Sunday, December 5, 2010

Gazal

એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,

એ કેશ ગુંથે અને બંધાય ગઝલ,

કોણે કહ્યું કે લયને આકાર નથી હોતા?

એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,

ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે આટલી મહેક?

રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે,

ઘૂંઘટ ખુલ્યો હશે અને ઊઘડી હશે સવાર,

જુલ્ફો ઢળી હશે અને પછી રાત થઈ હશે.

ઉતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,

તારા જ રૂપ રંગ વીશે વાત થઈ હશે.

આદિલ ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો,

દુનિયાની જે દિવસથી શરુઆત થઈ હશે.

                                     -આદિલ મનસૂરી

No comments:

Post a Comment