Friday, September 16, 2011

જીવનમાં સુખી થવું એ ટુ-મિનિટ નૂડલ્સ બનાવવા જેવી વાત નથી.

  • પાણી ઊડે તો ભીના થઈ જવાય અને તડકામાં ચાલીએ તો ઉકળાટ અનુભવાય. અમુક બાબતો એવી નૈસર્ગિક છે કે માણસ પાસે એને સ્વીકારી લેવા સિવાય પર્યાય નથી હોતો. નૈસર્ગિક બાબતો જેવી જ સ્થિતિ છે આપણે કરીએ છીએ તે બધાં કામની. સારી રીતે થાય છે તે કામ લાભ કરાવી આપે છે તો ખોટી રીતે કરેલું કામ આફત જન્માવે છે. નિરીક્ષણ કરનારને એ વાતનો અણસાર હંમેશાં મળતો રહે છે કે સારું કામ સરવાળે લાભ જ કરાવે છે, ભલે એ લાભ આજે મળે કે વરસો પછી. જીવનમાં સુખી થવું એ ટુ-મિનિટ નૂડલ્સ બનાવવા જેવી વાત નથી. એ તો કઢાઈમાં કલાકો સુધી ઉકળ્યા પછી જેમ દૂધમાંથી સ્વાદિષ્ટ બાસુંદી કે રબડી બને તેના જેવો ક્રમ છે. આજથી ધારવાનું બંધ કરી દો કે આજના સારા કામનો આજે લાભ કેમ ના થયો. કરતા રહો સારું, વાવતા રહો સારપ. પાણીનો છાંટો, તડકાનો તાપ જેમ અસર દેખાડે છે તેમ જીવનમાં સારાની અસર પણ જરૂર વર્તાશે.

No comments:

Post a Comment