Monday, September 19, 2011

‘‘પૈસા છે કે નહીં?’’


  • માલિકે એના માણસને કામ તો સોંપી દીધું, પણ પૈસા છે કે નહીં તે પૂછવાની પરવા જ કરી નહીં. પેલો રહ્યો સાવ નાનો માણસ. શેઠના કામ માટે દોડધામ કરીને જ્યાં જવાનું હતું ત્યાં પહોંચવા તેની પાસે ખરેખર પૈસા નહીં. એમાં કામ કરવામાં વિલંબ થયો કેમ કે ત્રણેક કિલોમીટર પેલાએ ચાલતા જવું પડ્યું. એમાં વળી શેઠની ગાળો ખાવી પડી તે અલગ. એના કરતાં કામનો આદેશ આપવાની સાથે શેઠે પૂછયું હોત, ‘‘તારી પાસે પૈસા તો છે ને ભાઈ?’’ કેટલીયે વાર આપણે કોઈકને કેવાં કેવાં કામ સોંપી દઈએ છીએ. કેટલીયે વાર એવું ધારી લઈએ છીએ કે આટલા પૈસા તો કોઈનીય પાસે હોય, એમ ધારી લેવા કરતાં પૂછીને ખુલાસો કરી લઈએ તો કેવું? ખાસ તો નાના માણસને તકલીફ પડતી જ હોય તેમાં આપણા કહ્યાથી વધુ તકલીફ પડે નહીં. તેની કાળજી રાખીએ તો કેવું? ‘‘પૈસા છે કે નહીં?’’ એ ચાર શબ્દ સાધારણ, પણ જેમને ખરેખર પાઈ-પાઈની ચિંતા કરવી પડે છે તેમને સમજી શક્યા તો થઈએ અસાધારણ.

No comments:

Post a Comment