જોઈએ નહીં. તો ક્યારે સુધરવું છે?

Tuesday, September 20, 2011

કુદરત આક્રમક બની છે દરેક આફત સંદેશ આપે છે

પૂર, ભારે વરસાદ, આગ, અકસ્માત, ધરતીકંપ આ તમામ બાબત આવનારા દિવસોના એંધાણ સૂચવે છે.

સિક્કીમ સહિત પૂર્વ- ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં થયેલા ધરતીકંપની નુકસાનીની વિગતો ધીમે ધીમે બહાર આવી રહી છે. નેપાળમાં પણ ભારે નુકસાનીના અહેવાલ મળી રહ્યા છે. અંદરના ભાગે થયેલી નુકસાનીના અહેવાલ હજુ મળવા બાકી છે.પ્રારંભિક મૃત્યુનો આંક ઘણો ઓછો છે. પરંતુ તે વધવાની પૂરી શકયતા છે. પહાડી વિસ્તારમાં સંદેશાવ્યવહારની સુવિધા મર્યાદિત છે એટલે સાચી માહિતી મળતાં હજુ સમય લાગશે. તેમ છતાં મિલકતોને અનહદ નુકસાન થયાના અહેવાળ મળી રહ્યા છે જે ગંભીર છે.જે વિસ્તારમાં ધરતીકંપ થયો છે તે આર્થિક રીતે વિકસિત નથી. પરંતુ સંપત્તિને જે નુકસાન થયું છે. તેનાથી આંચકો લાગે છે. આવો ધરતીકંપ ક્યા કારણથી થયો છે તે પણ જાણી શકાતું નથી. ધરતીકંપ માટે કદી વૈજ્ઞાનિક કારણ બહાર આવતા નથી. માત્ર અનુમાન આધારિત કારણ હોય છે.

વિશાળ જનસંખ્યા ધરાવતા મુંબઈ, બેંગ્લોર, દિલ્હી, હૈદ્રાબાદ જેવા મહાનગરોએ આવી કુદરતી આપત્તિમાંથી બોધપાઠ ગ્રહણ કરવાની જરૂર છે. સંપત્તિ, જનસંખ્યા, આર્થિક વ્યવસાય વગેરેનું વિકેનિ્દ્રકરણ હોવું જોઈએ. દરેક બાબત એક જ સ્થળે કેનિ્દ્રત કરવાના ભયસ્થાન ઘણા છે.મુંબઈ જેવા મહાનગર માટે આવી બાબત લાલબત્તી સમાન છે. કારણ કે છેલ્લા ૧૦ વર્ષમાં બહુમાળી અને ટાવર સિવાયના મકાન બનતાં જ નથી. ટેનામેન્ટ તો હવે ભૂતકાળની બાબત બની ગઈ છે. પરંતુ આવા ઊંચા મકાન આગ- અકસ્માત કે ધરતીકંપ વખતે ભયાનક યાતના લાવી શકે છે.

નેપાળ કે જે ચારેબાજુથી માત્ર જમીન માર્ગ સિવાય કોઈ વિકલ્પ ધરાવતું નથી અને રસ્તાઓ પણ પહાડ પર્વત વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં ધરતીકંપથી ભારે નુકસાન થયાના સમાચાર છે. છેલ્લા કેટલાક સમયથી રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહેલા નેપાળની હાલત ઘણી ખરાબ બની છે.

પાટનગર દિલ્હીમાં પણ ધરતીકંપના આંચકા લાગ્યા હતા. ભારત જેવા રાષ્ટ્રને કોઈપણ રીતે આવી નુકસાની પોસાય તેવી નથી. ઘણી બાબતોમાં ખોટા અગ્રતાક્રમ ધરાવતાં ભારત જેવા રાષ્ટ્ર સમક્ષ મુશ્કેલી અને સમસ્યાનો કોઈ પાર નથી તેવે વખતે આવી કુદરતની થપ્પડ ખૂબ જ આકરી લાગે છે.

આયોજનની પ્રક્રિયા અને નગર આયોજનમાં વિકેન્દ્રીત અર્થવ્યવસ્થા અને જનસંખ્યાનું પણ વિકેન્દ્રીકરણ ખૂબ જ અનિવાર્ય બન્યું છે. ત્રાસવાદ, આગ, ધરતીકંપ અને અન્ય કુદરતી આફત વખતે માત્ર નાના- નાના કેન્દ્ર હશે તેજ બચી શકવાના છે. તે સિવાયના માટે મુશ્કેલી ઊભી થશે.

માહિતી અને સંદેશાવ્યવહારના નેટવર્કને પણ ભારે નુકસાન થયું હોવાથી સાચી આંકડાકીય માહિતી મેળવવામાં વાર લાગી રહી છે. વળી મિલકતોની નુકસાની માટેની આકારણી થયા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. વરસાદ હજુ પડી રહ્યો છે એટલે ઢીલ થવાની સંભાવના છે.

ધરતીકંપનું કેન્દ્ર દૂર પૂર્વ- જેમાં જાપાન, ઈન્ડોનેશિયા, ચીન અને હવે ભારત તરફ ખસી રહ્યું છે. અલબત્ત આ કોઈ પ્રમાણ ગણી શકાય નહીં. પરંતુ આવી પ્રક્રિયા થઈ છે તે ધ્યાનમાં લેવાની જરૂર છે. જાપાનમાં થયેલો ધરતીકંપ આંખ ખોલનારી બાબત બની હતી કે જે ગત માર્ચમાં બનેલી ઘટના છે.

મોટા શહેરોને સ્થાને નાના કેન્દ્ર- ઊંચા મકાનોને સ્થાને તદ્દન નાનાં રહેણાંક અને તમામ બાબતો છૂટી છવાઈ હોવી જોઈએ. અણુમથકો- ઇલેકિટ્રસિટીના કેન્દ્ર અને આગ લાગે તેવી બાબતો આ તમામ સામે નવેસરથી વિચારણા કરવી અનિવાર્ય બની છે. આ બાબતે ટોચની કક્ષાએથી ગંભીર વિચારણા થવી જોઈએ.

જેટલી બાબતો બની ગઈ છે તે ભલે રહી પરંતુ હવે નવીન બાબતોને નગર આયોજનમાં સ્થાન દેવાની જરૂર નથી. નવા ઊંચા ગગનચુંબી મકાનોમાં કંઈક થાય તેવે વખતે બચાવના કેટલા સાધનો છે? ઊંચા મકાનમાં આગ લાગે તો ૩૨મે માળે આગ ઠારવાની સીડી મહાપાલિકા પાસે કેટલી?

આપદ્દકાલીન પરિસ્થિતિને પહોંચી વળવાની સજ્જતા વિશે વારંવાર શંકા જાય તેવું છે. પ્રત્યેક આફત એક સંદેશ અને ચેતવણી આપે છે. અમેરિકામાં પણ હમણાં જ વાવાઝોડું આવી ગયું. તે સિવાય ઘણે સ્થળે છેલ્લા આઠ મહિનામાં ધરતીકંપની ઘટના બની છે. કુદરત આક્રમક બની રહી છે.

Please read carefully

1 I don't drink APPY FIZZ.It contains cancer causing agents

2 Don't eat Mentos before or after drinking coke or pepsi, coz u may die immedately as the mixture becomes Cyanide

3 Don't eat kurkure coz it contains high amount of plastic.if u don't believe burn kurkure n u can see plastic melting (News reportin times of india)

4 Avoid these tablets as they r very dangerous:-
*D-Cold
*Vicks Action-500
*Actifed
*Coldarin
*Cosome
*Nice
*Nimulid
*Cetrizet-D
they contain phenyl propanol amide (PPa) which causes, heart-strokes. All these Tablets are banned in USA
Forward this to maxium people whom u love, hope u'll do it n save as many no of peoples....

Monday, September 19, 2011

save petrol


‘‘પૈસા છે કે નહીં?’’


  • માલિકે એના માણસને કામ તો સોંપી દીધું, પણ પૈસા છે કે નહીં તે પૂછવાની પરવા જ કરી નહીં. પેલો રહ્યો સાવ નાનો માણસ. શેઠના કામ માટે દોડધામ કરીને જ્યાં જવાનું હતું ત્યાં પહોંચવા તેની પાસે ખરેખર પૈસા નહીં. એમાં કામ કરવામાં વિલંબ થયો કેમ કે ત્રણેક કિલોમીટર પેલાએ ચાલતા જવું પડ્યું. એમાં વળી શેઠની ગાળો ખાવી પડી તે અલગ. એના કરતાં કામનો આદેશ આપવાની સાથે શેઠે પૂછયું હોત, ‘‘તારી પાસે પૈસા તો છે ને ભાઈ?’’ કેટલીયે વાર આપણે કોઈકને કેવાં કેવાં કામ સોંપી દઈએ છીએ. કેટલીયે વાર એવું ધારી લઈએ છીએ કે આટલા પૈસા તો કોઈનીય પાસે હોય, એમ ધારી લેવા કરતાં પૂછીને ખુલાસો કરી લઈએ તો કેવું? ખાસ તો નાના માણસને તકલીફ પડતી જ હોય તેમાં આપણા કહ્યાથી વધુ તકલીફ પડે નહીં. તેની કાળજી રાખીએ તો કેવું? ‘‘પૈસા છે કે નહીં?’’ એ ચાર શબ્દ સાધારણ, પણ જેમને ખરેખર પાઈ-પાઈની ચિંતા કરવી પડે છે તેમને સમજી શક્યા તો થઈએ અસાધારણ.

Sunday, September 18, 2011

આંતરિક વિકાસ માટે જરૂરી ગુણ ‘કરુણા’નો

  • દરેક વ્યક્તિમાં કરુણાનો ભાવ હોય જ છે, એવી જ રીતે ‘બેપરવા’ (કેરલેસ)નો (અવ) ગુણ પણ પડ્યો જ હોય છે. એ આપણા હાથની વાત છે, કયો ગુણ વિકસિત કરવો છે? વ્યક્તિના વિકાસ માટે પર્સનાલિટી ડેવલપ કરવા માટે જરૂરી છે કે કરુણાને વિકસાવીએ અને ‘કેરલેસ’ ન બનીએ. આની શરૂઆત બાળપણથી જ થઈ જાય. જ્યારે બાળક નાનું હોય, ત્યારે એની સાથેનો આપણો વ્યવહાર કરુણામય હોય તો, આપોઆપ આ ગુણ એનામાં રોપાઈ જાય. કરુણામય થવું એટલે ‘અવર એબિલિટી ટુ કનેક્ટ વિથ ધેમ’ આપણું આપણા બાળક સાથેનું કનેકશન, અનુસંધાન. કોને ખબર કેમ, પણ આજના સમયમાં આ શબ્દોના મતલબ જ બદલાઈ ગયા છે, આપણે જાગવાની જરૂર છે, કઈ રીતે? શબ્દોનાં અર્થ બદલાઈ ગયાં છે, એટલે મોટા ભાગે માતા-પિતાનું પોતાનાં બાળકો સાથેનું કનેકશન બદલાઈ રહ્યું છે. કરુણા, આત્મીયતાના ભાવની જગ્યાએ ભૌતિક ચીજવસ્તુથી કેમ વધારે ભરી દેવા, સતત એમને ‘પ્રોટેક્ટ’ કરવા, કઈ રીતે બાળકોને સહેલાઈથી બધું જ મળી જાય (આપી દેવું) આવા બધા બદલાવ આવી ગયા છે. આપણાં બાળકો માટેની કરુણા, આત્મીયભાવની જગ્યા, દેખાડા અને મોંઘીદાટ વસ્તુઓએ લઈ લીધી. સુખ-સગવડનાં સાધનો આપી-આપીને, એની સામે એણે મશીનની જેમ ઉત્કૃષ્ટ પરિણામો આપવા (પરીક્ષાલક્ષી જ) એવી આપણી ઈન-ડાયરેક્ટ ડિમાન્ડ થઈ ગઈ છે. આજે માતાપિતા આડેધડ બાળકો માટે બધું જ કરવા તૈયાર છે (જેની કદાચ જરૂર જ નથી) શરૂઆત જ થઈ જાય છે ભણવાથી, ટયુશન અને ક્લાસ. હજી તો ૫-૬ વર્ષની ઉંમર હોય ત્યારથી ચાલુ. ક્યાં ગઈ આપણી કરુણા? એક સુંદર જીવ, એક આત્મા આપણા ઘરે બાળક થઈ જન્મ્યો એટલે બહારના પ્રેશરથી આપણી કરુણા ખોઈ નાખવાની? આપણો વ્યવહાર બદલાવીએ. (એને પપલાવીએ નહીં) પણ ક્રૂર અને નિષ્ઠુર પણ ન જ બનીએ. કરુણા એટલે એને હૃદયથી આવકારીએ. મોટા ભાગની માતાઓ, જો ટયુશન નહીં રાખે તો પોતે જ ‘ટીચર’ બની બેસશે. એ, બી, સી, ડી થી લઈ જે ધડાધડ અંગ્રેજીનો મારો ચલાવે કે પેલું બાળક, એની પ્રતિભા તો ત્યારથી જ દબાઈ જાય. અરે, આ જીવે આપણા ઘરે આવી ખીલવાનું છે એને અત્યારથી મૂરઝાવી દેશો? પાછી બૌદ્ધિક દલીલ એવી કરવામાં આવે કે, કહેવત છે ને કે ‘એક માતા ૧૦૦ શિક્ષકની ગરજ સારે’ અરે, આનો અર્થ કે તમે પુસ્તકિયા જ્ઞાન નહીં પણ ખરા અર્થમાં એના શિક્ષક બનો. સરસ બોધપાઠ મળે એવા પુસ્તક આપો, એવો વ્યવહાર કરો. ભલે બાળક અંગ્રેજી શાળામાં જાય, પણ નાનપણથી ગુજરાતી બોલો, ક, ખ, ગ, જરૂર શીખવો, (એ, બી, સી એની મેળે આવડશે) જેથી આગળ જઈ, આપણી ભાષાનાં સુંદર પુસ્તકો વાંચી શકે. આજે આખી એક એવી યુવાન પેઢી તૈયાર થઈ છે, જેમણે એક પણ ગુજરાતી પુસ્તક વાંચ્યું જ નથી. આપણા ગુજરાતી લેખકોની કહેલી વાત, જ્ઞાનસભર વાતો એમના વ્યક્તિત્વને ઊભારવા સક્ષમ છે (અમે અંગ્રેજી ભાષાની વિરુદ્ધ નથી, પણ પાયો તો મજબૂત કરો પછી ફક્ત અંગ્રેજી નહીં, ફ્રેન્ચ, જર્મન, જાપાનીઝ બધું શીખજો) ખરેખર, આ પેઢી કેટલું ગુમાવે છે, જેમણે ક્યારેય બાળપણમાં બકોર પટેલ, મિયાં - ફૂસકી, અડુકિયો - દડુકિયો, બાની પ્રામાણિક વાતો વાંચ્યું જ નથી. એમનું બાળપણ છીનવી લેનાર આપણે કઠોર અને ક્રૂર નહીં તો બીજું શું? આપણી કચાશ છે. આપણી કરુણા, એમના તરફ વહાવીએ. ગાડરિયા પ્રવાહમાં વહેવાની જરૂર નથી. આ બધું શોર્ટ-ટર્મ છે. થોડું લાંબું જોઈએ. આપણે વાત કરી રહ્યા છીએ, આપણાં બાળકો પર પડતા કારણ વગરના, અર્થ વગરના બોજાની. એ તરફ કરુણા રાખીએ? આપણો ખાલીપો, એનામાં ન ભરીએ. એનાં મોઢાં પરથી તેજ ગયું, આનંદ ગયો, ચશ્મા અને માયકાંગલાપણું અથવા મેદસ્વીપણું આ તો જાણે ફરજિયાત થઈ ગયાં છે. ફેશનના નામે અંગપ્રદર્શન, (આ પણ નાનપણથી જ) જ્ઞાન વગરનું ભણતર, જવાબદારી વગરનું ભણતર, ધક્કા મારી - મારીને ડિગ્રીઓ મેળવે, અઢળક ખર્ચા કર્યા પછી નોકરી મેળવે અને છતાંય એ ક્યાંય ટકે નહીં. હજી આપણી કરુણા ન જાગે? સમથિંગ ઈઝ સિરિયસલી રોંગ વિથ અસ. બહાર ચાલતી ધમધોકાર પ્રવૃત્તિઓમાં બાળકોને ધકેલવાની જરૂર છે? એક બાળકને માટે, સૌથી વધુ વિશ્વાસપાત્ર, શ્રદ્ધેય પાત્ર હોય છે, એની માતા કે પિતા. માનો કે ન માનો પણ આ જ એમના બેસ્ટ રોલ મોડલ છે અને જ્યારે એમનો વ્યવહાર જ આત્મવિશ્વાસ વગરનો હોય, એ લોકો જ સતત સ્કૂલ ટીચર્સ, પ્રિન્સિપાલથી ડરતા હોય, ખૂબ જ દબાણમાં હોય, હોટેલ - મુવી - કપડાં - ગાડી - બાહ્ય ભપકાઓમાં ખોવાયેલા હોય, તો બાળક પર શું અસર પડશે? સવાલ જ નથી, એ તમારા રસ્તે જ ચાલવાનું છે. તમે ગમે એટલા ટ્યુશન રાખો, પણ તમારી એનાં પર પડેલી છાપ કોઈ કાળે નહીં ભૂંસાય. માટે બદલાવ આપણામાં લાવીએ, એની અસર ત્યાં પડશે જ. આપણો કરુણાનો ભાવ ઊભારીએ, વિકસાવીએ. કરુણા દરેક પ્રત્યે પણ ખાસ તો આપણા ઘરથી જ શરૂઆત કરીએ. બાળકો અને સાથે રહેનાર દરેક કુટુંબીજન પ્રત્યે કરુણા, આત્મિયભાવ દ્વારા કનેકશન લાવીએ. આટલું કરશું તો ભવિષ્યમાં આપણાં બાળકો કદી, ખોટા માર્ગે નહીં જાય, કારણ પાયો ખૂબ મજબૂત હોય પછી ચિંતા જ નહીં. માટે આજથી આપણે પણ અદીન બનીએ. આપણે લાચાર નથી. બિચારા નથી જ. પૈસા નથી તો પણ તમે દીન નથી. અંદરનો વૈભવ વધારો, બાહ્ય સમૃદ્ધિ તમને વગર માગ્યે મળશે, તો કરુણામય બનીએ?

Saturday, September 17, 2011

‘જાગતે’ રહો...

જાગી ગયા છીએ, જાગતા જ રહીએ, 

અણ્ણાને સાથ આપતા જ રહીએ. 

આપણા માટે તેઓ ‘ગાંધી’ છે, 

જનવિરોધીઓ માટે ‘આંધી’ છે. 

એક થયા છીએ, એક જ રહીએ, 

ઈમાનદાર ને નેક જ રહીએ. 

‘ઊંઘતાઓ’ને જગાવી દઈએ, 

બેઈમાનોને ફગાવી દઈએ, 

ભ્રષ્ટાચારીઓને ભગાવી દઈએ. 

દિલ સરફરોશીથી ‘સજાવી’ દઈએ. 

હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ,


ભારતીયો સઘળા ભાઈ-ભાઈ, 

ભ્રષ્ટાચારી સૌ મૂઆ કસાઈ, 
 

એમનાથી ના જઈએ ફસાઈ. 

સાવધાન રહીએ, જાગતા જ રહીએ, 

અણ્ણાને સાથ આપતા જ રહીએ, 

ભલાઈ એમાં આપણી જ છે, 

ભ્રષ્ટાચારીઓની ‘કાપણી’ જ છે. 

-હંસરાજ ભટ ‘આંધીપ્રેમી’

સલામ કરવી પડશે હવે પ્રાદેશિક પક્ષોને!

  • દેશના વર્તમાન રાજકીય સંજોગો જોતાં કેન્દ્રમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળે તે એક સ્વપ્ન બની ગયું છે. સંસદમાં બેતૃતીયાંશ... બહુમતી સાથે સત્તા મેળવતો... પક્ષ, એવા અખબારી મથાળાં આગામી સમયમાં વાંચવા મળે તો જ આશ્ચર્ય થશે. આજે પ્રાદેશિક રાજકીય પક્ષો એટલા જોરાવર - બળુકા બની ગયા છે કે રાષ્ટ્રીય પક્ષોની થાળીમાંથી ભાગ પડાવે છે. કોઈ એક પક્ષની સત્તા સંસદમાં આવે એવું હવે દેખાતું નથી. સૌથી મોટા પક્ષ તરીકે ઉપસતા પક્ષોને પ્રાદેશિક પક્ષોને સલામ મારવી પડશે. જુદા જુદા પ્રાદેશિક પક્ષોના દરવાજે ભટકવું પડશે.

આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે માટે ખુદ રાષ્ટ્રીય પક્ષો જ જવાબદાર છે. સૌથી દયાજનક હાલત તો કોંગ્રેસની છે કારણ કે કોંગ્રેસ, રાષ્ટ્રીય રાજકારણમાં માત્ર સત્તા નહીં પણ પ્રાણવાયુ છે. દેશને આઝાદ કરાવવા કોંગ્રેસે નેતૃત્વ પૂરું પાડ્યું છે. ભારત-પાક વિભાજન પૂર્વેના આ રાષ્ટ્રીય પક્ષના સ્વાતંત્ર્ય આંદોલનની વિગતોથી આજે ભાગ્યે જ કોઈ અજાણ હશે. હાલની મનમોહન સિંહની સરકારમાં ટુ-જી ગોટાળા પ્રકરણે પ્રાદેશિક પક્ષની ભૂમિકા વાચકોને ખ્યાલમાં આવી જ હશે! મમતા બેનરજીની તૃણમુલ - કોંગ્રેસની ભૂમિકા પણ લોકોએ જોઈ જ છે!

દેશમાં ૧૯૭૧ની ચૂંટણી મહત્ત્વની બની ગઈ હતી કારણ કે દેશની જૂની વ્યવસ્થા સામે સ્વ. ઈન્દિરા ગાંધીએ સારો એવો ખળભળાટ મચાવ્યો હતો અને ગજબની સફળતા મેળવી હતી. આ ચૂંટણી સ્વ. ઈન્દિરા ગાંધીની નવી કોંગ્રેસ અને છૂટાછવાયા વિપક્ષો વચ્ચે ખરાખરીના જંગ સમાન બની ગઈ હતી.

સ્વાતંત્ર્યના છ દાયકા પૂરા થતાંની સાથે જ દેશમાં લોકશાહી યાત્રામાં મોરચાના રાજકારણનું નવું પ્રકરણ ઉમેરાયું છે. મોરચાનું રાજકારણ શરૂ થયું છે. તેના માટે કોંગ્રેસના રાષ્ટ્રીય રાજકારણમાં ઘટતું જતું વર્ચસ્વ મુખ્ય કારણ છે. રાષ્ટ્રીય પક્ષોનો જનાધાર પણ ઘટતો જાય છે. તે સાથે પ્રાદેશિક રાજકીય પક્ષોનો પ્રભાવ -વર્ચસ્વમાં વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં ચૂંટણીઓમાં રાષ્ટ્રીય પક્ષોને સ્પષ્ટ બહુમતી મેળવવા કપરું બની ગયું છે. જેથી કેન્દ્રમાં મોરચા સરકારની રચના અનિવાર્ય બની ગઈ છે. જોકે રાજ્યોમાં મોરચા રાજકારણનો આરંભ ક્યારનો યે શરૂ થઈ ગયો છે. સૌપ્રથમ મોરચા સરકાર ૧૯૫૬માં કેરળમાં ઈ. એમ. નાંબુદ્રીપાદે રચી હતી. ૧૯૫૯માં કેન્દ્ર સરકારે નાંબુદ્રીપાદ સરકારને બરતરફ કરી હતી. આમ મોરચા રાજકારણનો પ્રારંભ કોંગ્રેસે કરાવ્યો છે. આ નીતિની આજે કોંગ્રેસ ભારે કિંમત ચૂકવે છે. પ્રાદેશિક પક્ષોએ કોંગ્રેસના હાથમાં વાટકો પકડાવી દીધો છે.

એક પક્ષની બહુમત સરકાર કે પ્રાદેશિક પક્ષોના ટેકાથી રચાયેલી સરકાર શ્રેષ્ઠ? આ મુદ્દા અંગે વિભિન્ન સૂર વ્યક્ત થાય છે. એક વિચારધારાના નિષ્ણાતોનું માનવું છે કે સ્પષ્ટ લોકચુકાદો સ્થિર સરકાર, સ્થિરતા સાથે વહીવટ-આર્થિક વ્યવસ્થાની દષ્ટિએ જરૂરી છે. આનાથી વિરુદ્ધ વિચાર મુજબ લાંબા સમયથી એકચક્રી શાસન ચલાવતા પક્ષની નિષ્ફળતાથી હતાશ થયેલા મતદારોએ કોઈ એક પક્ષને બહુમતી આપવાનો માર્ગ છોડી મોરચાને બહુમતી આપવાનો નવો ચીલો પાડ્યો છે. સ્થિર, ભ્રષ્ટ, અસક્ષમ સરકાર કરતાં અનેક પક્ષોના મોરચા સાથેની સરકાર ઘણી સારી ગણાય, એવું મોરચા સરકારના ટેકેદારોનું માનવું છે. આ તો ‘જો’ અને ‘તો’નો સવાલ છે.

દેશની વર્તમાન રાજકીય જરૂરિયાતો દ્વારા મોરચા રાજકારણનો જન્મ થયો છે અને તેનો વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવું ખોટું નથી. દુર્ભાગ્યે પ્રાદેશિક રાજકીય પક્ષો સમગ્ર રાષ્ટ્રનું હિત વિચારવાને બદલે ધર્મ, જાતિ, ભાષા, પ્રાદેશિક પ્રશ્નો - સમસ્યાઓના નામે મતો ઉઘરાવવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત સત્તા મેળવવા મતદારોને કેમ ભરમાવવા તેના નવા નવા પ્રયોગો કરતાં રહે છે.

વર્ષ ૧૯૯૬માં થયેલી ચૂંટણીઓનાં પરિણામોનો મુખ્ય સૂર એ હતો કે રાષ્ટ્રીય પક્ષોએ મતદારોના બદલાતા મિજાજની અવગણના કરવી જોઈએ નહીં. મતદારો, રાષ્ટ્રીય પક્ષો સિવાયના પ્રાદેશિક પક્ષો નાના પક્ષો કે અપક્ષ ઉમેદવારોને મત આપતા ખચકાશે નહીં. કેટલાંયે રાજ્યોમાં નવા રાજકીય પક્ષો, વિશેષ વોટ બેન્કોના પ્રતિનિધિત્વ સાથે ઊભરી આવ્યા હતા. વિજેતા થવાની આશા નહીં હોવા છતાં મતદાનના સાક્ષી બની ગયા. કુલ મતદારોના એક તૃતીયાંશથી પણ વધુ મતદારોએ ત્રણ મુખ્ય રાજકીય પક્ષ, કોંગ્રેસ, ભાજપ અને રાષ્ટ્રીય મોરચા - ડાબેરી મોરચાને મત આપ્યા નહીં પણ પ્રાદેશિક પક્ષોને વધુ મત આપી પસંદગી ઉતારી હતી.

  • કોંગ્રેસ - ભાજપનો ઘટતો જતો રાષ્ટ્રીય પ્રભાવ અને ઘટતા જનાધાર તથા તેમની પાછળ પ્રાદેશિક પક્ષોની ભીડ, રાજકીય વિચારમંથનની બાબત બની ગઈ છે. રાષ્ટ્રીય રાજકારણમાં પ્રાદેશિક પક્ષોનું જોર વધી રહ્યું છે અને વધતું રહેવાનું છે. તેમની ક્ષમતા-પ્રભાવ - વર્ચસ્વની અવગણના કરવી રાષ્ટ્રીય પક્ષોને પોષાય નહીં. આજે બહુજન સમાજપાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી, તેલુગુદેશમ, અન્નાદ્રમુક, મનસે જેવા પ્રાદેશિક પક્ષો અસ્તિત્વ ધરાવે છે. ત્રિશંકુ લોકચુકાદાના પ્રસંગોમાં આ પ્રાદેશિક પક્ષોનું વજન વધી જાય છે. સત્તા વહેંચણીમાં પોતાનો હિસ્સો પડાવે છે. બસપ જેવા પ્રાદેશિક પક્ષો પોતાના રાજ્યમાં લોકપ્રિય છે તેમ ગુજરાત સહિત કેટલાંક રાજ્યમાં ભાજપ પણ લોકપ્રિય છે. ઉમેદવારોના જય-પરાજયમાં તેની ભૂમિકા યાદ કરવી જ પડે.

તમારે સુખી થવું હોય તો માફ કરો અને માફી માગો.

  • માફી માગવામાં અને કોઇકને માફ કરવામાં, માણસને બેઉં સારાં કામ કરવામાં બહુ ત્રાસ પડે. સ્વભાવની જડતા અને પોતે જ સાચા તેવા ભ્રમના લીધે આવું થાય. બાકી એક સંબંધ જાય તેના કરતાં અહમ્ જાય એ વધુ પોસાય. માણસ-માણસ વચ્ચે સર્જાતી તકલીફોમાં હોય છે શું? સોમાંથી નવ્વાણું કિસ્સામાં ગેરસમજ અથવા જીદ. વરસાદ પડી જાય પછી ધીમે ધીમે જેમ આકાશ ઉઘડે તેમ સંબંધ તોડયા પછી માણસનેય એના નિર્ણય પર ફેરવિચાર કરવાની ઇચ્છા થવા જ માંડે છે. પણ બુદ્ધિની જડતા અને નમવાની અનિચ્છાને લીધે તે જરાય સુધરવાનું નામ ના લે. સ્કૂલમાં શિક્ષક ઊઠ-બેસ કરાવતા ત્યારે ક્યાં અહમ્ નડતો હતો. પોતાના કરતાં વધુ પહોંચેલા માણસ સામે પણ કેવા સૌ ચૂપચાપ નમી જાય છે. તો પછી જેઓ સાચવવા જેવા છે તેવા લોકો સામે તો નમતા શીખો. તમારે સુખી થવું હોય તો માફ કરો અને માફી માગો.

Friday, September 16, 2011

ચીનની વધતી જતી આર્થિક ક્ષમતા વિચારણાની બાબત છે

માફી માત્ર શક્તિશાળી વ્યક્તિ જ આપી શકે છે.

પડોશી રાષ્ટ્ર ચીનની દરેક પ્રકારની ક્ષમતામાં વધારો થઈ રહ્યો છે. લશ્કરી, આર્થિક, ઔદ્યોગિક અને રાજકીય તાકાતમાં જે ક્રમશઃ વધારો થઈ રહ્યો છે, પરંતુ ભારતના કોઈ રાજકીય પક્ષ કે બૌદ્ધિક સ્તરે તેની ભાગ્યે જ કોઈ નોંધ લેવામાં આવી છે.

રાજકીય પક્ષોમાં પરસ્પર મતભેદ - આંતરિક ડખાઓને કારણે ૧૯૮૯થી ચીનની શક્તિમાં થઈ રહેલા વધારા પ્રતિ કોઈનું ધ્યાન ગયું નથી. ચીન દ્વારા પોતાની સમુદ્રી તાકાતમાં જંગી વધારો કરવામાં આવ્યો છે. હિન્દી મહાસાગરમાં પ્રભુત્વ સ્થાપવા ચીન કટીબધ્ધ છે. આ બાબતની નોંધ લેવાની જરૂર છે.

ભારત અને ચીન બન્નેની રાજકીય સંચાલન પદ્ધતિ તદ્દન અલગ છે. ચીનમાં સામ્યવાદી પક્ષ હવેથી મૂડીવાદી નિર્ણય લઈને સરમુખત્યારશાહી ઢબનો વહીવટ ચલાવે છે. જ્યારે ભારતમાં પક્ષ અને સરકાર બન્ને વચ્ચે શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી જેવો વહીવટ ચાલી રહ્યો છે.

ચીન વપરાશી ચીજવસ્તુ અને ઘરગથ્થુ ચીજોની નિકાસ આફ્રિકા તેમજ મધ્યપૂર્વના રાષ્ટ્રમાં વિશાળ પાયે કરી રહ્યું છે. તેની તુલાનામાં ભારતનું પ્રમાણ નગણ્ય છે. ભારત આફ્રિકામાં પગપેસારો કરવામાં ઘણું ઠંડું પુરવાર થયું છે. આ દિશામાં સરકારી નીતિ અને વ્યાપાર - ઉદ્યોગના પ્રયાસ વચ્ચે કોઈ નક્કર સંકલન નથી.

આફ્રિકામાં ચીન દ્વારા યંત્રસામગ્રી, મશીન ટૂલ્સ, હાર્ડવેર અને કમ્પ્યુટર્સ મશીનરી વગેરેની મોટા પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે. તેવી જ રીતે સુતરાઉ કાપડ, તૈયાર વસ્ત્રો, ચામડાની ચીજવસ્તુ અને અન્ય વપરાશી ચીજો મોટા પ્રમાણમાં ચીન દ્વારા આફ્રિકાનાં વિવિધ રાષ્ટ્રમાં મોકલવામાં આવે છે.

મધ્યપૂર્વ બાદ આફ્રિકા એ ચીન માટે મોટું બજાર છે, પરંતુ આ બાબતે ભારતની આર્થિક વ્યૂહરચના ઘણી જ કંગાળ પુરવાર થઈ રહી છે. આયાત - નિકાસની નીતિમાં આવી બાબતો સ્થાન પામતી નથી. જે આયાત - નિકાસ નીતિનું ઘડતર થાય છે તેમાં લાંબા ગાળાના રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં લેવા રહ્યા.

તેવી જ રીતે કરવેરા ઓછા કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતનો માલસામાન કિંમતની દષ્ટિએ સ્પર્ધાત્મક બનાવવાની જરૂર છે. તમામ પ્રકારના કરવેરા માત્ર લૂંટ ચલાવવા માટે જ વસૂલ થતાં હોય તેવી રીતના છે. ચીન સામે ટક્કર લેવા આર્થિક માળખામાં સંખ્યાબંધ ફેરફાર કરવા જોઈએ.

ચીન દ્વારા શ્રીલંકા અને પાકિસ્તાનમાં બંદરગાહ (પોર્ટ) વિકસાવવામાં આવી રહ્યાં છે. આ બન્ને રાષ્ટ્રમાં બનતી ઘટનાની લાંબા ગાળે ભારતના વ્યાપારી હિત પર શું અસર થશે તે અંગે ભાગ્યે જ કોઈ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિચાર કરવામાં આવી રહ્યો છે. વિચાર તો ઠીક તે મુદ્દા તરફ ધ્યાન પણ આપવામાં આવ્યું નથી.

ચીનનો આર્થિક વિકાસ ભારત કરતાં ઝડપી છે. ચીનના યુવાનોને રોજગારી મળી રહે તે માટે વ્યૂહ અપનાવાયો છે. તેની તુલનામાં ભારત સામે આવા કોઈ સ્પષ્ટ ઉદ્દેશ્ય દેખાતા નથી. આર્થિક મોરચે જે દિશાશૂન્યતા છે તેનું પ્રતિબિંબ આવી બાબતે પડી રહ્યું છે કે જે રાષ્ટ્ર માટે યોગ્ય બાબત નથી.

લશ્કરી સુસજ્જતાની બાબતમાં ચીન બહુ માહિતી આપતું નથી, પરંતુ આધુનિક ચીનનું લશ્કર શિક્ષિત અને ટેક્નોલોજીનો ઉપયોગ કરનારું બની ગયું છે. ચીન પાસે અણુશસ્ત્રોનો જથ્થો છે, પરંતુ તેની વધુ વિગત ઉપલબ્ધ થતી નથી. ચીનનું નેતૃત્વ બોલવા કરતાં કરી બતાવવામાં વધારે માને છે.

ભારત અને ચીન જનસંખ્યામાં વિશ્વનાં અગ્રણી રાષ્ટ્ર છે. ચીન સાથે સ્પર્ધા કરવાને બદલે તેની સાથે કાર્યક્ષેત્રની વહેંચણી સમજીને કરવામાં આવે તે વધારે વ્યવહારુ બાબત બની રહેવાની છે. ભારતની રાજકીય પદ્ધતિ કદી ચીનના પડકારને ઝીલી શકવાની નથી. વળી ચીનનું નેતૃત્વ ઘણી જ ખંધી વ્યક્તિના હાથમાં છે.

ચીન કૃષિક્ષેત્રે ક્યાંય આગળ છે. જ્યારે આપણે ત્યાં કૃષિ, ઉદ્યોગ, વ્યાપાર આ તમામ ક્ષેત્રે માત્ર નિયમન અને બંધન જ જોવા મળે છે. રાજકીય નેતૃત્વને ચીનની તાકાત અંગે કોઈ પરવા નથી. તેઓ માત્ર ચૂંટણી જીતવા પૂરતી જ તેમની બાબતને મર્યાદિત રાખે છે.

ભારતે એક આર્થિક મહાસત્તા તરીકે પોતાના હરીફોની હિલચાલ પર પણ ધ્યાન આપવાની જરૂર છે. અલબત્ત આવું કાર્ય સમૂહમાં થવું જોઈએ. તેમાં સરકારી એજન્સી - આર્થિક વ્યાપારી વ્યૂહના ઘડવૈયા અને વેપાર - ઉદ્યોગના એકમોએ તેમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. 

જીવનમાં સુખી થવું એ ટુ-મિનિટ નૂડલ્સ બનાવવા જેવી વાત નથી.

  • પાણી ઊડે તો ભીના થઈ જવાય અને તડકામાં ચાલીએ તો ઉકળાટ અનુભવાય. અમુક બાબતો એવી નૈસર્ગિક છે કે માણસ પાસે એને સ્વીકારી લેવા સિવાય પર્યાય નથી હોતો. નૈસર્ગિક બાબતો જેવી જ સ્થિતિ છે આપણે કરીએ છીએ તે બધાં કામની. સારી રીતે થાય છે તે કામ લાભ કરાવી આપે છે તો ખોટી રીતે કરેલું કામ આફત જન્માવે છે. નિરીક્ષણ કરનારને એ વાતનો અણસાર હંમેશાં મળતો રહે છે કે સારું કામ સરવાળે લાભ જ કરાવે છે, ભલે એ લાભ આજે મળે કે વરસો પછી. જીવનમાં સુખી થવું એ ટુ-મિનિટ નૂડલ્સ બનાવવા જેવી વાત નથી. એ તો કઢાઈમાં કલાકો સુધી ઉકળ્યા પછી જેમ દૂધમાંથી સ્વાદિષ્ટ બાસુંદી કે રબડી બને તેના જેવો ક્રમ છે. આજથી ધારવાનું બંધ કરી દો કે આજના સારા કામનો આજે લાભ કેમ ના થયો. કરતા રહો સારું, વાવતા રહો સારપ. પાણીનો છાંટો, તડકાનો તાપ જેમ અસર દેખાડે છે તેમ જીવનમાં સારાની અસર પણ જરૂર વર્તાશે.

Thursday, September 15, 2011

મોદીના ઉપવાસ પાછળ પાંચ કરોડના ખર્ચનો અંદાજ


મુખ્યમંત્રીના ત્રિ-દિવસિય ઉપવાસ કાર્યક્રમના ઉપવાસ પાછળ આશરે ૫ કરોડ રુપિયાનો ખર્ચ થશે એવો પ્રાથમિક અંદાજ સેવાઈ રહ્યો છે.જેમાં કન્વેન્શન હોલ,એક્ઝિબિશન હોલ અને ગ્રાઉન્ડના રોજના ૫થી ૧૦ લાખનું ભાડુ ,હોલ ખાતે મુખ્યમંત્રી અને કેટલાક મંત્રીઓના રાત્રિ રોકાણ માટે ફોલ્ડીંગ રુમ, હાજર રહેનારા પક્ષના કાર્યકરો-આગેવાનો, સમર્થકો માટે બાથરુમ, ટોયટેલ વગેરેની મોટાપાયે સુવિધા, પાણીની વ્યવસ્થા, લાઈટિંગ ખર્ચ, પ્રવચનો માટે લાઉડ સ્પીકરનો ખર્ચ,પોલીસ કાફલાનો તૈનાતી ખર્ચ, ફાયર અને એમ્બ્યુલન્સ ખર્ચ સહિતના આવશ્યક ખર્ચ સરકાર કરશે એમ મનાય છે.

ભાજપના કેટલા કાર્યકરો-આગેવાનો હાજર રહેશે

ભાજપના તમામ ધારાસભ્યો-સાંસદો અને જિલ્લા,તાલુકા,પાલિકા-પંચાયતોના હોદ્દેદારોને પોત-પોતાના વિસ્તારમાંથી કાર્યકરો અને સમર્થકો સાથે મોટી સંખ્યમાં મોદીના ઉપવાસ કાર્યક્રમમાં ઉમટી પડવાનું કહેવાયું છે.સંખ્યાનો અંદાજ કઢાયો નથી પણ ગુજરાતમાં હજુ મોદી અને ભાજપની લોકપ્રિયતા અકબધ્ધ છે તેની પ્રતીતિ કરાવવા વિશાળ સંખ્યા હાજર રહે તેવું આયોજન કરાયું છે.પક્ષના આગેવાનોને જનમેદની એકત્રિત કરવાની જવાબદારી સોંપી દેવામા આવી છે. હાલ આ તૈયારી પ્રાથમિક તબક્કે છે.આખરી ચિત્ર હજુ આવતીકાલ સુધીમાં સ્પષ્ટ થાય તેવી શક્યતા છે.

મુખ્યમંત્રી રાત્રિ-રોકાણ પણ ઉપવાસના સ્થળે જ કરશે

મુખ્યમંત્રી નરેન્દ્દ મોદી જે સ્થળે ત્રણ દિવસ માટે ઉપવાસ કરશે.તે જીએમડીસી ગ્રાઉન્ડના કન્વેન્શન સેન્ટર ખાતે જ તેમના રાત્રિ-રોકાણની વ્યવસ્થા ઉભી કરાશે અને તેને આખરી ઓપ આપવા મુખ્યમંત્રીના નિવાસસ્થાને ખાસ બેઠક યોજાઈ હતી.જેમાં તેમની કીચન કેબિનેટના કેટલાક મંત્રીઓ પણ ત્યાં જ રાત્રિરોકાણ કરે તેવું પણ વિચારઈ રહ્યું છે.

કાર્યક્રમ પક્ષનો નહીં પણ રાજ્ય સરકાર દ્વારા આયોજિત હશે

મુખ્યમંત્રી નરેન્દ્દ મોદીનો ઉપવાસ કાર્યક્રમ હોવાથી તે સંપૂર્ણપણે સરકારી કાર્યક્રમ છે.તેમાં ભાજપના કાર્યકરો-આગેવાનો અને ભાજપ તથા મુખ્યમંત્રીના સમર્થકોને હાજર રાખવા ભાજપને જરુર સામેલ કરાયો છે પરંતુ આ કાર્યક્રમ પક્ષનો નહીં પણ સરકારનો જ ગણાશે.

કાર્યક્રમના સ્થળ માટે આવશ્યક મંજુરીઓ સરકાર કક્ષાએ જ મેળવાઈ છે

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ, કન્વેન્શન હોલ ખાતે કાર્યક્રમ યોજાવાનો હોવાથી તથા આ માટે નિયમ મુજબની પોલીસ કમશિ્નર અને યુનિવર્સિટીની મંજુરીઓની ઔપચારિકતા રાજ્ય સરકાર કક્ષાએ જ પૂરી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

ભાજપના ક્યા રાષ્ટ્રિય નેતાઓ હાજર રહેશે

મુખ્યમંત્રીના ઉપવાસ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રિય નેતા અડવાણી, અરુણ જેટલી, રાજનાથ હાજર રહે તેવી શક્યતા છે. જોકે, આ કાર્યક્રમમાં પક્ષના રાષ્ટ્રિય પ્રમુખ નીતિન ગડકરી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજ સહિતના અન્ય ટોચના નેતાઓ પણ હાજર રહે તે માટે મુખ્યમંત્રી કક્ષાએ સંપર્ક સાધવામાં આવી રહ્યું હોવાનું કહેવાય છે.સમયની અનુકૂળતાએ જો આ નેતાઓની મંજુરી મળશે તો આખા દેશની નજર આ કાર્યક્રમ ઉપર સ્થિર થાય તેવી સંભાવના છે.

મુખ્યમંત્રીનું કાર્યાલય સચિવાલયમાં કાર્યરત રહેશે પણ અધિકારીઓ અનશનમાં જોડાશે

આ અનશનના પ્રથમ દિવસે શનિવાર અને ત્રીજા દિવસે-સોમવાર હોવાથી મુખ્યમંત્રીનું કાર્યાલય તો ગાંધીનગર સચિવાલય ખાતે જ કાર્યરત રહેશે પણ મુખ્યમંત્રી કાર્યાલયના મોટાભાગના ઉચ્ચાધિકારીઓ અનશનના સ્થળે હાજર રહે એવી શક્યતા છે.

મુખ્યમંત્રીના બંગલે કાર્યક્રમને આખરી ઓપ અપાયો

આ કાર્યક્રમમાં ભાજપના મોટીસંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને સમર્થકો તથા ભાજપના રાષ્ટ્રિય નેતાઓ પણ હાજર રહેવાના હોવાથી તમામ સુવિધા સચવાઈ રહે તે મુજબનો રાષ્ટ્રિય કક્ષાનો કાર્યક્રમ બનાવવા માટેની વ્યૂહરચનાને મુખ્યમંત્રીના બંગલે સરકારના ઉચ્ચાધિકારી અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપરાંત પક્ષના આગલી હરોળના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી.જેમાં સંપૂર્ણ વ્યૂહરચનાને આખરી ઓપ અપાયો હોવાનું માલુમ પડ્યું છે.

તમે ૬ કરોડ ગુજરાતીઓને ગેરમાર્ગે દોર્યા‘ ભટ્ટનો મોદીને પત્ર

- સુ્પ્રિમના ચુકાદાનુ ગેરમાર્ગે દોરાનારુ અર્થઘટન કર્યું છે

૬ કરોડ ગુજરાતીઓને સંબોધી મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ, છેલ્લા ૧૦ વર્ષથી પોતાના પર અને ગુજરાત સરકારને ખોટા આક્ષેપો કરી બદનામ કરવાનો કારસો રચાઈ રહ્યો હોવાનો ઉલ્લેખ કરતો પત્ર લખ્યાના બીજા જ દિવસે, મોદી સામે બાંયો ચઢાવનાર આઈ પી એસ અધિકારી સંજીવ ભટ્ટે તેમને ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે ઝાકીયા ઝાફરીની સ્પેશીયલ લીવપીટીશનમાં સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાનું તમે ખોટું અર્થઘટન કરી ૬ કરોડ ગુજરાતીઓને ગેરમાર્ગે દોરયા છે. એટલું જ નહીં પરંતુ સંજીવ ભટ્ટના પત્રમાં ૧૭મી સપ્ટેમ્બરથી શરૂ થતાં નરેન્દ્ર મોદીના સદભાવના માટે ઉપવાસ અને ગોધરાકાંડ બાદના કોમી રમખાણોમાં તેમની ભૂમિકા અંગે પણ કટાક્ષ કરવામાં આવ્યા છે. 

સંજીવ ભટ્ટના પત્રના અંશો:

૧) ‘ મારા પ્રિય ભાઈ, ઝાકીયા નસીમ વિ. ગુજરાત રાજ્યની એસ એલ પી નંબર ૧૦૮૮ -૨૦૦૮માં સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાનું તમે તદ્દન ખોટું અર્થઘટન કર્યું છે. એવું લાગે છે કે તમારી પંસદગીના સલાહકારોએ ફરી એકવાર તમને ગેરમાર્ગે દોર્યા છે અને તમે બદલામાં ૬ કરોડ ગુજરાતી કે તમને ચુંટાયેલા નેતા તરીકે જોઈ રહ્યા છે, તેમને ગેરમાર્ગે દોર્યા છે. ’

‘ કેટલાક રાજકીય પક્ષોમાં ઉજવણીનો માહોલ સર્જનાર આ ચુકાદાનું સાચુ અર્થઘટન હું તમને તમારા નાના ભાઈ તરીકે કરી આપું છું. તમે પત્રમાં લખ્યું હતું કે સુપ્રિમકોર્ટના ચુકાદાથી એક વાત સ્પષ્ટ છે કે ૨૦૦૨ના કોમી રમખાણો બાદ મારા ઉપર ખોટા આક્ષેપો કરી વાતાવરણ ખરાબ કરવા તેમજ ગુજરાતને બદનામ કરવા શરૂ થયેલા પ્રયાસોનો અંત આવ્યો છે..હું અહિંયા સ્પસ્ટતા કરી દઉં કે સુપ્રિમ કોર્ટે દૂર દુર સુધી એવા કોઈ સંકેતો નથી આપ્યા કે ઝાકીયા ઝાફરીની એસ એલ પીમાં કરેલા આક્ષેપો ખોટા છે. ’

‘ સુપ્રિમ કોર્ટે ન માત્ર ઝાકીયા ઝાફરીની એપ્લીકેશનને એલાઉ કરી છે પરંતુ સીટને તેમની એપ્લીકેશનને એફ આઈ આર તરીકે ગણી, તેમાં સી આર પી સીની કલમ ૧૭૩(૨) અંતરગત રિપોર્ટ ફાઈલ કરવા જણાવ્યું છે. તમારા અને તમારા ૬ કરોડ ગુજરાતી ભાઈઓના લાભ માટે હું સપ્ષ્ટતા કરી દઉં કે ૧૭૩(૨) હેઠળનો આ રિપોર્ટ ચાર્જશીટ કે પછી ફાઈનલ રિપોર્ટ તરીકે ઓળખાય છે.’

૨) ‘ ૬ કરોડ ગુજરાતીઓમાં ના એક તરીકે, હું બહું જ દુ:ખ અને છેતરાયેલો અનુભવું છું જ્યારે તમારા જેવા લોકો પોતાના હીત સાચવવા ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરે છે. એડોલ્ફ હીટલરના નજીકના મનાતા પોલ જોસેફ ગોબેલ્સ દ્વારા આચરવામાં આવતી આ નીતી બહુમતી લોકો સાથે થોડા સમય સુધી કામ કરી શકે છે પરંતુ ઈતિહાસના આધારે કહી શકાય ગોબલેસીયન પ્રોપાગાન્ડા તમામ લોકોને દરેક સમયે મુર્ખ બનાવી શકતી નથી.’

૩) ‘ હું તમારી સાથે સહમત છું જ્યારે તમે કહો છે કે ‘નફરતને નફરતથી જીતી શકાય નહીં’, તમારાથી બહેતર આ વાતને કોણ જાણી શકે છે. દુભૉગ્યપણે મેં તમારી સાથે ૨૦૦૨ના એ દિવસોમાં નોકરી કરી છે કે જ્યારે નફરતનો નગ્ન નાચ ગુજરાતના જુદા જુદા ભાગોમાં કોરીયોગ્રાફ થઈ રહ્યો હતો. પરંતુ હું આ તબક્કે આપણી ભૂમિકાઓ વિષે વિસ્તારપૂર્વક જણાવવા માંગતો નથી. તે જણાવા માટે આપણા બંનેને યોગ્ય ફોરમ સમક્ષ સંપૂર્ણ તક મળશે, એ બાબતે આશ્વાસ્ત છું.’

૪) ‘ગુજરાતમાં શાંતી, એકતા અને ભાઈચારા અંગે તમે આદરેલા પ્રયાસથી હું ગદગદીત છું. નફરતથી પ્રરિત ભાગલાવાદી રાજકારણના પ્રયોગો ગુજરાતની લેબોરેટરીમાં સફળ રહ્યા છે. તમે અને તમારા જેવા લોકોએ સફળતાપૂર્વક ૬ કરોડ ગુજરાતીઓના દિલોદિમાગમાં નફરતના બીજા રોપ્યા છે.’
  • ૫) આપણા જેવી લોકશાહીમાં, દરેક વખતે અને દરેક સ્થિતિમાં રાજધર્મ નિભાવવું ફરજીયાત છે. ગત સાડાનવ વર્ષ દરમિયાન ઘણા મિત્રો ગેરમાર્ગે દોરાયા છે કે ૨૦૦૨ના રમખાણો, ગોધરા જે બન્યું તેના તુરંત પ્રત્યાઘાત હતા. ન્યુટનના નિયમનું આના કરતા વધારે દુરુપયોગ ક્યારેય ન થયો હોય.

Wednesday, September 14, 2011

અણ્ણાવાણીની આરપાર

સરકારમાં એક નહીં ચાર-પાંચ વડા પ્રધાન રથયાત્રા તો મતયાત્રા છે
મુંબઈઃ પીઢ ગાંધીવાદી નેતા અણ્ણા હઝારેએ એવો દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર નેતૃત્વની બાબતે ગંભીર કટોકટીનો સામનો કરી રહી છે. ‘પાંચથી છ પ્રધાન પોતે જાણે વડા પ્રધાન હોય તેવું વર્તન કરે છે.’ ટીમ અણ્ણાની મહત્ત્વની બેઠક પત્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘મેં નવી દિલ્હીમાં ઉપવાસ આદર્યા ત્યારે જનલોકપાલ ખરડા વિશે કોઈએ નિર્ણય લીધો નહોતો. તે સમયે કૉંગ્રેસના અધ્યક્ષા વિદેશમાં હતાં. કોઈ નિર્ણય લેવાવાળું નહીં હોવાથી મારે ઉપવાસ ૧૨ દિવસ લંબાવવા પડ્યા હતા. આપણી નેતાગીરી આટલી તોછડી હોય તો દેશનું શું થશે? 

ભવિષ્યની યોજના વિશે અણ્ણાએ એવી જાહેરાત કરી હતી કે તેઓ રાજકીય પક્ષો અને સંસદસભ્યોને જનલોકપાલ ખરડા વિશે ઉઘાડા પાડશે. રાઈટ ટુ રિજેક્ટ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પાછા બોલાવવાના હક વિશે જોરદાર અભિયાન ચલાવીશ. 

બેઠકમાં થયેલી ચર્ચા વિશે અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે ટીમ અણ્ણા વતી મજદૂર કિસાન સંઘર્ષ સમિતિ (એમકેએસએસ)ના સભ્ય ભાવરસિંહ મેઘવામસી અને અન્યો સામે સમિતિના જુદા જુદા સભ્યો વિશે ખોટી માહિતી ફેલાવવા બદલ કાનૂની નોટિસ આપશે. મેઘવામસીને કેજરીવાલ વતી કાનૂની નોટિસ આપવામાં આવશે, જ્યારે ટીમ અણ્ણાના સભ્ય કુમાર વિશ્વાસ તરફથી એક મેગેઝિનને નોટિસ આપવામાં આવશે. બંને લેખમાં કેજરીવાલ અને વિશ્વાસને આરએસએસ સાથે નિકટના સંબંધ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. કેજરીવાલે જાહેરાત કર્યા પ્રમાણે અણ્ણાની ટીમ આવાં નિવેદનો કરનાર સંસ્થા અને લોકોનાં નામની યાદી બનાવીને તેમને કાનૂની નોટિસ આપશે. નિખિલ ડે કહે છે કે મેઘવામસીએ એક પત્રકારની રૂએ લેખ લખ્યો હતો. એમકેએસએસ દ્વારા તેને સમર્થન નહીં મળે. ટીમ અણ્ણા જનલોકપાલ ખરડાનો વિરોધ કરી રહેલા રાજકીય પક્ષ વિરુદ્ધ દેશવ્યાપી અભિયાન આદરશે. કોઈપણ સંજોગમાં કોઈપણ ઉમેદવાર માટે ઝુંબેશ નહીં ચલાવે. કોર સમિતિના સભ્યોમાં પારદર્શકતા લાવવા દાનની રકમનો હિસાબ કિતાબ તૈયાર કરીને ૧૫ ઑક્ટોબર પહેલાં ઓનલાઈન વહેતો કરાશે એજ દિવસે કોર ટીમના સભ્યો પોતાની મિલકતની યાદી પણ મૂકશે. 

મા

એક દિવસ હું વરસાદમાં ખૂબ ભીંજાઇને ઘરે પહોંચ્યો. 

આંગણામાં મારો મોટો ભાઇ ઊભો હતો.

મારી હાલત જોઇ એણે મને ઠપકો આપ્યોઃ 

તારામાં જરાય અક્કલ છે કે નહીં?

વરસાદનાં દિવસમાં બહાર જતી વખતે છત્રી લઇને ન જવાય? 

અંદર ગયો તો મોટી બહેન બોલી ઊઠીઃ 

‘એય ડફોળ! વરસાદ આવતો’ તો ક્યાંય

છાપરા નીચે ઊભી જવું’ તું ને? 

વરસાદ બંધ થયા પછી આવ્યો હોત તો તારી 

કઇ મૂડી લૂંટાઇ જવાની હતી?’

પપ્પાએ ક્હ્યુંઃ ‘શરદી કે ફલૂ થયો તો તું હેરાન થાઇશ, 

મારે શું? અક્કલ વગરનો!’

એટલામાં મા અંદરથી દોડી આવી અને મને સોડમાં લઇ, 

પોતાના પાલવથી મારું માથું લૂછતાં લૂછતાં બોલીઃ 

‘નખ્ખોદ જાય આ વરસાદનું!

મારો દીકરો ઘરે આવ્યા પછી આવ્યો હોત તો 

એનું શું બગડી જાત?’

Tuesday, September 13, 2011

think


  • ખીચોખીચ ભરાયેલી ટ્રેન એક સ્ટેશનથી બીજા સ્ટેશને જાય ત્યારે એક કમાલની વાત થાય છે. ટ્રેન સ્ટેશને આવતી હોય ત્યારે તેને જોતાં જ થાય કે આમાં ચઢાશે કેમ? છતાં નવાઈ લાગે તેમ ટ્રેનની અંદરથી જેમને ઉતરવું છે તેઓ ઊતરી જાય છે, જેમને ચઢવું છે તે ટ્રેનમાં ચઢી જાય છે. સખત ભીડ છતાં હાડમાંસના માણસ ધક્કા-હડદોલાં ખાતા ખાતાય છેવટે ગોઠવાઈ જ જાય છે. મનમાં પણ બિલકુલ આવું જ યુદ્ધ થાય છે વિચારો વચ્ચે. વરસોથી જોયલા સારા- નરસા અનુભવોની ભીડથી મન છલકાતું રહે છે. એણે ગમા- અણગમામાં ઠરાવી જ નાખ્યા છે. છતાં મન ધારે ત્યારે ગમે તે વિચારને ઝડપીને પોતાનામાં કાયમી સ્થાન આપી જાણે છે. ધારે ત્યારે એ ભલભલા જૂના વિચારનેય ફટાક દઈને ફંગોળી પણ જાણે છે. બેઉ કિસ્સામાં મનને જરૂર પડે છે એના માલિક અર્થાત માણસના સાથની. માલિક મોળો રહે, મનને મનફાવે તેમ રીતે વર્તવા દે તો એને ભાવતું મળી રહે છે. માલિક કડક હોય અને મનને મુશ્કેરાટ બાંધીને આદેશ આપે કે ચાલ એય, આવી રીતે કર, તો મન ચૂપચાપ આદેશને અનુસરે છે. આજે જેવા પણ માણસ છીએ તેવા કદાચ અનાયાસે બની ગયા હોઈએ તેના માટે જવાબદાર છે મનને મળેલી સ્વતંત્રતા. આવતીકાલે જેવા થવું છે તેવા થવા માટે જરૂર છે ટ્રેનમાં ચઢ-ઉતર કરતી વખતે અનુભવાતી પ્રતિબદ્ધતા. કરો મનને વશમાં, પછી કેવો ફેર પડે છે એ અનુભવો હવેથી.

નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટની રાહત

૨૦૦૨ના રમખાણો અંગે ન.મો. અને અન્ય સામે કેસ નોંધવા આદેશ ન આપ્યો

મેજિસ્ટ્રેટની કોર્ટ આ અરજી પર તપાસ કરીને આગળની કાર્યવાહીનો નિર્ણય કરશે. - મોદીના ભાવિનો ફેંસલો નીચલી અદાલત કરશે. - સંજીવ ભટ્ટની એફિડેવિટ તથા કોર્ટના મિત્ર તરીકેની ભૂમિકા ભજવી રહેલા રાજુ રામચંદ્રનનો અહેવાલ નિર્ણાયક પુરવાર થશે.

  • નવી દિલ્હીઃ ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણો રોકવામાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની કહેવાતી ઉદાસીનતા અંગે સર્વોચ્ચ અદાલતે સોમવારે કોઇ આદેશ ન આપીને એમને મોટી રાહત પૂરી પાડી ખાસ તપાસ ટુકડી(સિટ)ના અહેવાલના આધારે એમની સામે આગળની કાર્યવાહી કરવાનું સંબંધિત મેજિસ્ટ્રેટની અદાલત પર છોડ્યું હતું.આ રમખાણો દરમિયાન અમદાવાદના ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં જાન ગુમાવનારા માજી કૉંગ્રેસી સાંસદ એહસાન જાફરીનાં પત્ની ઝાકીઆ જાફરીની ફરિયાદમાં પક્ષકાર બનાવાયેલા નરેન્દ્ર મોદી અને બીજા સરકારી અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધવા સંબંધે ન્યાયમૂર્તિ ડી.કે. જૈનની આગેવાની હેઠળની સર્વોચ્ચ દાલતની બૅન્ચે કોઇ ચોક્કસ આદેશ આપ્યો નહોતો.સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર સિટ દ્વારા થયેલી તપાસનો અંતિમ અહેવાલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ થવા દો અને તેઓ જ ભાવિ કાર્યવાહી અંગે નિર્ણય લેશે, એમ પણ ન્યાયમૂર્તિઓ પી. સતશિવમ અને આફતાબ આલમને સમાવતી બૅન્ચે કહ્યું હતું.જોકે, બૅન્ચે એવી સ્પષ્ટતા કરી હતી કે મેજિસ્ટ્રેટની અદાલત કેસ બંધ કરવાનો નિર્ણય કરે તો ઝાકીઆ જાફરીને એમના વિચારો પ્રગટ કરવાની અમે તક આપીશું અને એમને સિટનો અહેવાલ પણ પૂરો પડાશે. સિટે પોતાના ગુપ્ત અહેવાલમાં નરેન્દ્ર મોદીને ક્લિન ચિટ આપી હોવાનું મનાય છે. અમારો એવો અભિપ્રાય છે કે ફોજદારી ગુનાની દંડ સંહિતાના ૧૨મા પ્રકરણને ધ્યાનમાં લેતાં સિટ દ્વારા એકવાર તપાસ થાય અને એ પૂરી થાય પછી એનો અંતિમ અહેવાલ કલમ ૧૭૩(૨) મુજબ સંબંધિત અદાલતમાં રજૂ કરવા સિવાય કોઇ બીજો રસ્તો રહેતો નથી, એમ બૅન્ચે કહ્યું હતું.ગોધરામાં ૨૦૦૨ની ૨૭મી ફેબ્રુઆરીએ બનેલી ટ્રેનને આગ ચાંપવાની ગોઝારી ઘટનાથી આરંભાયેલાં ગુજરાતવ્યાપી રમખાણો અંકુશમાં લેવાનાં પગલાં નરેન્દ્ર મોદી અને બીજા ઉચ્ચ અધિકારીઓએ હેતુપૂર્વક નહોતાં લીધાં એવા આક્ષેપવાળી ઝાકીઆ જાફરીની અરજી અંગે અદાલતે આ ચુકાદો આપ્યો હતો.૨૦૦૨ના ગુના અહેવાલ નંબર ૬૭ની નોંધ લેનારી અદાલતને સિટે એકત્ર કરેલી તમામ સામગ્રી સહિત એનો અંતિમ અહેવાલ સુપરત કરવાનો અમે સિટના વડાને આદેશ આપીએ છીએ, એમ કહી ટોચની અદાલતે ઉમેર્યુું હતું કે નીચલી અદાલતને સુપરત થનારા અદાલતના સલાહકારના અહેવાલને પણ એ અદાલત ધ્યાનમાં લઇ શકે છે.નરેન્દ્ર મોદી અને બીજાઓ સામે એફઆઇઆર નોંધવાની ઝાકીઆ જાફરીની અરજી ગુજરાત વડી અદાલતે ૨૦૦૭ની બીજી નવેમ્બરે નકારી કાઢી એ પછી એમણે સર્વોચ્ચ અદાલતનાં બારણાં ખખડાવ્યાં હતાં. 

    આ કેસ પર હવે પછી વધુ નજર રાખવાની જરૂર ન હોવાનું પણ ટોચની અદાલતે કહ્યું હતું. આ કેસ અંગેના સિટના અને અદાલતના સલાહકાર તરીકે સેવા આપી રહેલા સર્વોચ્ચ અદાલતના અનુભવી ધારાશાસ્ત્રી રાજુ રામચન્દ્રનના અહેવાલોનો અભ્યાસ કર્યા પછી સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો. સિટે અગાઉ નરેન્દ્ર મોદી, વિહિપ નેતા પ્રવીણ તોગડિયા અને કેટલાક પોલીસ અધિકારીની ઊલટતપાસ કરી વિવિધ આરોપી અને શકમંદનાં વર્તન સંબંધી રેકોર્ડનો અભ્યાસ કર્યો હતો. 

    ગોધરાકાંડ રમખાણોમાં અંદાજે ૨,૦૦૦ જણે જાન ગુમાવ્યા હતા.  
  • રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ અને વિવિધ બિનસરકારી સંસ્થાઓએ રમખાણોની તપાસ છિંડાંવાળી અને અવિશ્વસનીય હોવાની કરેલી રજૂઆત પછી સિટ ઝાકીઆ જાફરીની ફરિયાદ ઉપરાંત ૧૦ સંવેદનશીલ કેસની તપાસ કરી રહી છે.(એજન્સી)

    હવે શું?

    નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ૨૦૦૨ના રમખાણોમાં ગુજરાત સરકારની કથિત નિષિ્ક્રયતાને લઇને કોઇ આદેશ આપવાનો ઇનકાર કરતા ગુલબર્ગ હત્યાકાંડ કેસ અમદાવાદની સંબંધિત નીચલી અદાલતને મોકલ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી. કે. જૈનના વડપણ હેઠળની ત્રણ જજોની બેન્ચે આ ચુકાદો આપતા સીટ તથા એમીક્યસ ક્યુરી રાજુ રામચંદ્રનના અહેવાલ પરનો નિર્ણય મેજિસ્ટ્રેટને સોંપ્યો છે. હવે મેજિસ્ટ્રેટ નક્કી કરશે કે નરેન્દ્ર મોદી તથા ૬૩ અન્ય આરોપીઓ સામે એફઆઇઆર નોંધવી જોઇએ કે નહીં. આ સાથે સુપ્રીમે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે હવે તે આ કેસનું મોનિટરિંગ નહીં કરે. સુપ્રીમે જણાવ્યું હતું કે મોદી સામેનો કેસ પડતો મૂકવો કે નહીં તેનો નિર્ણય મેજિસ્ટ્રેટ કરશે.