ગયા મહિનાની વાત છે. સપ્ટેમ્બર મહિનાની પંદરમી તારીખ હતી. સાંજેે ચાર વાગ્યે ત્રણ ઇનોવામાં અઢાર જણનો અમારો કાફલો હરિયાણાના પીંજોરથી ઊપડયો. રસ્તામાં ચૈલ, સિમલા, સોલોન વગેરે વટાવી પહાડોના વાંકાચૂકા કઠીન રસ્તાઓ પસાર કરી અંધારી, સૂમસામ રાત્રિએ નવ વાગ્યે ૯૦૦૦ ફીટની ઊંચાઇએ આવેલા ફાગુ ગામ પહોંચ્યા. હિમાચલ પ્રદેશ ટુરિઝમની હોટેલમાં રાત્રે જમવાની અને રહેવાની વ્યવસ્થા અગાઉથી થઇ ગઇ હતી. શિયાળામાં આ આખો વિસ્તાર બરફથી ઢંકાઇ જાય છે. અત્યારે પણ કડકડતી ઠંડી હતી. ઓરડાઓમાં હીટર મૂકવામાં આવ્યા હતા. ડૉરીન ડીસા નામની સાહસિક યુવતીએ યોજેલો પ્રવાસ હતો. તેના પ્રવાસોમાં પગપાળા ટ્રેકિંગ અને પક્ષી, પતંગિયાં અને વનસ્પતિ અવલોકન ઉપર ધ્યાન અપાય છે. સાથે સ્થાપત્ય માટે જાણીતાં સ્થળો પણ તે શોધી કાઢે છે. અમારી સાથે સાત પારસી યુવતીઓ હતી. ગમે તેવા સાહસ માટે હંમેશાં તત્પર રહેતી હતી. મુંબઇના રાણીબાગના આધુનિકીકરણના ક્રૂર સપાટામાંથી બચાવનાર ‘સેવ રાણીબાગ કમિટી’નાં હુતૌક્ષી રૂસ્તમ ફરાન કેટી બગલી અને સુનંદા નિખારેને પણ હતાં. ભારતનાં પહેલાં ફીમેલ પ્લાસ્ટિક સર્જન ડૉ. મૃદુલા કિર્લોસ્કર પણ હતાં. સવારે ઊઠીને ગાડીઓમાં ગોઠવાઇને અમારે પાછી ચાર કલાકની મુસાફરી કરીને વધુ ઉત્તરમાં શારાહાન પહોંચવાનું હતું, પરંતુ સવારે હોટેલનાં ચોગાનમાં હલચલ મચી ગઇ. કાબર જેવા કદનું કાબરૂં પક્ષી ચોગાનમાં ફરતું હતું. સપ્ટેમ્બર- ઓકટોબરમાં પરદેશથી આવનારુંએ યાયાવર પક્ષી દિવાળીઘોડો કે ખંજન હતું. આ પક્ષીને મનુષ્ય સહવાસ ગમે છે. જંગલોથી દૂર રહે છે. તસવીરો પડાવવી પણ ગમે છે. ચેમ્બુરના સુભાષભાઇ ઠક્કર ઝડપથી તસવીરો ખેંચી રહ્યા હતા. આ પક્ષીનું પ્રચલિત નામ વ્હાઇટ વેગ ટેઇલ (રૂત્ર્જ્ઞ્દ્દફૂ ર્રૂીરં વ્્ીજ્ઞ્શ્ર) છે. શાસ્ત્રીય નામ પ્ંઁર્દ્દીણૂજ્ઞ્શ્રર્શ્રી ્ીશ્રર્ણુી છે. આપણે ત્યાં આવતી ચાર પ્રજાતિઓમાં બે (પ્. ફુ્યત્ત્ત્ર્્યઁસ્ર્ફૂઁસ્ર્જ્ઞ્સ્ર્ અને પ્. ષ્ટફૂશ્વસ્ર્્ંીઁર્જ્ઞ્દ્દી) સામાન્ય રીતે જોવા મળે છે. હજુ આ નર પક્ષીએ લગ્નનો વેષ ત્યજ્યો ન હતો. સફેદ મુખાવટી, માથાની પાછળ કાળી ટોપી ગળામાં કાળું લાળિયું, રાખોડી રંગની પીઠ અને તેમાં ઘેરી રેખાઓની સજાવટ, કાળા રંગની ઉપર નીચે પટપટ કરી પૂંછ અને સફેદ પેટાળ એ ખાસ લક્ષણો છે. શિયાળામાં કાળો રંગ ત્યજીને સફેદ રંગ ધારણ કરે છે. આંખો, લાંબા પગ વગેરે કાળા હોય છે. માદા રંગે થોડી ફિક્કી હોય છે. ભારતભરમાં દિવાળી દરમિયાન ફેલાઇ જાય છે. તેથી દિવાળી ઘોડો નામ પડયું છે. જોકે દશેરા દરમિયાન પણ વહેલું આગમન થાય છે. માર્ચ એપ્રિલ સુધી રહે છે. પછી પશ્ચિમ એશિયામાં પાછા ફરે છે. એક પ્રજાતિ ..... કાશ્મીર અને પાકિસ્તાનના સરહદી પ્રાંતમાં પ્રજનન કરે છે. આગમન વખતે અને વિદાય સમયે મીઠા અવાજે ગુંજન કરે છે. પાણી અને લીલોતરી, ઘાસ વગેરે જોઇ આકર્ષાય છે.
No comments:
Post a Comment