૧.પ૮ લાખ બાળકોના આરોગ્યની ચકાસણી, ૧૮૦૧ બાળકોને દ્રષ્ટિની ખામી
બદલાતી જતી જીવનશૈલી, ખરાબ સંગત, ટી. વી. ચેનલનું દૂષણ અને ફાસ્ટફૂડ કલ્ચરના કારણે બાળકોમાં કોઇને કોઇ પ્રકારનો રોગ ઘર કરી જતો હોવાનું પ્રમાણ વધી ગયું છે. મહાપાલિકાએ હાથ ધરેલા શાળા આરોગ્યના રિપોર્ટ પરથી આ સ્પષ્ટ તારણ મળે છે. ૧૩ હજારથી વધુ બાળકો રોગિષ્ટ મળ્યા છે. જેમાંથી ૧પ૦૦ બાળકો તો પાન-બીડી અને તમાકુના બંધાણી હોવાનું માલૂમ પડ્યું હતું.
નાયબ આરોગ્ય અધિકારી ડૉ. પંકજ રાઠોડે આપેલી માહિતી મુજબ શાળા આરોગ્યના અલગ અલગ ત્રણ તબક્કામાં ૧.પ૮ લાખ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. તેમાંથી ૧૩, ૩૨૨ બાળકોને કોઇને કોઇ પ્રકારનો રોગ હોવાનું જણાયું છે.
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, ૧પ૦૭ બાળકો એવા મળ્યા હતા કે જેના દાંત પાન-ફાકીથી સડી ગયા હતા. જ્યારે ૧૮૦૮ બાળકોને આંખના રોગ, ૨૭૯૦ બાળકોને પાંડુરોગ, ૨૪૨પ બાળકોને કૃમિ, ૬૯૮ બાળકોને ચામડીના રોગ અને ૩૩ બાળકોને હૃદયની બીમારી હોવાનું જણાયું હતું.
આરોગ્ય ચકાસણી દરમિયાન ૧પ૮ બાળકો તો એવા હતા કે તેઓને ગુટખાનું હદ બહારનું વ્યસન થઇ ગયું છે. ગુટખા વગર તેઓને ચાલે તેમ ન હોવાનું ખુદ તેઓએ કબૂલ્યું હતું.
No comments:
Post a Comment