Wednesday, September 14, 2011

મા

એક દિવસ હું વરસાદમાં ખૂબ ભીંજાઇને ઘરે પહોંચ્યો. 

આંગણામાં મારો મોટો ભાઇ ઊભો હતો.

મારી હાલત જોઇ એણે મને ઠપકો આપ્યોઃ 

તારામાં જરાય અક્કલ છે કે નહીં?

વરસાદનાં દિવસમાં બહાર જતી વખતે છત્રી લઇને ન જવાય? 

અંદર ગયો તો મોટી બહેન બોલી ઊઠીઃ 

‘એય ડફોળ! વરસાદ આવતો’ તો ક્યાંય

છાપરા નીચે ઊભી જવું’ તું ને? 

વરસાદ બંધ થયા પછી આવ્યો હોત તો તારી 

કઇ મૂડી લૂંટાઇ જવાની હતી?’

પપ્પાએ ક્હ્યુંઃ ‘શરદી કે ફલૂ થયો તો તું હેરાન થાઇશ, 

મારે શું? અક્કલ વગરનો!’

એટલામાં મા અંદરથી દોડી આવી અને મને સોડમાં લઇ, 

પોતાના પાલવથી મારું માથું લૂછતાં લૂછતાં બોલીઃ 

‘નખ્ખોદ જાય આ વરસાદનું!

મારો દીકરો ઘરે આવ્યા પછી આવ્યો હોત તો 

એનું શું બગડી જાત?’

No comments:

Post a Comment