નિર્મળ હૃદયના સ્પંદન મનને સ્પર્શે છે
પ્રાદેશિક પક્ષોનું વધતું જતું મહત્ત્વ અને વજન રાષ્ટ્રીય હિત માટે જોખમી ઊભું કરે છે. છેલ્લા કેટલાક સમયથી સ્પષ્ટ જોવામાં આવે છે કે માત્ર એક જ રાજ્યમાં સત્તા ધરાવતા રાજકીય પક્ષો દ્વારા જે રીતે રાજકારણમાં પોતાની શરતો ઠોકી દેવા પ્રયાસ થાય છે તે ટીકાને પાત્ર છે. અહીં બાબત કોઈ એક જ સરકારી નિર્ણયની નથી, પરંતુ કાર્ય પદ્ધતિ અને તેના અમલની છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીને માટે ખીર ક્યારે ખાટી થઈ જશે તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. તેમને તમામ બાબતે વાંધો અને વિરોધ છે. માત્ર સત્તા છોડવી નથી!!
ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીના મુલાયમસિંઘ તો સવારે કૉંગ્રેસમાં અને સાંજે વિપક્ષમાં હોય છે!! રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે તેમણે મમતા બેનરજી સાથે પત્રકાર પરિષદમાં પી. એ. સંગમાને ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ તેઓએ પાટલી બદલીને પ્રણવ મુખરજીને ટેકો આપ્યો હતો!! આવી બાબતની કોણે નોંધ લીધી છે?ઉત્તર પ્રદેશ અને બિહાર તેની વિશ્વાસઘાતી નેતાગીરી માટે કુખ્યાત બન્યા છે. આવો વિશ્વાસઘાત કરવા બદલ તેમને કેન્દ્ર સરકારે રૂા. ૫૦ હજાર કરોડની સહાય પણ આપી હતી!! બદલામાં સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસ હાલમાં તો લૂલા કરી નાખવામાં આવ્યા છે. હજુ કેસ પડતર છે. સુપ્રીમ કોર્ટમાંથી સીબીઆઈએ ગેરરીતિના કેસ માંડી વાળ્યા નથી.તેવું જ માયાવતીનું છે. બહુજન સમાજ પાર્ટી - ગરીબ અને કચડાયેલા વર્ગને નામે ઝુંબેશ કરે છે, પરંતુ માયાવતી સામે પણ ગેરરીતિના આક્ષેપ છે તેમ છતાં તેમના દ્વારા પ્રસંગોપાત ટેકો પાછો ખેંચી લેવાની ધમકી આપીને ‘બ્લેકમેઈલિંગ’ કરવામાં આવે છે. આ ત્રણેય પક્ષો કેન્દ્ર સરકારમાં અગ્રેસર કૉંગ્રેસ પક્ષની વગોવણી કરી રહ્યા છે.
બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારને વડા પ્રધાન કોણ બનશે તેના માટેનું ‘પાવર ઓફ એટોર્ની’ મળી ગયો હોય તેમ લાગે છે!! તેમને કોઈ પૂછતું નથી છતાં હજુ અસ્સલ બિહારી શૈલીનું રાજકારણ ખેલી રહ્યા છે. વર્ષ ૨૦૧૪ ને વાર છે છતાં તેઓ દર સપ્તાહે આગાહી કરી રહ્યા છે!!આ સઘળું ત્યારે જ બની રહ્યું છે કે જ્યારે કેન્દ્રમાં નબળી અને નિર્માલ્ય સરકાર અને શાસકો છે. મુલાયમ - માયાવતી અને મમતા એ ત્રણ પનોતી હોય તેવું લાગે છે. કારણ કે તેમણે સત્તામાં હોય કે નહિ હોય તેવે વખતે પ્રજાના કેટલાં કાર્ય કર્યાં છે? કેટલી રોજગારી વધારી છે? આ પ્રશ્નનો જવાબ તેઓ આપી શકતા નથી.
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી તરીકે અખિલેશસિંઘ છે, પરંતુ તેમણે છ મહિનામાં શું કાર્ય કર્યું છે? ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થામાં સુધારો થયાનું જણાતું નથી. કોમી દંગલ થયાં છે તેની નોંધ પણ લેવામાં આવતી નથી. ઉત્તર પ્રદેશમાં રોજગારીની પરિસ્થિતિ પણ સંતોષકારક નથી. અલબત્ત અંગ્રેજી પ્રચાર માધ્યમોને પેઈડ જાહેરાત મળી જાય છે. એટલે તેઓ મૌન રાખીને બેસે છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી તરીકે અખિલેશસિંઘ છે, પરંતુ તેમણે છ મહિનામાં શું કાર્ય કર્યું છે? ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થામાં સુધારો થયાનું જણાતું નથી. કોમી દંગલ થયાં છે તેની નોંધ પણ લેવામાં આવતી નથી. ઉત્તર પ્રદેશમાં રોજગારીની પરિસ્થિતિ પણ સંતોષકારક નથી. અલબત્ત અંગ્રેજી પ્રચાર માધ્યમોને પેઈડ જાહેરાત મળી જાય છે. એટલે તેઓ મૌન રાખીને બેસે છે.પરંતુ આવી તમામ બાબતોનું જો એકંદર મૂલ્યાંકન કરવામાં આવે તો રાષ્ટ્રનાં હિતો જોખમાય છે તેનું શું? પ્રાદેશિક પક્ષો માત્ર પ્રદેશવાદને બહેકાવી રહ્યા છે જ્યારે સુરક્ષા - આંતરિક કાયદો - વ્યવસ્થા વગેરે સહિતની બાબત અને વિદેશનીતિને જરાપણ મહત્ત્વ આપતા નથી. તેમની વિચારવાની દષ્ટિ પણ ટૂંકી હોય છે.મુલાયમસિંઘ હવે દાવો કરે છે કે ૨૦૧૪માં વડા પ્રધાન કોણ બનશે તે સમાજવાદી પક્ષ નક્કી કરશે, આવું અભિમાન લોકશાહીમાં સંભવી શકતું નથી. કારણ કે ક્યારે કઈ બાજુ પવન હોય તે નક્કી કરવું મુશ્કેલ હોય છે. વળી રાજકારણ તો અનિશ્ચિતતાથી ભરેલું છે.
એ બાબત રેકોર્ડ પર છે કે નજીકના ભૂતકાળમાં મુલાયમસિંઘે કહ્યું હતું કે ‘‘રાહુલ ગાંધીની હેસિયત શું છે?’’ આજે હવે તે જ મુલાયમસિંઘ શું કહે છે તે સૌ કોઈ જાણે છે. ભૂતકાળમાં સોનિયા ગાંધીને ટેકો આપવાને બદલે ‘‘અદશ્ય’’ થઈ ગયેલા મુલાયમસિંઘને કૉંગ્રેસ પક્ષની નેતાગીરી સારી રીતે જાણે છે અને ઓળખે છે!!
એ બાબત રેકોર્ડ પર છે કે નજીકના ભૂતકાળમાં મુલાયમસિંઘે કહ્યું હતું કે ‘‘રાહુલ ગાંધીની હેસિયત શું છે?’’ આજે હવે તે જ મુલાયમસિંઘ શું કહે છે તે સૌ કોઈ જાણે છે. ભૂતકાળમાં સોનિયા ગાંધીને ટેકો આપવાને બદલે ‘‘અદશ્ય’’ થઈ ગયેલા મુલાયમસિંઘને કૉંગ્રેસ પક્ષની નેતાગીરી સારી રીતે જાણે છે અને ઓળખે છે!! એક વખત સત્તા જાય તો ભલે જાય - પરંતુ કૉંગ્રેસ કે ભાજપે આ ત્રણેયને તેમનું સ્થાન બતાવી દેવાની જરૂર છે. કારણ કે માત્ર સ્વાર્થ અને રાજકીય ભ્રષ્ટાચાર આધારિત તેમની કાર્ય પદ્ધતિ હોવાથી રાષ્ટ્રનાં હિતોને અક્ષમ્ય નુકશાન કરી રહ્યા છે. વળી તેઓનું ચારિત્ર્ય પણ સંશયાસ્પદ છે.પક્ષીય હિત કરતાં રાષ્ટ્રીય હિતને વધુ મહત્ત્વ આપવાનો સમય આવી ગયો છે. કારણ કે નુકશાની અનહદ થઈ છે જે નજર સમક્ષ છે.
No comments:
Post a Comment