Thursday, September 20, 2012

ભારતના સાત સૌથી મોંઘા ઘર!

૨૧મી સદીના નવાબી અને રિયાસતી મહેલો

‘એક મહલ હો સપનોં કા’ એવું તો દરેકને થતું હોય છે. પોતાનાં સપનાંનો મહેલ નહીં તો કમસેકમ એક મનગમતું ઘર કરી શકાય એવી આશા તો ઝૂંપડામાં રહેતી વ્યક્તિને પણ હોય છે. જોકે એવા ઘણા ભાગ્યશાળી લોકો હોય છે જે પોતાનાં સપનાં સાકાર કરી શકે છે. એક ઝલક આવા ભાગ્યશાળીઓ અને એમની મહેલાતો પર, જેમણે ૨૧મી સદીમાં પણ રાજામહારાજાઓ જેવાં આવાસ ઊભાં ર્ક્યા છે.

રતન ટાટાનો બંગલો

અનોખું વ્યક્તિત્વ એટલે ઉધોગપતિ રતન ટાટા. મુંબઇના કોલાબા વિસ્તારમાં આવેલો તેમનો બંગલો બિલિયનરને શોભે એવી બધી જ સુવિધાઓ ધરાવે છે. સન ડેક, સ્વિમિંગ પુલ, જિમ, લૉજ અને મિડિયા રૂમ જેવી સગવડો ટાટાસાહેબના બંગલામાં છે. ત્રણ માળ અને સાત લેવલમાં ફેલાયેલી આ ઇમારતનો ટોટલ વિસ્તાર ૧૩, ૩૫૦ સ્ક્વેર ફીટનો છે એમના બંગલાની ખાસિયત ત્યાંથી જોઇ શકાતો બેસ્ટ સી-વ્યૂ છે.

એન્ટિલા

સાઉથ મુંબઇના કોઇ પણ ખૂણે તમે ઊભા રહી જાઓ, એક અજબ ઇમારત તમારું ધ્યાન ખેંચ્યા વિના નહીં રહે. આ ગગનચૂંબી ઇમારતનું નામ પણ એક જાદુઇ ટાપુ પરથી જ પાડવામાં આવ્યું છે-એન્ટિલા! કમ્બાલા હિલ, અલ્ટામાઉન્ટ રોડ પર રોપાયેલા આ મહાકાય મહેલના માલિક આપણા ગુજરાતી શ્રેષ્ઠી મુકેશ અંબાણી છે એ કહેવાની જરૂર ખરી? સત્તાવીસ માળની આ ઇમારતમાં નવ લિફ્ટ અને ત્રણ હેલિપેડ છે પણ કેટલાં રૂમ હશે એ ગણવાનું સાહસ હજી સુધી કોઇ માહિતીપ્રેમીએ ર્ક્યું નથી. પચાસ વ્યક્તિઓને સમાવવાની સગવડ ધરાવતું એક થિયેટર અને એનાં જેવી બધી જ સુવિધાઓ મહેલની અંદર ઉપલબ્ધ છે. સર્વન્ટ્સનો આંકડો જ ફક્ત ૬૦૦નો છે. આ સિવાય મહેલમાં વિશ્વનો સૌથી મોટા સિલાઇ મશીનનો સંગ્રહ અને ભૂકંપ-બચાવ યંત્ર પણ મોજૂદ છે. હવે છેલ્લો પ્રશ્ન એ કે ફોરેન ટેક્નોલોજીની સાથે સાથે વાસ્તુશાસ્ત્રની આંગળી પકડીને બનાવેલા આ અધધધ સુવિધામય પેલેસ પાછળ મુકેશભાઇને કેટલો ફટકો પહોંચ્યો હશે? ફક્ત બે બિલિયન ડોલર્સનો! 

મન્નત

બોલીવુડના બાદશાહને શોભે અને તેમની પ્રતિષ્ઠાને અનુકૂળ આવે એવા જ મહેલમાં રહેવાનું કિંગખાન પસંદ કરે એ સ્વાભાવિક છે. બાન્દ્રામાં એમની લોકપ્રિયતાને દિપાવતો શાહરુખ ખાનનો સ્વપ્નમહેલ ‘મન્નત’ ઊભો છે. મન્નતની માર્કેટ વેલ્યુ અત્યારે ૭૦ થી ૧૦૦ કરોડ સુધીની છે જે અમિતાભના ‘પ્રતીક્ષા’ કરતાં પણ વધારે છે. છ લેવલમાં વિભાજીત આ મહેલમાં શાહરૂખને ગમતું લાઇબ્રેરી કલેક્શન, સ્વિમિંગ પૂલ અને જિમ જેવી બધી જ વ્યવસ્થાઓ છે. મન્નત વેસ્ટર્નાઇઝ પેલેસ જેવો લાગે છે કારણ કે મોટા ભાગનું બાંધકામ વ્હાઇટ માર્બલથી કરવામાં આવ્યું છે. પેલેસમાં ગ્લાસ અને ક્રિસટલનો ભરપૂર ઉપયોગ ર્ક્યો છે અને જાત જાતની કોતરણીઓ છે. ગાર્ડન્સ ‘મન્નત’ પેલેસની શોભામાં અદ્ભુત વધારો કરે છે!

હમ ભી મૈદાન મેં હૈ..

અનિલ અંબાણી પણ આ જ લિસ્ટમાં નામ નોંધાવા માટે ઉત્સુક હોય એ સ્વાભાવિક છે અને બાન્દ્રા પાલી હિલમાં તેમનો ૧૫૩૭ સ્કવેર મીટરમાં વિસ્તરે તેવો મહેલ તૈયાર થઇ રહ્યો છે. મોટા ભાઇને ટક્કરની સ્પર્ધા આપતા અનિલસાહેબ પણ ઘર પાછળ ૪૫૦૦થી ૫૦૦૦ કરોડ સુધીનો ચાંદલો કરવાની તૈયારીમાં છે. 

‘રેમન્ડ ગ્રુપ’ના માલિક ગૌતમ સિંઘાનિયા પણ મુકેશભાઇની નકલ કરી ૩૦ લેવલ ધરાવતું, ‘એન્ટિલા’ જેવું જ અધધધ સુવિધા અને મ્યુઝિયમ સાથેની આકાશ આંબતી સ્કાયલાઇન-‘જે.કે. હાઉસ’ બ્રીચ-કેન્ડી પાસે બનાવી રહ્યા છે.

અમીરાત અને રિયાસતની વાત થતી હોય ત્યારે વિજય માલ્યા કેમ પાછળ પડે? જનાબ વિજયસાહેબ પણ આ રેસમાં ઘોડો લઇને ઉતરી પડ્યા છે પરંતુ બેંગલોરની યુબી સીટીમાં તેઓ જે મહેલ- ‘વ્હાઇટ હાઉસ ઇન ધ સ્કાય’ ઊભો કરવાના છે તેના વિશે હમણાં કશું કહી શકાય એમ નથી, સિવાય કે ‘વન હુ લાફ્સ ધ લાસ્ટ, લાફ્સ ધ બેસ્ટ!’ મે બી !

એનસીપીએ અપાર્ટમેન્ટ્સ

એન.સી.પી.એ.ના અપાર્ટમેન્ટ વિશે મજાકમાં કહેવાય છે કે એન.સી.પી.એ.માં જો ફ્લેટ ખરીદવો હોય તો ટ્રક ભરીને રૂપિયા લઇ આવવા પડે, પણ ટે્રજેડી તો એ કે આટલા રૂપિયા લાવવા ક્યાંથી.તાજેતરમાં આ અપાર્ટમેન્ટનો એક ૪-બી.એચ.કે.વાળો ફ્લેટ સ્ક્વેરફૂટ દીઠ ૯૭,૮૪૨ રૂ.ના ભાવે વેચાયો હતો! અહીંના કોઇ પણ ફ્લેટની કિંમત ૩૦ કરોડની આસપાસથી શરૂ થાય છે. મુંબઇના નરિમાન પોઇન્ટમાં આવેલા આ અપાર્ટમેન્ટ્સની ગણના વિશ્વના સૌથી મોંઘા રેસિડેન્શિયલ પ્લેસીસમાં થાય છે.

પ્રાદેશિક પક્ષની જોહુકમી

નિર્મળ હૃદયના સ્પંદન મનને સ્પર્શે છે

પ્રાદેશિક પક્ષોનું વધતું જતું મહત્ત્વ અને વજન રાષ્ટ્રીય હિત માટે જોખમી ઊભું કરે છે. છેલ્લા કેટલાક સમયથી સ્પષ્ટ જોવામાં આવે છે કે માત્ર એક જ રાજ્યમાં સત્તા ધરાવતા રાજકીય પક્ષો દ્વારા જે રીતે રાજકારણમાં પોતાની શરતો ઠોકી દેવા પ્રયાસ થાય છે તે ટીકાને પાત્ર છે. અહીં બાબત કોઈ એક જ સરકારી નિર્ણયની નથી, પરંતુ કાર્ય પદ્ધતિ અને તેના અમલની છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીને માટે ખીર ક્યારે ખાટી થઈ જશે તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. તેમને તમામ બાબતે વાંધો અને વિરોધ છે. માત્ર સત્તા છોડવી નથી!!

ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીના મુલાયમસિંઘ તો સવારે કૉંગ્રેસમાં અને સાંજે વિપક્ષમાં હોય છે!! રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે તેમણે મમતા બેનરજી સાથે પત્રકાર પરિષદમાં પી. એ. સંગમાને ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ તેઓએ પાટલી બદલીને પ્રણવ મુખરજીને ટેકો આપ્યો હતો!! આવી બાબતની કોણે નોંધ લીધી છે?ઉત્તર પ્રદેશ અને બિહાર તેની વિશ્વાસઘાતી નેતાગીરી માટે કુખ્યાત બન્યા છે. આવો વિશ્વાસઘાત કરવા બદલ તેમને કેન્દ્ર સરકારે રૂા. ૫૦ હજાર કરોડની સહાય પણ આપી હતી!! બદલામાં સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસ હાલમાં તો લૂલા કરી નાખવામાં આવ્યા છે. હજુ કેસ પડતર છે. સુપ્રીમ કોર્ટમાંથી સીબીઆઈએ ગેરરીતિના કેસ માંડી વાળ્યા નથી.તેવું જ માયાવતીનું છે. બહુજન સમાજ પાર્ટી - ગરીબ અને કચડાયેલા વર્ગને નામે ઝુંબેશ કરે છે, પરંતુ માયાવતી સામે પણ ગેરરીતિના આક્ષેપ છે તેમ છતાં તેમના દ્વારા પ્રસંગોપાત ટેકો પાછો ખેંચી લેવાની ધમકી આપીને ‘બ્લેકમેઈલિંગ’ કરવામાં આવે છે. આ ત્રણેય પક્ષો કેન્દ્ર સરકારમાં અગ્રેસર કૉંગ્રેસ પક્ષની વગોવણી કરી રહ્યા છે.
બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારને વડા પ્રધાન કોણ બનશે તેના માટેનું ‘પાવર ઓફ એટોર્ની’ મળી ગયો હોય તેમ લાગે છે!! તેમને કોઈ પૂછતું નથી છતાં હજુ અસ્સલ બિહારી શૈલીનું રાજકારણ ખેલી રહ્યા છે. વર્ષ ૨૦૧૪ ને વાર છે છતાં તેઓ દર સપ્તાહે આગાહી કરી રહ્યા છે!!આ સઘળું ત્યારે જ બની રહ્યું છે કે જ્યારે કેન્દ્રમાં નબળી અને નિર્માલ્ય સરકાર અને શાસકો છે. મુલાયમ - માયાવતી અને મમતા એ ત્રણ પનોતી હોય તેવું લાગે છે. કારણ કે તેમણે સત્તામાં હોય કે નહિ હોય તેવે વખતે પ્રજાના કેટલાં કાર્ય કર્યાં છે? કેટલી રોજગારી વધારી છે? આ પ્રશ્નનો જવાબ તેઓ આપી શકતા નથી.

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી તરીકે અખિલેશસિંઘ છે, પરંતુ તેમણે છ મહિનામાં શું કાર્ય કર્યું છે? ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થામાં સુધારો થયાનું જણાતું નથી. કોમી દંગલ થયાં છે તેની નોંધ પણ લેવામાં આવતી નથી. ઉત્તર પ્રદેશમાં રોજગારીની પરિસ્થિતિ પણ સંતોષકારક નથી. અલબત્ત અંગ્રેજી પ્રચાર માધ્યમોને પેઈડ જાહેરાત મળી જાય છે. એટલે તેઓ મૌન રાખીને બેસે છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી તરીકે અખિલેશસિંઘ છે, પરંતુ તેમણે છ મહિનામાં શું કાર્ય કર્યું છે? ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થામાં સુધારો થયાનું જણાતું નથી. કોમી દંગલ થયાં છે તેની નોંધ પણ લેવામાં આવતી નથી. ઉત્તર પ્રદેશમાં રોજગારીની પરિસ્થિતિ પણ સંતોષકારક નથી. અલબત્ત અંગ્રેજી પ્રચાર માધ્યમોને પેઈડ જાહેરાત મળી જાય છે. એટલે તેઓ મૌન રાખીને બેસે છે.પરંતુ આવી તમામ બાબતોનું જો એકંદર મૂલ્યાંકન કરવામાં આવે તો રાષ્ટ્રનાં હિતો જોખમાય છે તેનું શું? પ્રાદેશિક પક્ષો માત્ર પ્રદેશવાદને બહેકાવી રહ્યા છે જ્યારે સુરક્ષા - આંતરિક કાયદો - વ્યવસ્થા વગેરે સહિતની બાબત અને વિદેશનીતિને જરાપણ મહત્ત્વ આપતા નથી. તેમની વિચારવાની દષ્ટિ પણ ટૂંકી હોય છે.મુલાયમસિંઘ હવે દાવો કરે છે કે ૨૦૧૪માં વડા પ્રધાન કોણ બનશે તે સમાજવાદી પક્ષ નક્કી કરશે, આવું અભિમાન લોકશાહીમાં સંભવી શકતું નથી. કારણ કે ક્યારે કઈ બાજુ પવન હોય તે નક્કી કરવું મુશ્કેલ હોય છે. વળી રાજકારણ તો અનિશ્ચિતતાથી ભરેલું છે.

એ બાબત રેકોર્ડ પર છે કે નજીકના ભૂતકાળમાં મુલાયમસિંઘે કહ્યું હતું કે ‘‘રાહુલ ગાંધીની હેસિયત શું છે?’’ આજે હવે તે જ મુલાયમસિંઘ શું કહે છે તે સૌ કોઈ જાણે છે. ભૂતકાળમાં સોનિયા ગાંધીને ટેકો આપવાને બદલે ‘‘અદશ્ય’’ થઈ ગયેલા મુલાયમસિંઘને કૉંગ્રેસ પક્ષની નેતાગીરી સારી રીતે જાણે છે અને ઓળખે છે!!
એ બાબત રેકોર્ડ પર છે કે નજીકના ભૂતકાળમાં મુલાયમસિંઘે કહ્યું હતું કે ‘‘રાહુલ ગાંધીની હેસિયત શું છે?’’ આજે હવે તે જ મુલાયમસિંઘ શું કહે છે તે સૌ કોઈ જાણે છે. ભૂતકાળમાં સોનિયા ગાંધીને ટેકો આપવાને બદલે ‘‘અદશ્ય’’ થઈ ગયેલા મુલાયમસિંઘને કૉંગ્રેસ પક્ષની નેતાગીરી સારી રીતે જાણે છે અને ઓળખે છે!!  એક વખત સત્તા જાય તો ભલે જાય - પરંતુ કૉંગ્રેસ કે ભાજપે આ ત્રણેયને તેમનું સ્થાન બતાવી દેવાની જરૂર છે. કારણ કે માત્ર સ્વાર્થ અને રાજકીય ભ્રષ્ટાચાર આધારિત તેમની કાર્ય પદ્ધતિ હોવાથી રાષ્ટ્રનાં હિતોને અક્ષમ્ય નુકશાન કરી રહ્યા છે. વળી તેઓનું ચારિત્ર્ય પણ સંશયાસ્પદ છે.પક્ષીય હિત કરતાં રાષ્ટ્રીય હિતને વધુ મહત્ત્વ આપવાનો સમય આવી ગયો છે. કારણ કે નુકશાની અનહદ થઈ છે જે નજર સમક્ષ છે.





Thursday, August 23, 2012

કોલસા કૌભાંડમાં ખરેખર કેટલા કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે?

કેન્દ્ર સરકારનો એવો દાવો છે કે તેમણે દેશની ઊર્જા સમસ્યા હલ કરવાના શુભ આશયથી કોલસાના બ્લોકોની મફતમાં ફાળવણી કરી હતી

કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના હેવાલ મુજબ કોલસા કૌભાંડને કારણે દેશની તિજોરીને ૧.૮૬ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. વિપક્ષો કહે છે કે આ કૌભાંડની જવાબદારી સ્વીકારીને વડા પ્રધાન મનમોહનસિંહ જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમે સંસદની કાર્યવાહી ચાલવા નહીં દઈએ. કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારી કહે છે કે ‘કેગ’ને નાહકનાં મીંડાંઓ લગાવવાની આદત છે. કેન્દ્ર સરકાર કહે છે કે ‘કેગ’ તેની જવાબદારીથી આગળ વધી ગયું છે. આ બાબતમાં સચ્ચાઈ જાણવી હોય તો ‘કેગ’ દ્વારા ૧.૮૬ લાખ કરોડનો આંકડો કેવી રીતે નક્કી કરવામાં આવ્યો એ સમજવા જેવું છે.
પહેલી વાત તો એ કે કેન્દ્ર સરકાર એમ સમજીને બેઠી છે કે દેશનાં કુદરતી સંસાધનો તેની અંગત મૂડી છે, માટે તેની કોઈને પણ ફાળવણી કરવાનો તેને અબાધિત અધિકાર છે. પહેલાં સ્પેક્ટ્રમની બાબતમાં જે બન્યું એ હવે કોલસાની બાબતમાં બની રહ્યું છે. ‘કેગ’ના હેવાલ મુજબ કેન્દ્ર સરકારે ઇ. સ. ૨૦૦૬ અને ૨૦૧૨ના જાન્યુઆરી મહિના વચ્ચે કોલસાની ૧૪૮ ખાણોની લહાણી કરી હતી, જેમાંથી કુલ ૪૧ અબજ ટન કોલસો મળે તેમ હતું. આ લહાણી જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ વચ્ચે કોઈ પણ જાતનાં ટેન્ડરો મંગાવ્યા વિના ‘વહેલો તે પહેલો’ના ધોરણે કરવામાં આવી હતી.

ભારતની ભૂમિના પેટાળમાં આશરે ૨૮૬ અબજ ટન કોલસો હોવાનો અંદાજ છે. આ પૈકી ૪૧ અબજ ટન એટલે કે લગભગ ૧૫% કોલસો કેન્દ્ર સરકારે મફતમાં આપી દીધો. કોઈ ખાણમાં જેટલો કોલસો હોય તે બધો બહાર કાઢી શકાતો નથી પણ તેમાંથી ૮૦થી ૯૫% કોલસો જ બહાર કાઢી શકાય છે. આ ગણતરીએ જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ આશરે ૩૨ અબજ ટન કોલસો જમીનમાંથી બહાર કાઢીને તેનું વેચાણ કરી શકે તેમ છે. સરકાર હસ્તકની ‘કોલ-ઈન્ડિયા’ કંપનીએ છેલ્લાં સાત વર્ષમાં જેટલા કોલસાનું ઉત્પાદન કર્યું છે તેના કરતાં આ જથ્થો ૮૩ ગણો વધુ છે.

ખાનગી કંપનીઓને કોલસાના બ્લોકની મફતમાં લહાણી કરવા પાછળ એવું લોજીક કામે લગાડવામાં આવ્યું હતું કે સરકારી માલિકીની ‘કોલ-ઈન્ડિયા’ કંપની દેશની જરૂરિયાતોને સંતોષે એટલા કોલસાનું ઉત્પાદન ન કરી શકતી હોવાથી જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની કંપનીઓને મફતમાં કોલસાની ખાણો આપી દેવામાં આવી છે, જેથી દેશનું કોલસાનું ઉત્પાદન વધી શકે અને હાલમાં દેશમાં ઊર્જાની જે કટોકટી પેદા થઈ છે, તેમાંથી દેશ બહાર આવે.

‘કેગ’ના હેવાલ મુજબ કોલસાના જે કુલ ૧૪૮ બ્લોકની લહાણી કરવામાં આવી તે પૈકી ૨૫ ખાનગી કંપનીઓને કોલસાના ૫૭ બ્લોકની તદ્દન મફતમાં ફાળવણી કરવામાં આવી હતી. આ બધી કંપનીઓ સ્ટીલ અથવા પાવર સેક્ટરની હતી. ‘કેગ’ દ્વારા જે ૧.૮૬ લાખ કરોડની નુકસાનીનો અંદાજ મેળવવામાં આવ્યો છે તે આ ખાનગી ક્ષેત્રની કંપનીઓને ફાળવવામાં આવેલા બ્લોક્સને લક્ષમાં રાખીને મેળવવામાં આવ્યો છે. તેમાંથી જાહેર ક્ષેત્રની કંપનીઓને બાકાત રાખવામાં આવી છે. આ નુકસાન ગણવા માટે તેમણે ઇ. સ. ૨૦૧૦-૧૧ના કોલસાના ભાવો ગણતરીમાં લીધા છે.

કેન્દ્ર સરકારની માલિકીની કંપની ‘કોલ ઈન્ડિયા’ ઈ.સ. ૨૦૧૦-૧૧ દરમિયાન સરેરાશ ૧૦૨૮.૪૨ રૂપિયે ટનના ભાવે બજારમાં કોલસો વેચતી હતી. આ કોલસાનું ઉત્પાદન કરવા માટે તેણે ટેન દીઠ સરેરાશ ૫૮૩.૦૧ રૂપિયાનો ખર્ચો કરવો પડતો હતો. આ ઉપરાંત ટન દીઠ ૧૫૦ રૂપિયાનો ખર્ચ તેમને મૂડીરોકાણ સામે આવતો હતો. આ ખર્ચને બાદ કરતાં કોલ ઈન્ડિયા કંપનીને ૨૯૫.૪૧ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. કેન્દ્ર સરકારે જે કંપનીઓને કોલસાની ખાણોની લહાણી કરી છે, તેઓ પણ ટન દીઠ ૨૯૫.૪૧ રૂપિયાની ચોખ્ખી કમાણી કરી શકે તેમ છે.

જે ૨૫ કંપનીઓને કોલસાના ૫૭ બ્લોકની ફાળવણી કરવામાં આવી તેમાંથી તેઓ ૬.૨૮૨ અબજ ટન કોલસાનું ઉત્પાદન કરી શકશે, એવો અંદાજ ‘કેગ’ દ્વારા બાંધવામાં આવ્યો હતો. આ જથ્થાને ૨૯૫.૪૧ રૂપિયા સાથે ગુણવામાં આવે એટલે ૧,૮૫,૫૯૧ કરોડ રૂપિયાનો તોતિંગ આંકડો મળે છે. ‘કેગ’ દ્વારા સરકારી તિજોરીને આટલું નુકસાન જવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. જો ભવિષ્યમાં કોલસાના ભાવો વધે તો આ અંદાજ પણ વધી શકે છે.

‘કોલગેટ’ બાબતમાં ‘કેગ’ દ્વારા અગાઉ જે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો તેમાં આશરે ૧૦.૭ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ બાંધવામાં આવ્યો હતો. તેમાં ખાનગી કંપનીઓ ઉપરાંત જાહેર ક્ષેત્રની કંપનીઓની ગણતરી પણ કરવામાં આવી હતી. જાહેર ક્ષેત્રની કંપનીઓને થનારો ૫.૯ કરોડ રૂપિયાનો નફો તેમાંથી બાદ કરવામાં આવ્યો હતો. આ વખતે ‘કેગ’ દ્વારા કુલ ૭૬ બ્લોકની ગણતરી કરવામાં આવી હતી, જેની ફાળવણી ખાનગી કંપનીઓને કરવામાં આવી હતી. આ પૈકી ૧૯ બ્લોક્સમાં ભૂગર્ભમાં ખાણકામ થવાનું હતું. ભૂગર્ભમાં ખાણકામને કારણે દેશની તિજોરીને કેટલું નુકસાન જશે તેની કોઈ પ્રમાણભૂત માહિતી ‘કેગ’ પાસે ન હોવાથી આ ૧૯ બ્લોક્સની ગણતરી પણ કરવામાં આવી નહોતી. આ કારણે સંભવિત નુકસાનનો આંકડો ૧૦.૭ લાખ કરોડથી ઘટીને ૧.૮૬ લાખ કરોડ ઉપર આવી ગયો હતો.

૧.૮૬ લાખ કરોડ રૂપિયાના કોલસા કૌભાંડમાં જે કંપનીઓને ફાયદો થયો છે તેમાં ટાટા સ્ટીલ, એસ્સાર પાવર, અદાણી પાવર, ઝિંદાલ સ્ટીલ એન્ડ પાવર, ઉષા માર્ટીન, રૂંગટા માઈન્સ વગેરે જાણીતી કંપનીઓ પણ છે. ટાટા સ્ટીલ કંપનીને કોલસાના ત્રણ બ્લોક મફતમાં ફાળવવામાં આવ્યા છે, જેમાં તેને ૨૫૪ કરોડ રૂપિયાનો નફો થવાનો છે. ઝારખંડમાં અભિજીત ઇન્ફ્રાસ્ટ્રકચર નામની કંપનીને ત્રણ બ્લોક્સની ફાળવણી કરવામાં આવી છે, જેમાંથી તેમને ૫૨ કરોડ રૂપિયાનો નફો થવાનો છે. આ કંપની કેન્દ્રના વર્તમાન કોલસા પ્રધાન શ્રીપ્રકાશ જયસ્વાલના કોઈ સગાંની છે. આ બધી જ કંપનીઓ સામે ટૂંક સમયમાં સરકારી તિજોરીને લૂંટવા બદલ સીબીઆઈ ફરિયાદ દાખલ કરે તેવી સંભાવના છે.

કેન્દ્ર સરકારે જે કંપનીઓને મફતમાં કોલસાની લહાણી કરી છે, તેમાંની અનેક કંપનીઓએ હજી કોલસાનું ઉત્પાદન શરૂ નથી કર્યું ત્યાં નફો ગાંઠે બાંધી લેવાની શરૂઆત કરી દીધી છે. ૨-જી સ્પેકટ્રમ કૌભાંડમાં બન્યું હતું તેમ આ કૌભાંડમાં પણ બની રહ્યું છે. વિદર્ભમાં કોલસા બ્લોકની પ્રાપ્તિ કરનારી બી.એસ. ઇસ્પાત નામની કંપનીના ત્રણ માલિકોએ ૨૮૦ કરોડ રૂપિયાનો નફો કરીને પોતાની કંપની જ વેચી મારી છે. 

વીરાંગના ઈસ્પાત અને ગ્રેડ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીઓએ પોતાને મફતમાં મળેલા કોલસાના બ્લોક ઊંચી કિંમતે વેચી માર્યા છે. હજી કેન્દ્ર સરકાર એવો દાવો કરે છે કે તેણે આ સમગ્ર મફતિયા ફાળવણી માત્ર દેશની ઊર્જા સમસ્યા હલ કરવાની શુભ ભાવનાથી કરી છે. આ સરકાર ઉપર ભરોસો કેવી રીતે રાખી શકાય?

આ પરિસ્થિતિ મતદારો ક્યાં સુધી જોયા કરશે!

પ્રજાજનો પોતે જ મોટા પાયે હાલની પદ્ધતિ બદલવા માટે ચળવળ નહીં ઉપાડે ત્યાં સુધી હાલની પદ્ધતિમાં ફેરફાર થવો મુશ્કેલ છે. આ પદ્ધતિ બદલવા માટે જેમ આપણા વડવાઓએ બ્રિટિશ શાસન સામે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે ચળવળ ઉપાડી હતી તે જ જોશ, ધગશ અને નિઃસ્વાર્થ વૃત્તિથી આગળ આવવાની જરૂર છે. ફક્ત હાલની શાસન પદ્ધતિની ટીકા કરતા રહેવાથી કશું જ નહીં વળે. આ પરિવર્તન લાવવા માટે આપણે સૌએ ભેગા થઇને સંસદસભ્યો ઉપર દબાણ લાવવું પડશે યાતો એક એવા પક્ષની સ્થાપના કરવી પડે કે જેનું મુખ્ય ધ્યેય સત્તા પ્રાપ્ત કરવા માટે નહીં, પણ હાલની પદ્ધતિમાં યોગ્ય ફેરફાર કરવાનું જ હોવું જોઇએ. એ એક હકીકત છે કે આ દેશમાં સામાન્ય જનતા ‘સેલિબ્રિટી’થી વધારે દોરવાતી રહી છે. જેમ કે આંધ્રમાં જાણીતા ફિલ્મસ્ટાર એન.ટી. રામરાવે તેલગુ દેશમ નામનો પક્ષ સ્થાપી રાજકારણમાં ઝંપલાવ્યું અને પહેલી જ ચૂંટણીમાં જંગી બહુમતી પ્રાપ્ત કરી સરકાર સ્થાપી તેવી જ રીતે એમ.જી. રામચંદ્રનને ડી.એમ.કે. સાથે મતભેદ થતા એ આઇ.ડી.એમ.કે. નામનો નવો પક્ષ સ્થાપી પહેલી ચૂંટણીમાં જંગી બહુમતી મેળવવામાં સફળતા મેળવી. (શ્રી એમ.જી. રામચંદ્રનને અવસાન પામ્યાને વર્ષો વીતી ગયા પછી આજે પણ એ.આઇ.ડી.એમ.કે. પક્ષ ચૂંટણી સમયે બેનરોમાં શ્રી એમ.જી. રામચંદ્રનની તસ્વીરને સામેલ કરે છે.) આજે જાણીતા ફિલ્મસ્ટાર રજનીકાંતના પક્ષને પણ વ્યાપક સમર્થન મળ્યું છે. બહુ ઓછા દેશોમાં આવું થતું જોવામાં આવ્યું છે. આજે આમીર ખાન કે રજનીકાંત જેવા ફિલ્મ સ્ટારો કે બાબા રામદેવ કે અણ્ણા હઝારે અને તેમના ટેકેદારો વગેરે સૌએ હાલની રાજકીય શાસન પદ્ધતિના વિકલ્પની ચર્ચામાં ધ્યાન પરોવી લોકોને માર્ગદર્શન આપી આવા પક્ષના સૂત્રધાર તરીકેનો ભાગ ભજવી આવી ચળવળને આગળ ધપાવવાની જરૂર છે.

શ્રીમંત રાષ્ટ્રોની શ્રીમંતાઈ!! [ઘણા માનવી બોલીને દુઃખ વેઠતા હોય છે.]

રાજકીય ઘમસાણમાં એક નાનકડા સમાચાર હતા તેના તરફ કોઈનું ધ્યાન બહું ખેંચાયું નથી. ભારતે ઈટલીને મદદ કરવા અને નાણાકીય સહાય પૂરી પાડવા વચન આપ્યું છે!! ઘરના ઠેકાણા નથી તેવે વખતે યુરો ડોલરના રાષ્ટ્રોને તેમની નાણાકીય કટોકટીમાં મદદરૂપ બનવા ભારતે પ્રયાસ શરૂ કર્યા છે.


યુરોપના તમામ રાષ્ટ્ર અને અમેરિકા દેવામાં ગળાડૂબ છે. યુરોપના આવા રાષ્ટ્રોએ પહેલાં તો સંસ્થાવાદ એટલે કે અન્ય રાષ્ટ્રોને ગુલામ બનાવીને અઢળક સંપત્તિ લૂંટી હતી. ઔદ્યોગિક ક્રાંતિ દ્વારા ઉદ્યોગો- રેલવે વિકસાવીને સંસ્થાનોનું શોષણ કર્યું. તેમની કુદરતી સંપત્તિ સાથે ત્યાં રહેલી શ્રમશક્તિનું પણ શોષણ કર્યું હતું.

આવા યુરોપના લોકોએ વૈભવી જીવનશૈલી વિકસાવી હતી. આજે હવે તેમને આવું પોસાય તેવું રહ્યું નથી. કારણ કે ઉત્પાદન ખર્ચા વધ્યા છે અને મૂડીરોકાણની પણ મર્યાદા આવી ગઈ છે. હવે આવા દેશો દેવાળા કાઢવાની અણીએ પહોંચી ગયા છે. આથી સમગ્ર વિશ્વમાં મદદનું શકોરું લઈને ફરી રહ્યા છે.

યુરોપિયન કમિશન, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને યુરોપની મધ્યસ્થ બેન્ક તેમને મદદ કરવા આગળ આવી રહી છે. પરંતુ તેઓ નાણાં આપે તે પહેલાં કેટલીક શરતો છે. તેમાં સરકારી ખર્ચામાં કાપ, વેતન અને પેન્શન ઘટાડવા, સામાજિક સુરક્ષાના ખર્ચા ઓછા કરવા વગેરે છે. આથી ત્યાં ઘણા બેકાર બની જશે.

હાલમાં ગ્રીસ- પોર્ટુગલ અને આયર્લેન્ડમાં બેકારીનો દર ૧૪ ટકા છે. યુરોપના અન્ય રાષ્ટ્રની હાલત સંતોષકારક નથી. છતાં એમ કહી શકાય કે બાંધી મુઠ્ઠી છે. પરંતુ આવું કયા કારણથી થયું છે? એક જ જવાબ છે કે ઉધારીમાં થતો ધંધો છેવટે ખોટમાં હોય છે. આજે રોકડા કાલે ઉધારની નીતિ જ વ્યાજબી છે.

ગ્રીસનું ઘરગથ્થું ઉત્પાદન ૩૦૩ અબજ ડોલર છે અને તેનું દેવું ૪૮૯ અબજ ડોલર છે. આનો અર્થ એ થયો કે તેના પર માથાદીઠ ૩૫,૮૭૪ ડોલરનું દેવું છે. ક્યારે તે દેવું ભરપાઈ થશે? વ્યાજ અને ઉકરડો એ બેને કોઈ પહોંચી વળી શકતું નથી. જેઓ વ્યાજ ભરે છે તેમને તે વાતની જાણકારી છે.

ભારતમાં પ્રત્યેક નાગરિક પર માથાદીઠ ૭૨૨ ડોલરનું દેવું છે. તેના પરથી દાખલો લેવાની જરૂર છે. વિકાસની વ્યાખ્યા કેવી આભાસી છે કે અમેરિકા નાગરિકોએ કર ભર્યા પછી ૧૦૦.૫ ટકા ખર્ચ કર્યો હતો. આનો અર્થ એ થયો કે તેમણે દેવું કરીને ખર્ચા કર્યા હતા.

અમેરિકામાં દરેક વસ્તુ ઉધારીમાં હપ્તેથી મળે છે. મોટર અને મકાન પણ ઉધારીમાં મળે છે. એટલું જ નહીં વેકેશનમાં ફરવા જવા માટેના નાણાં પણ આપે છે. પછી નિરાંતે હપ્તા ભરવાના રહે છે!! જે કદાચ મહિનાઓ સુધી ચાલે છે. પછેડી તેવડી સોડ તાણવી તે બાબત તેમની જીવનશૈલીમાં કયાંય ફીટ બેસતી નથી.

હવે આ તમામનું ધ્યાન ભારત- ચીન જેવા રાષ્ટ્ર પર છે અને આ બંને રાષ્ટ્રના નાગરિકોને દેવું કરવાની આદત પાડવામાં આવી રહી છે. કહેવાનું એટલું જ છે કે જે પશ્ચિમી રાષ્ટ્રોના- તેના વિકાસ અને સંસ્કૃતિના હમણાં સુધી પેટ ભરીને વખાણ થતાં હતા તે આવા દેવાળિયાં કેમ બની ગયા?

પરંતુ ચીન દ્વારા ખૂબ જ સાવધાની અને સતર્કતા રાખવામાં આવી છે. તેની અર્થવ્યવસ્થામાં લોખંડી આર્થિક શિસ્ત છે. વળી શાસન વ્યવસ્થા સામ્યવાદી હોવાથી તેઓ પોતાના નિર્ણયનો અમલ પણ શિસ્ત સાથે કરાવી શકે છે. ભારત કયા માર્ગે છે તે નાગરિકોએ નક્કી કરવાની વાત છે. ભારતનું બાહ્ય દેવું વધી રહ્યું છે.

સમગ્ર વિશ્વનું અર્થતંત્ર હાલકડોલક થઈ રહ્યું છે. કોઈપણ એક આર્થિક વિચારધારા સફળ છે તેમ કહી શકાય તેવું નથી. અલબત્ત વૈદિક અર્થશાસ્ત્ર આજે પણ તેટલું જ ઉચિત અને યોગ્ય છે. પરંતુ તે દિશામાં જવા માટેના ઘણા અવરોધ છે. આ તમામ અવરોધ ક્રમશઃ દૂર કરવાની આવશ્યકતા છે.

આર્થિક- સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસારની આર્થિક નીતિ હોવી જોઈએ. આયાત કરવામાં આવેલી આર્થિક નીતિ દેવાળા તરફ લઈ જાય છે. કારણ કે તેમને કોઈ ‘લોકલ ટચ’ હોતો નથી. આવી બાબતને સમજવાની અને વ્યવહારું રીતે અમલમાં મૂકવાની જરૂર છે.

Wednesday, August 22, 2012

इंटरनेट की ताकत का दुरुपयोग

सोशल मीडिया के तमाम मंचों की ताकत आजकल उसकी बड़ी कमजोरी के रूप में देखी जा रही है। असम हिंसा, म्यांमार में मुस्लिम समुदाय के लोगों पर अत्याचार और मुंबई व कई अन्य शहरों में प्रदर्शन के बीच सोशल मीडिया और मोबाइल एसएमएस के जरिए पूर्वोत्तर के लोगों को जिस तरह निशाना बनाया गया वह अपने आप में न केवल बेहद संवेदनशील मामला है, बल्कि चेताने वाला है। पूर्वोत्तर के लोगों को धमकाने के लिए फेसबुक, ट्विटर और यूट्यूब जैसे मंचों का इस्तेमाल सोशल मीडिया आतंकवाद के नए ट्रेंड की तरफ इशारा कर रहा है। सोशल मीडिया से फैलती अफवाहें कोई नई बात नहीं है। बड़ी हस्तियों के निधन की फर्जी खबरें तो लगातार सामने आई हैं। वैंकूवर में फुटबॉल मुकाबले और लंदन में दंगों के दौरान सोशल मीडिया के जरिये अराजक तत्वों द्वारा घिनौना खेल खेलने का मामला सामने आया था। बीते साल मैक्सिको में हुई घटना के बाद गृह सचिव ने ट्विटर टेरेरिज्म का पहली बार सही मायने में जिक्र भी किया था। वहां एक स्कूल में बच्चों का अपहरण होने और बंदूकधारी द्वारा गोलियां चलाए जाने की खबर ट्विटर पर प्रसारित हुई तो लोगों के बीच भगदड़ मच गई। कई माता-पिता ने अपने बच्चों को सुरक्षित देखने के लिए सड़कों पर फर्राटा कार दौड़ाई। इस वजह से कई सड़क दुर्घटनाएं हुईं और कई लोग घायल हो गए। आपातकालीन फोन लाइन जाम हो गई। हालांकि आरोपितों का कहना था कि उन्होंने वही लिखा जो इंटरनेट पर देखा-पढ़ा। सूचनाओं के बिना फिल्टर हुए प्रसारित होने के गुण-दोष के बीच ट्विटर टेरेरिज्म या सोशल मीडिया टेरेरिज्म एक नए किस्म का जुमला था, लेकिन अब आशंका सही साबित होती दिख रही है। असामाजिक तत्व बाकायदा रणनीतिक तरीके से सोशल मीडिया का इस्तेमाल भय-दशहत और आतंकवाद फैलाने के लिए कर रहे हैं। असम हिंसा के साये में पूर्वोत्तर के लोगों के खिलाफ साइबर अभियान इसी का नतीजा दिखता है। भारत में पहली बार सोशल मीडिया की ताकत नकारात्मक रूप में इस तरह सामने आई है और इस लिहाज से सोशल मीडिया के दुरुपयोग से जुड़े सवालों और इस समस्या से निपटने के समाधानों पर बहस जरूरी है। कानून की बात करें तो आइटी एक्ट 2008 में हुए संशोधन के मुताबिक सेक्शन 66-ए में प्रावधान है कि सोशल मीडिया के तहत सामाजिक माहौल को बिगाड़ने वाली अफवाहें फैलाने वाले के खिलाफ कार्रवाई हो सकती है। जुर्म साबित होने पर तीन साल की सजा भी हो सकती है, लेकिन क्या ऐसे लोगों को पकड़ना आसान है? सोशल मीडिया आतंकवाद के मद्देनजर इस समस्या को देखें तो सोशल मीडिया आतंकवादी तो इस तरह की अफवाहों को रणनीतिक तरीके से पैदा करेंगे, जबकि नादानी या अज्ञानता की वजह फैलाने में सहयोग आम लोग ही देंगे। सोशल मीडिया की ताकत की तरह उसका भयंकर दुरुपयोग संभव है और इस दुरुपयोग को रोकने के लिए सरकारी स्तर पर भी रणनीतिक तैयारी जरूरी है। अलबत्ता सोशल मीडिया पर प्रतिबंध की बात न केवल अव्यावहारिक है, बल्कि अधूरी समझ का नतीजा है। सवाल है कि क्या फेसबुक, ट्विटर और यूट्यूब आदि सोशल मीडिया के मंचों पर पाबंदी लगा देने से भारत में अफवाहों का दौर रुक जाएगा? क्या सैकड़ों महत्वपूर्ण काम, जिनके संचालन में सोशल मीडिया के मंचों की अहम भूमिका है, इससे प्रभावित नहीं होंगे? क्या इससे अंतरराष्ट्रीय मंचों पर भारत की छवि प्रभावित नहीं होगी? क्या यह सवाल नहीं उठेगा कि सूचना तकनीक के क्षेत्र में अग्रणी भारत के पास अफवाहों को रोकने के लिए सोशल मीडिया पर पाबंदी के सिवाय कोई दूसरा उपाय नहीं है? फिर कई तकनीकी सवाल अलग हैं। सही मायने में पुलिस का एक विभाग इस बात के लिए आने वाले दिनों में तैयार रहना चाहिए कि वह सोशल मीडिया पर फैलती अफवाहों से फौरन निपटे। सोशल मीडिया का सटीक इस्तेमाल अब पुलिस व दूसरी सरकारी एजेंसियों को सीखना होगा। सिर्फ अफवाहें ही नहीं, बल्कि सोशल मीडिया पर लिखे-कहे जा रहे उन शब्दों पर लगातार निगरानी की जरूरत है जो देश की अखंडता को तार तार कर सकती हैं। लोगों के हाथ में इंटरनेट और सोशल मीडिया के रूप में अपार ताकत दी गई है, लेकिन इस ताकत को संचालित करने के लिए जरूरी ट्रेनिंग नहीं दी गई। यह सवाल इसलिए भी महत्वपूर्ण है कि सोशल मीडिया के तमाम मंचों पर सबसे अधिक सक्रिय किशोर और युवा हैं। सोशल मीडिया पर अफवाह जंगल में आग की तरह फैलती है। भारत में अभी सोशल मीडिया पर सक्रिय उपभोक्ताओं की संख्या सात-आठ करोड़ के करीब है और अभी ही हम इसकी नकारात्मक ताकत के आगे जूझते दिखाई दे रहे हैं। ऐसे में अगर यह आंकड़ा पचास करोड़ के आसपास हुआ तो इस तरह की अफवाहों से होने वाले नुकसान का हम आकलन भी नहीं कर सकते। असम की आग को फैलाने के लिए सोशल नेटवर्किंग साइट को जिम्मेदार कहना ठीक नहीं है। सोशल मीडिया के मंच सिर्फ माध्यम भर हैं। महत्वपूर्ण बात इनके जरिए संदेश भेजने वालों की नीयत का है। सवाल देश की साइबर सुरक्षा की जिम्मेदारी संभाले तकनीकी टीम के कौशल का है। असम संकट के दौर में सोशल मीडिया के जरिए हुए गड़बड़झाले के गहरे निहितार्थ हैं, जिन्हें अब कायदे से समझ लेना चाहिए।

Thursday, January 26, 2012

અંગ્રેજી શીખવામાત્રથી જિંદગી બદલાય?

થોડા સમયથી સમાચારપત્રોમાં ખબરો આવે છે કે અમેરિકા દેવાળું કાઢવાનો છે, ત્યાંનું અર્થતંત્ર ડામાડોળ થવા માંડ્યું છે! ભારત અને અન્ય વિકસિત થતાં દેશો પોતાના ભવિષ્યને અમેરિકા જેવું બનાવવાના પ્રયત્નો અહોરાત્ર કરે છે. ભારત અને અન્ય વિકસિત થતાં દેશો અમેરિકાને પોતાનો ‘આદર્શ’ માને છે. આ ‘આદર્શ’ હવે દેવાળું ફૂંકવાનો છે!!

ભારતના છેલ્લામાં છેલ્લા તબક્કાની વ્યક્તિના મનમાં આ વાત સરસ રીતે અને ખૂબ જ વ્યવસ્થતિ રીતે બેસાડવામાં આવી છે કે અંગ્રેજી ભણશો તો જ તમારો ઉદ્ધાર થશે! ‘અંગ્રેજી શીખો, જિંદગી બદલો’ની જાહેરાતો આપણે દરેકે દરેક જણે વાંચી હશે. જો અંગ્રેજી શીખવાથી ઉદ્ધાર થઈ જવાનો હોત, તો અમેરિકામાં તો દરેકે દરેક વ્યક્તિ અંગ્રેજી બોલે છે, ત્યાંનો તો ભિખારી પણ અંગ્રેજીમાં ભીખ માગે છે, ઝાડુવાળો પણ અંગ્રેજીમાં બોલે છે, તો અમેરિકા દેવાળું કાઢવા કેમ બેઠો છે? ‘અંગ્રેજી શીખો, જિંદગી બદલો’ની ઠેકાણે હવે લખાવું જોઈએ ‘અંગ્રેજી શીખો, અમેરિકાની જેમ દેવાળું કાઢો!!’

આપણને આપણી જ પ્રાચીન ‘ગુરુકુલ’ - ગુરુ શિષ્ય - શિક્ષણની પદ્ધતિ ‘અછૂત’ અને ‘ગમાર’ લાગે છે? માટે આપણે હાર્વર્ડ, ઑક્સફર્ડ, કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીઓમાં ફક્ત ભણેલા (ગણેલા નહીં હોં કે) અને અંગ્રેજીમાં પોપટની જેમ ગોખણપટ્ટી કરીને પટર પટર કરનારાં મનમોહનસિંહ, પી. ચિદમ્બરમ, પૃથ્વીરાજ ચૌહાણ જેવાં લોકોને આપણે નેતા બનાવ્યા છે! જ્યાંથી આ નેતાઓને આપણે ‘આયાત’ કર્યા છે, એવી આ હાર્વર્ડ યુનિવર્સિટી અને મેસેચ્યુસેટ્સ, સ્ટેનફોર્ડ, મિશિગન જેવી દુનિયાની પ્રથમ દસ ક્રમાંકની યુનિવર્સિટીઓ ધરાવતો અમેરિકા પોતે દેવાળું ફૂંકવા ઊભો છે! કેમ? તો ત્યાં મોટા મોટા ‘મેનેજમેન્ટ ગુરુઓ’ ભરેલાં પડ્યાં છે, જેઓ એમ જ માન્યા કરે છે કે જાણે આ પૂરી દુનિયાને ચલાવવાનો ઠેકો તેમણે જ લીધો છે!! ગામડાઓની જે સંસ્કૃતિ ભારતમાં વિકસિત થયેલી છે, એ ગામડાઓએ ભારતને બચાવી લીધો હતો!! આજના ‘વ્યવહારિક જ્ઞાની’ કરતાં ‘પુસ્તિકિયા કીડાં’ વધારે એવા અર્થશાસ્ત્રીઓની નજરમાં જે દેશમાં વધુ શહેરીકરણ થયું હોય એ દેશ વધુ વિકસિત, સમૃદ્ધ છે! તો અમેરિકામાં તો લગભગ ૧૦૦ ટકા શહેરીકરણ થયેલું છે, તો એ દેશ કઈ રીતે નાદાર થવા બેઠો છે? ભારતમાં તો હજી પણ ૬૦ ટકા લોકો ગામડામાં રહે છે! ફક્ત મોટી મોટી ઈમારતો કે ફલાયઓવર બ્રિજો કે કોર્પોરેટ કંપનીઓ, મોલના ઢાંચા ઊભા કરી દેવાથી કે અંગ્રેજી બોલવાથી કોઈ દેશ વિકસિત કે સમૃદ્ધ નથી બનતો, હકીકતમાં જે દેશ પાસે ખેતીલાયક જમીન, ગાય, ભેંસ જેવું પશુધન વિપુલ પ્રમાણમાં છે, એ દેશ વધુ વિકસતિ, સમૃદ્ધ ગણાય છે! જે રાજાશાહીમાં ભારત ‘સોનેરી પંખી’ બન્યું હતું તે રાજાશાહીને તોડીને, આપણે દેવાળું કાઢતા અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણેલા લોકોને આપણા નેતા તેમ જ મંત્રી બનાવ્યા છે. રાજાશાહી વ્યભિચારી, જુલ્મી હતી એવી છાપ આપણા મન પર બાળપણથી પુસ્તકો, અખબારો, ચલચિત્રોનાં માધ્યમથી વ્યવસ્થિત રીતે પાડવામાં આવી છે. અહીં એ વાત યાદ કરાવવી ખૂબ જ જરૂરી છે કે આપણી બધી જ કળાઓ, સાહિત્ય, વેદ, પુરાણો, યોગશાસ્ત્ર, નૃત્યકળાઓ, નૃત્યશાસ્ત્ર, ભારતની બધી જ વિવિધ ભાષાઓ, એમના વ્યવસ્થિત વ્યાકરણ સાથે રાજાશાહીમાં જ વિકાસ પામી છે! લોકશાહીમાં તો આપણે બે પૈડાંવાળી ‘સાઈકલ’ માટે હિન્દી કે ગુજરાતીમાં કશો શબ્દ શોધીને, એ શબ્દને પ્રચલિત નથી કરી શક્યાં!! આની સામે રાજાશાહીમાં, પૂરેપૂરું, આયુર્વેદશાસ્ત્રી, એની હજારો જડીબુટ્ટીઓ, દરેકે દરેક જડીબુટ્ટીનું અલગ અલગ, તેનાં ગુણધર્મ પ્રમાણે નામ સહિત વિકસિત થયેલું. સૂરજ દેવતા માટે દિવાકર, આશુતોષ, ભાસ્કર વગેરે પ્રભાવશાળી નામો આપણા પૂર્વજો આપી ગયા. કમળ માટે પદ્મ, નલીન, જલજ, સરોજ જેવાં શબ્દો આપણી ભાષાઓમાં છે. ‘મેઘદૂતમ્’નું સર્જન રાજાશાહીમાં જ થયેલું! ટૂંકમાં જે જે વસ્તુઓ માટે આજે ભારત ગર્વ લે છે, એ બધું જ રાજાશાહીમાં વિકસિત થયેલું છે. ત્યારે કોઈ અંગ્રેજી ભાષા આ દેશમાં નહોતી! આપણમા મનમાં રાજાશાહી વિશે એ હદે ઝેર રેડવામાં આવ્યું છે કે આજે મોટા મોટા બુદ્ધિવાનો, બુદ્ધિજીવીઓ પણ રાજાશાહીનું નામ સાંભળતા જ મોઢું મચકોડે છે! આની સામે આપણને લોકશાહીના પાઠ ભણાવનારો ઈંગ્લૅન્ડ પોતે રાજાશાહીનો ગુલામ છે!! સ્વદેશી વસ્તુઓ અપનાવવાની વાત કરનારા બાબા રામદેવ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ‘ઠગ’ કે ‘કટ્ટર’ કહેવડાવાય છે, જ્યારે વિદેશી કંપનીઓને ખુલ્લમખુલ્લા ભારતમાં પ્રવેશ આપીને, ભારતીયોને ઠગતાં મનમોહનસિંહ કે ચિદમ્બરમ કે પ્રણવ મુખરજી ‘ઉદારમતવાદી’ કહેવાય છે! હકીકતમાં ‘અંગ્રેજી શીખો, જિંદગી બદલો’ની જાહેરાતો આપતી, અંગ્રેજી શીખવતી આ સંસ્થાઓમાં, અંગ્રેજી શીખવા જનારાઓની જિંદગી તો કેટલી બદલાઈ છે એ એક સર્વેક્ષણનો વિષય છે, પરંતુ આ સંસ્થાઓ ચલાવનારાઓની જિંદગી અવશ્ય બદલાઈ ગઈ છે. આ સંસ્થાઓના માલિકો દર વર્ષે કરોડો - અબજો રૂપિયાનો વેપલો કરી નાખે છે. આપણે એ જાણવાની કોશિશ કરીએ છીએ ખરાં કે આ મોટી મોટી સંસ્થાઓનો વહીવટ ક્યાંથી થાય છે? ઘેટાંની જેમ એકની પાછળ એક આ સંસ્થાઓમાં દાખલો લેવા દોડતા આપણે, આ વિચારીએ છીએ ખરા કે આ બધો પૈસો ક્યાં દેશમાં જાય છે? આ સંસ્થાઓ હકીકતમાં શું છે?

આપણે આ અંગ્રેજો પાસેથી ઘણી અંગ્રેજી શીખી લીધી!! હવે શું આપણે એમને હિન્દી કે ગુજરાતી શિખવાડવાનું વિચારી શકીએ ખરાં?

અલ્લાહની હિકમતથી થતી ગેબી હિફાઝત

  • સૃષ્ટિના સર્જનહારે દુનિયામાં વસનારાઓ માટે એકથી અનેક પોતાની કુદરતના નમૂનાઓની નવાજેશ ફરમાવી છે. કરોળિયો પોતાની લાળથી જાળું બનાવે છે જેમાંથી તે પોતાની આસપાસના મચ્છરો અને માખોનો શિકાર કરી ખોરાક મેળવે છે. ફુંક મારતા ઊડી જાય એવું એ જાળું કુદરતનો નમૂનો બને છે ત્યારે તે લોખંડી દીવાલની ગરજ સારી રહે છે. અલ્લાહના મહાન પયગંબર રહેમતુલ્લીલ આલમીન હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલૈયહે વસલ્લમ જ્યારે હિજરત કરે છે અને ગારેહીરામાં આપ અને આપના સાથી હઝરત અબુબકર સીદ્દીક અલૈયહિસલ્લામ આસરો લે છે ત્યારે તે ગાર પર કુદરતના હુકમથી કરોળિયો જાળું બાંધે છે. ત્યાં જે ઝાડ હોય છે તે ગારના (ગુફાના) મુખદ્વાર પર નમી જાય છે અને તેના ઉપર એક માદા કબૂતર ઈંડા મૂકે છે અને બેસી રહે છે. કુફફારે મક્કા શોધમાં નીકળે છે ને ભોમિયો તેને ગુફા બતાવી કહે છે કે અહીં હોવા જોઈએ પણ તે લોકો થાપ ખાઈ જાય છે. ગાર (ગુફા)ને ઉજ્જડ સમજી ત્યાં જવાનો માર્ગ નહીં દેખાતા પાછા ફરે છે અને આપ તથા આપના સાથી વહેલી સવારે ઊંટ ઉપર સવાર થઈ આગળ વધે ત્યારે કુફ્ફારે મક્કા આપને પકડી લાવવા માટે સો ઊંટોનું ઈનામ જાહેર કરે છે. રસુલ્લલ્લાહ પાછળ એક ઘોડેસવાર આવે છે. આપના સાથી ચેતવે છે કે દુશ્મન આવી પહોંચ્યો છે. આપ ફરમાવો છો - ‘અલ્લાહ આપણી સાથે છે.’ અને તે સવાર નજીક આવતા આપ જમીનને ઈશારો કરો છો અને સવાર ઘોડા સહિત જમીનમાં ઊંડો ઉતરવા લાગે છે, આથી બુમ મારે છે - ‘યા રહેમતુલ્લીલ આલમીન સલ્લલ્લાહો અલૈયહે વસલ્લમ, મને બચાવો, મારી ભૂલ થઈ ગઈ.’ આપના ઈશારાથી પાછો સવાર ઘોડા સહિત બહાર નીકળે છે, પરંતુ ફરી તે હરકત કરે છે ત્યારે પણ તે જ હાલ થાય છે. આવું ત્રણ વખત થાય છે અને આપ માફ કરતા જાય છે. પછી તે સવાર ઈમાન લાવે છે અને શરમથી રડી કહે છે કે- ‘મારા શું હાલ થશે?’ આપ તેને દુવા કરો છો કે - ‘તમારા હાથોમાં શાહે ઈરાનના કંગન બંધાશે.’ આપની વિદાય પછી ખલિફા હઝરત ઉમર ફારૂક અલૈયહિ સલ્લામના વખતમાં ખબર આવે છે કે - ‘સુરાખાની આખરી ઘડિયો છે, ચાલો ને જુઓ!’ હઝરત ઉમર ફારૂક અલૈયહિ સલ્લામ ફરમાવે છે કે - ‘જ્યાં સુધી ઈરાન ફતેહ થઈને કંગન તેઓના હાથમાં બંધાશે નહીં ત્યાં સુધી તેઓને કંઈ થશે નહીં. કેમકે આ આગાહી સરવરે કાએનાતની છે.’ અને પછી જ્યારે ઈરાન ફતેહ થાય છે ત્યારે મુજાહિદો પાસેથી સૌ પ્રથમ શાહે ઈરાનના કંગન મગાવી સુરાખાના હાથમાં બંધાવવામાં આવે છે તે પછી જ રૂહ પરવાઝ થાય છે. આ રીતે પરવરદિગારના પયગંબરને જમીન અને આકાશની રજેરજ સાથ આપતી હતી. કદિક લડાઈમાં હારજીત, ક્યાંક મુસીબતો સહન કરવી તો ક્યારેક સ્વબચાવ માટે આશરો શોધવો અને દરેક પ્રસંગે અલ્લાહની હિકમતથી થતી ગેબી હિફાઝત (રક્ષા)ની હકીકત સાબિત કરી આપે છે કે આપ હુઝુર (સ.અ.વ.) મે ઈસ્લામનો ફેલાવો અખલાક (સદાચરણ)થી કર્યો અને આપના ઉમ્મતિઓ માટે આપે એવા નમૂના પેશ કર્યા જેને અનુસરનાર બંને જહાંના ભયથી મુક્ત બની શકે છે. આપના મુબારક જન્મદિવસની ઉજવણી ‘જશ્ને વિલાદત’ (જેને ઈદે મિલાદ તરીકે પણ સંબોધવામાં આવે છે)ના મહાન અવસરને હવે ગણતરીના દિવસો બાકી છે.

Wednesday, December 14, 2011

મંદીનો હાઉ ઊભો થયો છેઃ આંકડાની વિશ્વસનીયતા કેટલી?

બાળકને માતાના ખોળામાં અને પિતાના ખભા પર જીવનનું અમૂલ્ય સુખ પ્રાપ્ત થાય છે. - શ્રી હર્ષ

કેટલાક સરકારી વિભાગના આંકડાને આધારે સમગ્ર રાષ્ટ્રમાં મંદી હોવાના ગભરાટભર્યા અહેવાલ પ્રસ્તુત થઈ રહ્યા છે. શેરબજારનો સૂચકઆંક, ઔદ્યોગિક ઉત્પાદન આંક ઘટે એટલે એવું વાતાવરણ નિર્માણ કરી દેવામાં આવે છે કે જાણે આકાશ તૂટી પડ્યું છે!! પરંતુ સમગ્ર ચિત્ર તદ્દન અલગ છે.

સૌથી પહેલી વાત એ છે કે રાષ્ટ્રની જનસંખ્યા ૧૨૦ કરોડની છે જે યુરોપ અને અમેરિકાની કુલ જનસંખ્યા કરતાં પણ ૪૫ કરોડ વધારે છે. યુરોપ- અમેરિકા તેમના કર્યા ભોગવે તો તેની કોઈ જ અસર ભારત પર થવાની નથી. જે અર્થશાસ્ત્રીઓ આવી કાગારોળ મચાવી રહ્યા છે તે વધુ પડતી છે.

ભારતમાં બચત સર્જનદર આજે પણ ૩૦ થી ૩૫ ટકા છે. જ્યાં બચત થતી હોય ત્યાં મૂડીસર્જન આપોઆપ થતું રહે છે. આથી અર્થતંત્ર ધબકતું રહે છે. યુરોપમાં મંદી આવી છે તેનું કારણ વૈભવી જીવનશૈલી અને બેફામ ખર્ચા છે. અલબત્ત, ભારતમાં નવાંગતુક યુવાનવર્ગ બેફામ પૈસા વાપરી રહ્યા છે, પરંતુ તે સંખ્યા બહુ મર્યાદિત છે.

રાષ્ટ્રનું અર્થતંત્ર ખેતીવાડી પર નિર્ભર છે. તેમાં આજે પણ રોજગારીની તકો વધતી જ રહી છે. કોઈને બેરોજગાર થવાનું ખેતીવાડીના ક્ષેત્રમાં બનતું નથી. આવે વખતે મંદીની જે વાત થાય છે તે સ્વીકાર્ય બનતી નથી. યુરોપના ધારાધોરણ ભારતને લાગુ પડી શક્તા નથી. બન્ને ક્ષેત્રમાં પરિસ્થિતિ અલગ છે.

છેલ્લા ૧૦ વર્ષથી તો ચોમાસા સારા હોવાને કારણે અનાજ, કઠોળ વગેરેના ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે. કોઈ ચીજવસ્તુની તંગી નથી. માગ અને પુરવઠાની સમતુલા સારી રીતે જળવાઈ રહે છે. જે બે-ચાર નાની મોટી બાબત છે તે ચારે તરફ છે એટલે ભારત કોઈ અપવાદ નથી.

એક તરફ મંદી છે તેવી હવા ઊભી કરવામાં આવી છે તો પછી ભાવ કેમ વધે છે? પ્રજા પાસે પૂરતા પ્રમાણમાં ખરીદશક્તિ છે એટલે તો ભાવ વધે છે. આમ મંદીનો ડર ઊભો કરાયો છે તે આવી બાબતથી પુરવાર થાય છે, તેજી અને મંદી તે સતત ચાલતી પ્રક્રિયા છે. મંદી એટલે ઓછી માગની પરિસ્થિતિ જે કદાચ કામચલાઉ હોય છે.

આજે અર્થતંત્ર સમક્ષ સૌથી મોટો પડકાર એ ખર્ચાને નિયંત્રણમાં રાખવાનો છે. દરેક સ્તરે અને દરેક સ્થળે એટલા વ્યાપક ખર્ચા થઈ રહ્યા છે કે જો કેસ દીઠ વિશ્લેષણ કરવામાં આવે તો ખાનગી એકમો પણ બેફામ ખર્ચા કરી રહ્યા છે. જરૂરી નથી તેવા ખર્ચા આવક- ખર્ચની અસમતુલા ઊભી કરે છે.

જો સરકારી વિભાગ અને ખાનગી ક્ષેત્ર કેટલાક ખર્ચા ઓછા કરવા પ્રયત્ન કરે તો ઊલટું અર્થતંત્રને માટે ફાયદાની વાત બને તેવું છે. અર્થતંત્રમાં નાણાકીય સંચાલનમાં અવ્યવસ્થા ઊભી થાય છે તેવે વખતે તેજી અથવા મંદી તરફી વાતાવરણ નિર્માણ થાય છે. આ માટે નક્કર પગલાં લેવાય તે જરૂરી છે.

રાષ્ટ્રની બેન્કમાં થાપણો વિક્રમસર્જક છે. બેન્કો સમક્ષ આજે ધિરાણના પ્રશ્ન છે. સારા ખાતેદાર મળતા નથી કે જેમને નાણાં વ્યાજે પૂરા પાડી શકાય. આથી જ કહી શકાય કે હાલમાં જે સુસ્ત આર્થિક વાતાવરણ છે તે મંદી નથી, પરંતુ સરકારી કક્ષાએ અનિર્ણાયકતા પ્રવર્તી રહી છે તેના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ છે.

સૌ કોઈ જાણે છે કે છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ મહત્ત્વના નિર્ણય લેવાયા નથી. ભ્રષ્ટાચારમાં પ્રધાનોની સંડોવણીને કારણે જવાબદારીની ફેંકાફેંકી થઈ રહી છે. મહત્ત્વની કામગીરીમાં આગળ વધી શકાતું નથી. એક પછી એક બાબતમાં પીછેહઠ થઈ રહી છે.

આથી જ મંદી કે ઓછી માગની પરિસ્થિતિ માટે ઘરઆંગણાની બાબત જવાબદાર છે. વિદેશ વ્યાપાર- આયાત- નિકાસ અને એવી જ અન્ય આંતરરાષ્ટ્રીય વ્યાપારી બાબતમાં ક્યાંય ઘટાડો જોવામાં આવતો નથી. આવા સંજોગોમાં જે વાત છે તે મંદીની છે કે પછી સ્થાપિત હિતોની છે.

પ્રજાના વિશાળ વર્ગે વ્યક્તિગત કરકસર કરીને ઈલેક્ટ્રિસિટી ટેલિફોન, મનોરંજન વગેરેના ખર્ચા પર હેતુલક્ષી નિયંત્રણ લાવવાની જરૂર છે. કેટલાક ખર્ચા એવા છે કે જે અવશ્ય ઓછા કરી શકાય છે. યુરોપમાં મંદી હોય એટલે ભારતમાં તેની અસર હોય જ તેમ સ્વીકારી લેવાની પણ જરૂર નથી.

મોટા ભાગના સરકારી આંકડા તકલાદી હોય છે. આવા આંકડા ક્યાંથી મેળવવામાં આવે છે તે માત્ર તેઓ જ જાણે છે!! છૂટક બજારમાં ભાવ વધે છે અને એક પણ ચીજ સસ્તી થઈ નથી તેવે વખતે જથ્થાબંધ ખાદ્યચીજવસ્તુના ભાવમાં ઘટાડો થયો છે તેવી બાબતને કોણ સ્વીકારશે? આવું જ મંદીનું છે. બે-ચાર આધાર આપીને મંદી છે તેમ કહેવાય છે તે ગળે ઉતરે તેવું નથી.

Thursday, December 8, 2011

મુસ્લિમ મહિલાઓની ખરાબ સ્થિતિ માટે જવાબદાર કોણ?


ઈસ્લામે ઔરતને ઊંચો દરજ્જો આપ્યો છે. કુરાને મજીદમાં ફરમાવાયું છે કે, પરવરદિગારથી ડરતા રહો કે જેણે તમને એક વ્યક્તિથી પેદા કર્યા અને તેનાથી જ તેનું જોડું પેદા કર્યું અને તે બંનેથી ઘણા પુરુષો અને સ્ત્રીઓને દુુનિયામાં ફેલાવ્યાં. સ્ત્રીઓ પુરુષો માટે પોષાક સમાન છે અને તમે સ્ત્રીઓ માટે પોષાક સમાન છો. જેવા અધિકારો સ્ત્રીઓ પર પુરુષના છે તેવા જ હકો સ્ત્રીઓ માટે પુરુષો પર છે. નબીએ કરીમ હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલૈયહિવસલ્લામનું કથન છે - સ્ત્રી પુરુષો સાથે અવતરેલા બે સરખા ભાગમાંની એક છે. એક સદ્ગુણી સ્ત્રી ઘણી મૂલ્યવાન છે. સ્ત્રી સાથે સારો વ્યવહાર કરવાનો અલ્લાહનો આદેશ છે, કારણ કે એ જ સ્ત્રી જાત તમારી માતા, બહેન, દીકરી વગેરે છે. ઔરતના અધિકારો સર્વ માન્ય રીતે પવિત્ર છે અને તેઓના હક-અધિકારો બરાબર સચવાતા રહે એ જોવાની પુરુષોની ફરજ છે. 

૧૪૦૦ વરસ પૂર્વે દીને ઈસ્લામનું આગમન થયું. જગતમાં જેટલા ધર્મો આવ્યા તેમાં સૌથી છેલ્લે ઈસ્લામનો ઉદય થયો. ઈસ્લામના આવવા પૂર્વે લોકો એમ સમજતા હતા કે સ્ત્રીઓને રૂહ છે જ નહીં એટલે તેઓ પવિત્ર સ્થાનોમાં દાખલ થઈ શકે નહીં. કુરાને મજીદે આ અસત્ય માન્યતાના જવાબમાં ફરમાવ્યું કે ઔરત નીતિ અને રૂહાની ખિલવણીના બંને દષ્ટિબિંદુથી પુરુષને એકસરખી ઉપયોગી છે. આગળ ફરમાવાયું - ઔરત જન્નત (સ્વર્ગ)માં દાખલ થઈ શકશે કે રૂહ જે (આત્મા)નું છેલ્લું સ્થાન છે. રસૂલ્લલ્લાહ (સલ.) ફરમાવે છે, તમારામાંનો ઉત્તમ માનવી તે છે જે પોતાની પરણેતર માટે ઉમદા પુરુષ છે. એક સદ્ગુણી સ્ત્રી પુરુષનો સૌથી શ્રેષ્ઠ ખજાનો છે. જો તમે તમારી ઔરતોને ઠપકો આપો તો પણ તે કાર્ય નરમાશ અને દયાની લાગણી સાથે થવું જોઈએ. પુરુષે પોતાની સ્ત્રીને ધિક્કારવી જોઈએ નહીં. તે તેની કોઈ અણગમતી આદતને લીધે નાખુશ હોય તો તેની બીજી સારી ટેવને માટે તેણે ખુશ થવું જોઈએ. તમે જમો ત્યારે તમારી સાથે તમારી ઔરતને પણ જમાડો. તમે કપડાં બનાવો તો તમારી સ્ત્રી માટે પણ બનાવો. તેને અપશબ્દો બોલશો નહીં અને તેને મારશો નહીં. 

સ્ત્રી સાથે જુલ્મો સીતમના વ્યવહારથી દૂર રહેવા ઉપરાંત તલાક આપવા સંબંધે કુરાને મજીદ તેના અનુયાયીઓને ગંભીર ચેતવણી આપતા ફરમાવે છે - તલાકથી અર્શ પણ કંપી ઊઠે છે. પયગંબરસાહેબે એક જ શબ્દથી સ્ત્રીને સૌથી શ્રેષ્ઠ દરજ્જો અપાવ્યો છે. આપ ફરમાવો છો, તમારી માતાના પગ તળે જન્નત છે. ઈસ્લામી કાનૂન અનુસાર સ્ત્રીઓ પુરુષજાત તરફથી ભરણપોષણ મેળવવાનો હક ધરાવે છે. એક ઔરત પોતાના હાથે પરિશ્રમ કરી પોતાનું ગુજરાન ચલાવી શકે છે. સ્ત્રીનું ગુજરાન ચલાવવા ઉપરાંત તેનું રક્ષણ કરી સંભાળ રાખવાનું પણ ઈસ્લામમાં પુરુષ પર ફરજિયાત ઠેરવવામાં આવ્યું છે. 

ઈસ્લામે સ્ત્રીઓને અનેક અધિકારો આપ્યા હોવા છતાં એ હકો - અધિકારોની જાળવણી માટે કોમમાં અનેક ઉણપો જોવા મળે છે. ઉપરાંત અમલી સ્વરૂપોનો પણ અભાવ વર્તાઈ રહ્યો છે. જોકે આ માટે દોષ કોમના અગ્રણીઓ તથા ખુદ સ્ત્રીઓનો પણ ઓછો નથી. જો ઈસ્લામી ઔરતો શિક્ષિત હોત, તાલીમ હાંસલ કરી હોત તો આજે તેઓની સામાજિક અને આર્થિક સ્થિતિ બેશક ગૌરવભરી હોત. પ્રગતિકર્તા રાજ્યો અને શહેરોમાં જે મુસ્લિમ મહિલાઓ શિક્ષિત છે તેઓ પોતાની તાલીમનો ઉપયોગ કોમની સ્ત્રીઓને શિક્ષણ લેતી કરી સ્વાવલંબી બનાવવા માટે પણ કરે તો એ સમય દૂર નહીં હોય જ્યારે મુસ્લિમ ઔરતો પણ પુરુષ સમોવડી બની પોતાના હકો-અધિકારો પ્રાપ્ત કરવા કામિયાબ નિવડી શકશે. અલ્લાહ અને તેના રસૂલ તરફથી પોતાની ઉમ્મતને મળેલ બોધને તે આ રીતે જગતભરમાં રોશન કરી ઈસ્લામને ઔર બુલંદ સ્થાને પહોંચાડી શકશે. 

શિક્ષણ વિભાગમાં સંખ્યાબંધ નિર્ણયો એક વર્ષથી પડતર છે

શિક્ષણ એટલે સંસ્કાર, સદાચાર અને સમર્પણની ત્રિમૂર્તિ.





કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિભાગના પ્રધાન કપિલ સિબ્બલ પાસે સંદેશવ્યવહારનો પણ અખત્યાર છે. આ બન્ને વિભાગ પ્રશ્નો અને સમસ્યાથી ભરપૂર છે. કોઇ પણ મંત્રી ગમે તેટલો કાર્યક્ષમ હોય પરંતુ આ બે ‘હેવી વેઇટ’ ગણાતા વિભાગને કોઇ પણ વ્યક્તિ સંભાળી શકે તેવું નથી.શિક્ષણ વિભાગને લગતા ૧૧ ખરડા હાલમાં પડતર છે, એક વર્ષથી તેના પર કોઇ જ કાર્યવાહી થઇ નથી. કારણ કે શિક્ષણ વિભાગ સંભાળનારા કપિલ સિબ્બલ રાજકારણ ખેલવામાં વ્યસ્ત છે. બાકી હતું તો તેઓ ટેલિકોમ્યુનિકેશન વિભાગના કૌભાંડ, તેની અદાલતી કામગીરી અને સુપ્રીમ કોર્ટ વચ્ચે આંટાફેરા કરવામાં જ તેમનો સમય અને શક્તિ વ્યય કરી રહ્યા છે.યુનિવર્સિટીની સંખ્યા વધારવી, ટેક્નિકલ યુનિવર્સિટી અને વિદેશી યુનિવર્સિટીને પરવાનગી વગેરે જેવી ડઝનબંધ બાબતો કોઇ જ નિર્ણય વગર બાકી છે તેવે વખતે શિક્ષણમંત્રી પક્ષીય રાજકારણ ખેલવામાં વ્યસ્ત છે. તેઓ વડા પ્રધાન અને પક્ષના અધ્યક્ષા સામે વેબસાઈટ પર ટીકાત્મક લખાણોને હવે કાયદેસર પગલાંનો ધંધો બનાવી દીધો છે.

લોકશાહીમાં દરેકને વ્યંગ અને ટીકા કરવાનો અધિકાર છે, પરંતુ કપિલ સિબ્બલ કે જેઓ સુપ્રીમ કોર્ટના પ્રેક્ટિસિંગ અૅડવોકેટ છે, તેઓ જાતજાતના વાંધાવચકા કાઢે છે. સંખ્યાબંધ શિક્ષણને લગતા સુધારા જેનાથી શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન અને ગુણવત્તામાં સુધારો થઇ શકે તેવું છે તે હાલમાં તો તદ્દન અનિર્ણાયક હાલતમાં છે.

અણ્ણા હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન બાદ સૌથી વધુ ગભરાટ કપિલ સિબ્બલ જેવા ધારાશાસ્ત્રીઓને થાય તેવું છે, કારણ કે ખોટું ચલાવીને જ તેઓએ શાસન કર્યું છે. આથી તેઓ પારદર્શકતાની વાતનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. વેબસાઇટ પરના લખાણ સામે સેન્સરશિપની ધમકી પણ તેમણે જ ઉચ્ચારી છે. જુલાઇમાં અણ્ણા હઝારેનું આંદોલન ઉગ્ર બન્યું હતું તે વખતે ટેલિકોમ્યુનિકેશન વિભાગના મંત્રી તરીકે જથ્થામાં મોબાઇલ દ્વારા મોકલાતા એસ.એમ.એસ. પર નિયંત્રણ લાદનારા પણ કપિલ સિબ્બલ જ હતા. એક વખતે જેમને ૧૦ - જનપથની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા તેવા કપિલ સિબ્બલ આજે ‘વફાદારીપૂર્વક’ તેમની ‘ફરજ’ બજાવી રહ્યા છે!!

કેન્દ્ર સરકારના વર્તમાન શાસક પક્ષે જ્યારે વર્ષ ૨૦૦૯માં બીજી વખત સત્તા સંભાળી તે વખતે શિક્ષણને સૌથી વધુ મહત્ત્વ આપવાની જાહેરાત કરી હતી. આજે વાસ્તવિક્તા જુદી જ છે કે શિક્ષણમંત્રી ટેલિકોમ્યુનિકેશનને લગતી બાબતોમાં એવા તો વ્યસ્ત છે કે છેલ્લા એક વર્ષમાં તેમણે કોઇ જ મહત્ત્વનો શિક્ષણક્ષેત્રે નિર્ણય લીધો નથી.કૉંગ્રેસ પક્ષના અધ્યક્ષા અને વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહ સામે ટીકાત્મક લખાણો કેમ ન લખી શકાય? લોકશાહીમાં શિષ્ટ ભાષામાં ટીકા કરવાનો દરેકને અધિકાર છે. આવી બાબત દૈનિક સમાચાર પત્ર કે પછી વેબસાઇટ ગમે તે માધ્યમથી થઇ શકે છે. તેના પર પ્રતિબંધ લોકશાહીને અનુરૂપ બાબત નથી.૧૯૭૫ની કટોકટીનું પુનરાવર્તન કરવાની આ બાબત છે. હવે વગર કટોકટીએ સેન્સરશિપ લાદવાની ઘટના બની રહી છે, પછી ગમે તેટલી સ્પષ્ટતા કરવામાં આવે તેનો કોઇ અર્થ નથી. હાલમાં તો કેન્દ્ર સરકાર કોઇ દિશા વગર જ કાર્ય કરતી હોય તેવું લાગે છે. સુકાન વગરનું વહાણ જે રીતે સમુદ્રમાં જતું હોય તેવી હાલત રાષ્ટ્રની છે.છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ જેવા મહત્ત્વના વિભાગમાં કોઇ જ નોંધપાત્ર નિર્ણય લેવાયો નથી. ભવિષ્યને માટે કેવું વાતાવરણ હશે તે માત્ર કલ્પના જ કરવાની રહે છે. ૧૨૦ કરોડની જનસંખ્યા ધરાવતાં રાષ્ટ્રમાં નેતૃત્વની અછત છે કપિલ સિબ્બલ જેવી વ્યક્તિ કોમવાદી ધોરણે વાતો કરે છે, જાહેરાત કરે છે અને તેમની ટીકા ન થઇ શકે તે કેવી યંત્રણા ગણવી રહી?

કેન્દ્ર સરકાર તમામ વર્ગ અને પ્રજા માટે છે. કોઇ ચોક્કસ વર્ગ કે કોમ માટે કાર્ય કરતી નથી, છતાં જે રીતે કાર્યપદ્ધતિ અપનાવવામાં આવી રહી છે તે ટીકાને પાત્ર છે. વેબસાઈટનો ઉપયોગ યુવાન વર્ગ વધુ પ્રમાણમાં કરી રહ્યો છે. તેઓ હંમેશાં સત્તાધારી પક્ષના વિરોધી હોય છે. યુવાનવર્ગ પરિવર્તનની તરફેણમાં જ બોલે છે. આવી સોશિયલ વેબસાઇટ પરથી જે માહિતીની આપ-લે થતી હોય છે તે આગની જેમ ચારે તરફ પ્રસરે છે. કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન વિશે ઘણી માહિતીનો પ્રસાર થતો હોય છે, પરંતુ જો સારા કાર્ય થતાં હોય તો પછી ડરવાનું શું કારણ છે?શિક્ષણ, વ્યાપાર, આર્થિક બાબતો જેવી અનેક બાબત સાવ ઠપ છે, જાણે કે તંત્ર જ ન હોય તેવું વાતાવરણ જણાય છે. આટલા વિશાળ રાષ્ટ્રમાં કોઇ આગેવાન બનવા તૈયાર ન થાય તે અચરજ પમાડે તેવી બાબત ગણવી જોઇએ. શાસક પક્ષે પોતાનો પ્રમાદ ખંખેરવાની જરૂર છે.

Thursday, December 1, 2011

આ અબ લૌટ ચલે


કોઈ મોટી જેલની સઘન મુલાકાત લઈને બહાર નીકળો તો કદાચ એવું જરૂર થાય કે ‘આ દુનિયામાં અપરાધ સિવાય કશું થતું જ નથી કે શું? અલબત્ત, આ અનુભવ કોઈ મોટી હોસ્પિટલમાંથી બહાર નીકળતા ‘દુનિયામાં રોગ સિવાય કશું જ નથી કે શું’ની ભાવના જન્મે તેવો છે. પણ હવે અપરાધની દુનિયા ખાસ્સી મોટી થઈ ગઈ છે એ નક્કી. આ અપરાધીઓ રીઢા જ હોય તેવું તો કોઈ નહીં માને. ઘણીવાર સંજોગો, નિયતિ અચાનક જ માણસને એવા અપરાધમાં ધકેલી દે, જે તેણે ખુદે પણ કદી કલ્પ્યો ન હોય. આજકાલ તો જીવનની ભારે અફરાતફરી મચી છે અને જીવનના નીતિ-મૂલ્યોના આગ્રહોનાં ધોરણો પણ ઘણાં નીચાં ગયાં છે. ‘કોઈ પણ ભોગે જીવી લો, પછી જે થવાનું હશે તે થશે’નું વલણ એક મોટા વર્ગમાં પ્રચલિત છે. આ કારણે અપરાધ સતત વધી રહ્યા છે. દેશમાં કુલ ૧૧૪૦ જેલો છે તેમાંની જે ૧૦૭ સેન્ટ્રલ જેલ છે તેના અપરાધીઓ અખબારોના પાને ચર્ચા જગાવ્યા પછી જેલજીવન ભોગવતા હોય તેવા છે. તેમાંય આર્થર રોડ અને બિહાર જેલના કેદીઓ વળી ચર્ચામાં રહે છે. ભારતની જેલો ૨,૩૩,૫૪૩ કેદીઓને સંઘરી શકે એમ છે અને અત્યારે ૩,૨૬૫૧૯ જેટલા કેદીઓથી તો ભરચક છે. આ કેદીઓમાં ૩,૧૩,૭૯૩ પુરુષ કેદીઓ (૯૬.૧ ટકા) અને ૧૨,૭૮૦ મહિલા કેદીઓ (૩.૯ ટકા) છે. આ આંકડા સ્વયં સૂચવે છે કે અપરાધની માત્રા કેટલી વધી છે. સામાન્યપણે અપરાધીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવવાનું વલણ સમાજ ધરાવતો નથી. અલબત્ત, આજથી કેટલાંક દાયકા પહેલાં સાવ ઉપેક્ષા કરાતી તેવું આજે નથી પણ તેના સહાનુભૂતિ નહીં બલકે ‘તે તેનું ફોડે, આપણે આપણું ફોડો’ એવું વલણ કામ કરે છે. પણ શું તેઓ સાચી અને સક્રિય સહાનુભૂતિના અધિકારી નથી? શું કોઈ વ્યક્તિ એક અપરાધ કરે તેથી તેની બીજી બધી જ ક્ષમતાઓ નકામી થઈ જાય છે? તે કોઈ કામનો રહેતો જ નથી? બંગાળના લેખક જરાસંઘે ‘ઉજળા પડછાયા કાળી ભોંય’ નામે પુસ્તક લખેલું. જરાસંઘ જેલર હતા અને સ્વપરિચયે તેમણે કેદીઓના જીવનમાં ડોકિયું કરેલું. (તેમના એ પુસ્તકની એક સાચી કથા પરથી ‘બંદિની’ ફિલ્મ બનેલી) વ્હી. શાંતારામની ‘દો આંખે બારાહ હાથ’ પણ અપરાધીઓને માનવીય સંવેદનથી જુએ છે. જયપ્રકાશ નારાયણ જેવાએ ચંબલના ડાકુઓ પાસેથી બંદૂક છોડાવેલી. રાજ કપૂરની ‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈ’ એ જ રીતે અપરાધી (ડાકુઓને) બદલવાનું આહવાન હતી. વિદેશમાં જ્યાં જેને જેવા સર્જકને જેલમાંથી શોધી વિશ્વ સમક્ષ મૂકવાનું કામ જ્યાં પૉલ સાર્ગએ કરેલું. 

આ ત્રીજી ડિસેમ્બરે અમદાવાદની સાબરમતી જેલમાં ૫૬ કેદી વિદ્યાર્થીઓને પદવી આપવાનો સમારોહ યોજાવાનો છે. આ રીતે અગાઉ કદી જેલમાં પદવી દાનનો સમારોહ નથી થયો. આ એક ખરેખર જ ગમે એવું પગલું છે. આ પ્રસંગ સાથે તિહાર જેલમાં ગયા ફેબ્રુઆરીમાં થયેલા અને હવેના મહિનામાં થનારા કેમ્પસ ઈન્ટરવ્યુને પણ યાદ કરવા જોઈએ. ફેબ્રુઆરીમાં જ્યારે આ પ્રકારે ઈન્ટરવ્યુ થયા ત્યારે ૪૬ જેટલા કેદીઓને જુદી જુદી કંપનીઓએ નોકરી આપેલી. હવેના ઈન્ટરવ્યુ વેળા નવ મોટી કંપનીઓ પેલા કેદી - ગ્રેજ્યુએટસને સમાવવા તત્પર છે. આ જ એક ઉત્તમ રસ્તો છે. અપરાધ કરનારને સમાજ ગૌરવપૂર્વક પાછો પોતાનામાં સમાવે તો પેલી વ્યક્તિનું આત્મબળ વધી જતું હોય છે. આમ પણ તિહાર અને એવી મોટી જેલોમાં વધુ ભણેલા કેદીઓ ઓછા ભણેલા કેદીઓને ભણાવે એવું હવે અપનાવાયું છે. મતલબ કે જેલમાં ગયા એટલે પથ્થર તોડવા જેવા કપરા કામ જ કરવાનું એવું હવે નથી. આખર તો આ માનવસમાજ છે અને કોઈ અપરાધ કરે તો તે માત્ર વ્યક્તિગત જ નથી હોતો, તેમાં સામાજિક અન્યાયની અને વ્યક્તિની ખુદની પ્રકૃતિ, નિયતિનો ય હિસ્સો હોય છે. પણ આપણે ત્યાં તકલીફ બીજી પણ છે. હજુ ૧૮૯૪ અને ૧૯૦૦મા જેલ માટે જે કાયદાઓ બનેલા તે ચાલે છે. કાયદાઓ બદલાય, સરકારના અને સમાજમાં અભિગમ બદલાય તો ઘણું બદલાય શકે છે. અમદાવાદની સાબરમતી જેલ અને તિહાર જેલમાં જે બની રહ્યું છે તે ઉદાહરણ માત્ર ન રહેતાં જાગૃતિ બને તે અપેક્ષિત છે. બાકી આજે તો થોડા - ઘણાં અપરાધી માનસ સિવાય જીવન વ્યવહાર જ શક્ય નથી એવું બની ચૂૂક્યું છે. કહો તો, કોણ નથી અપરાધી? 

Sunday, November 27, 2011

એક થપ્પડ ઈધર ભી, ઉધર ભી...

ચિત્ર એવું ઉપસાવાઇ રહ્યું છે કે વિદેશી કંપનીઓ વેપાર કરવા નહીં ખેરાત કરવા આવી રહી છે


ભારતકુમાર મનોજકુમારની ‘રોટી, કપડા ઔર મકાન’ ફિલ્મમાં પ્રેમનાથને મોંઘવારી એવી હાડોહાડ લાગે છે કે લલકારે છેઃ પહેલે મુઠ્ઠી મેં પૈસા દેકર થેલે મેં શક્કર લાતેં થે, અબ થેલે મેં પૈસે જાતેં હૈ, મુઠ્ઠીભર શક્કર આતી હૈ... બાકી કુછ બચા તો મહંગાઈ માર ગઈ.

પ્રેમનાથનો એ ચિત્કાર ત્રણ-સાડાત્રણ દાયકામાં કેટલો હિંસક બની ગયો છે તેનું પ્રમાણ સૌએ ‘લાઈવ’ નિહાળ્યું. સ...ટા...ક એક થપ્પડ ૭૧ વર્ષના કૃષિપ્રધાનને ૨૭ વર્ષના શીખ હરવિંદર સિંહે જડી દીધી અને રાષ્ટ્રીય સ્તરે હીરો બની ગયો. એ આખી વાતને નાદાન માણસની પબ્લિસિટી ભૂખ કહી વગોવી ઠેકાણે પાડી દેવી કદાચ રાજકીય કૂટનીતિ ભલે હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે દેશભરમાં આબાલ-વૃદ્ધ, શિક્ષિત-અશિક્ષિત, ગરીબ-તવંગર તમામ વર્ગના પ્રત્યાઘાત સરખા જ પડ્યા છે. તેનો પડઘો છેઃ આખરે માણસ કરે તો કરે શું? તમામ પક્ષના રાજકારણીઓએ ગંભીર વદને પોતાનો વિરોધ, વખોડનીતિ ભલે દર્શાવી હોય પરંતુ અંદરખાને પ્રજાના રોષના સાક્ષી તો રહ્યા જ છે.

પ્રશ્ન એ પણ છે કે ખરેખર આ ‘લાફા-પ્રકરણ’ પબ્લિકના રોષનું બેરોમીટર છે કે પછી કોઈ રાજકીય સાઝિશ?એ થિયરી પાછળનું એકમેવ કારણ છે થપ્પડ પ્રકરણના દિવસે આકાર લઈ રહેલી ઘટનાઓ. જેમ કે સવારના પહોરમાં લાફા પ્રકરણે અન્ય તમામ અત્યંત મહત્ત્વના સમાચારોને એક તરફ હડસેલી દીધા. એ વાત જ સંદેહ જન્માવે તેવી છે.મોંઘવારીવાળી, અઢી કિલોના હાથે પડેલી થપ્પડની ગુંજે પ્રચારમાધ્યમોને, ખાસ કરીને ઈલેક્ટ્રોનિક માધ્યમોને એવાં મૂક-બધિર કરી નાખ્યાં કે ભારતમાં પાછલે બારણે પ્રવેશી રહેલી વિદેશી કંપનીઓને રીટેલ ક્ષેત્રે મંજૂરી મળી ગઈ તેની સારી-નરસી બાજુઓ કે વાંધા-વિરોધ પ્રદર્શિત કરવાનો, સમજવાનો કોઈને મોકો જ ન મળ્યો.રજૂ કરાયો મુદ્દો આર્થિક સુધારાને વેગ આપવાનો, સરકારે મલ્ટિ બ્રાન્ડ રીટેલમાં ૫૧ ટકા અને સિંગલ બ્રાન્ડમાં ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણને મંજૂરી આપી જે સાથે જ વિદેશમાં જોવા મળતા ટેસ્કો, વોલ્માર્ટ, કેરફોર જેવા મેગા મોલ ભારતમાં જોવા મળશે અને ગ્રાહકોને તો બખ્ખાં થઈ જશે તેવી વાતો થઈ રહી છે. આ વિદેશી ચેઈન્સના આગમનથી ગ્રાહકને ખરીદીમાં ૫થી ૧૦ ટકા બચત, ખેડૂતોને ૧૦થી ૩૦ ટકા વધુ વળતર, ૩૦થી ૪૦ લાખ નવી નોકરીની તક અને તે ઉપરાંત સરકારને ૨૫૦થી ૩૦૦ લાખ કરવેરાની આવક. આટલી બધી અધધધ... સર્વાંગી, ફાયદાકારક લાગતી સિચ્યુએશન ખરેખર એવી છે ખરી તે ક્ષીરનીર કરવાની તક હરવિંદરે મિડિયાને (બિઝનેસ ચેનલોને બાદ કરતાં) ન આપી.પરિવર્તન એ જ પ્રાણ એ સૂત્ર સ્વીકારી પણ લેવામાં આવે તો પણ ઘરઆંગણાના વ્યાપાર, વાણિજ્ય વિશેષરૂપે નાના એકમોને મૃતઃપ્રાય કરી નાખવાના સરકારના આ પગલાં વિશે ઝાઝી ચર્ચા જ ન થઈ શકી. અલબત્ત, આ વિશે લોકસભામાં ચર્ચા તો થઈ જ ચૂકી હતી પરંતુ, નાના એકમોને પોતાનો સૂર બુલંદ કરવાનો કોઈ મોકો ન મળ્યો.અત્યારે કદાચ આવી રહેલાં ભારેખમ રોકાણ, ચમકદમકવાળા શોરૂમવાળા મોલ ખરેખર કેટલા ફાયદાકારક છે તે તો સમજાશે ત્યારે પરંતુ નાની નાની રીટેલ શોપ, કરિયાણાંની દુકાનો, સ્થાનિક વેપારીઓનું અસ્તિત્વ જરૂરથી જોખમાશે એ વાત નક્કી છે. એક તરફ કહેવાય છે ૩૦થી ૪૦ લાખ નોકરી રોજગારની તક ઊભી થશે પરંતુ, નાના એકમોના બંધ થવાથી કે મંદ પડવાથી જનારા રોજગાર અને વધનારી બેકારીના આંક ધ્યાનમાં લેવાયા નથી. સૌથી મહત્ત્વની વાત છે ખેડૂતોની. અત્યારે એવો પ્રચારઢંઢેરો પિટાઈ રહ્યો છે કે આ વિદેશી ચેઈન સ્ટોર્સ ખેડૂતોને ૧૦થી ૩૦ ટકા ફાયદો કરી આપશે. વાસ્તવિકતા જેટલી ગુલાબી ચિત્રિત કરી શકાય તેટલી ક્યારેય હોય છે ખરી? હકીકત એ છે કે ભારતીય ખેડૂતો આ વિદેશી ચેઈન સ્ટોર્સના મોહતાજ થઈ જશે. અત્યારની મંડી અને સ્થાનિક બજારોના બંધારણ જો મૃતઃપ્રાય થઈ જશે તો ખેડૂતોને આ ચેઈન સ્ટોર્સની દયા પર આધાર રાખવો પડશે જેનો સીધો અર્થ થાય છે શોષણ.અત્યારે જે રીતે આખું ચિત્ર ઉપસાવાઈ રહ્યું છે તે પ્રમાણે તો જાણે વિદેશી વેપારીઓ અહીં ખેરાત કરવા આવતા હોય તેમ લાગે છે. ભારતની સવા અબજ જનતાને સસ્તા ભાવે ખાદ્યાન્ન, રેડીમેડ ગાર્મેન્ટ લૂંટાવવા આવે છે. વાતની ગહનતા સૌ સમજે છે. અંદાજે ૫૯૦ અબજની રીટેલ માર્કેટ ભલભલા વેપારીના મોઢામાં પાણી લાવી દે તેવી પાણીદાર છે, વાત માત્ર પોતાના ઘરઆંગણાનાં હિતોને જાળવવાની છે.

ટેમ્પો ડ્રાઈવર હરવિંદરની થપ્પડે સમગ્ર દેશમાં કંપન તો જરૂર સર્જ્યાં. 
શક્ય છે તે કદાચ કોઈ સાઝિશનો ભાગ ન પણ હોય, પરંતુ ૨૪ નવેમ્બર, ’૧૧ની તારીખ ભારતીય ઈતિહાસમાં બે રીતે મહત્ત્વની બનીને રહી જવાની છે. એક, રાષ્ટ્રનેતાને રસીદ થયેલી કરારી થપ્પડ અને બે, ભારતભરના નાના વેપારીઓને પડેલી જોરદાર થપ્પડ. જેણે અત્યારે તો આ કમ્યુનિટીનું વિઝન ધૂંધળું કરી દીધું છે. 
-----
છેલ્લે છેલ્લે...

નયીં તહઝીબ મેં દિક્કત જ્યાદા તો નહીં હોતી
મઝાહિબ રહેતે હૈ કાયમ, ફક્ત ઈમાન જાતા હૈ
- અકબર ઈલાહાબાદી

વજન ઘટાડવાનો કીમિયો તમારા કિચનમાં જ!


વ્યક્તિ ભરાવદાર હોય અને સ્થૂળતા ઘટાડવાનો કોઇ ઉપાય ન હોય ત્યારે એક જ પ્રશ્ન સતાવતો હોય છે કે વજન કેવી રીતે ઓછું કરવું? અત્યારે વજન ઉતારવાના સેન્ટર દરેક ગલીને નાકે ખુલ્યાં છે. કેટલાંક લોકો તેમાં જઇને પોતાનું વજન ઓછું કરે છે, પરંતુ બધાને માટે એટલા પૈસા ખર્ચવા શક્ય નથી. આવા લોકો માટે એવો આહાર, જે ઘરગથ્થું છે, શરીરની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે અને સ્થૂળતા ઓછી કરી બીજી બીમારીઓથી પણ બચાવે છે.

હળદરઃ હળદરના કરક્યુમીન નામના તત્વમાં એવાં ગુણ છે જે હૃદયને પહોળું કરતાં જીન્સનો નાશ કરે છે. હળદરનો નિયમિત વપરાશ શરીરમાં ઉત્ત્પન્ન થતાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે, બ્લડપ્રેશરને કાબૂમાં રાખે છે, લોહીનું પરિભ્રમણ વધારે છે અને ધમનીઓમાં લોહીને જામી જતું અટકાવે છે. જેથી હાર્ટએટેક આવવાની શક્યતા ઓછી થઇ જાય છે.

એલચીઃ આ થર્મોજેનિક ઔષધિ છે જે પાચનક્રિયા સુધારે છે અને શરીરની ચરબીને બાળવામાં મદદ કરે છે. એલચી પાચનમાં મદદ કરે છે અને શરીરમાં બીજા આહારને પાચન કરવામાં પણ મદદરૂપ બને છે.

મરચાંઃ મરચાંવાળો આહાર શરીરમાં રહેલી ચરબીને બાળવામાં સહાયક છે. મરચાંમાં રહેલું કેપ્સેસિન નામનું તત્ત્વ ચયાપચયની ક્રિયાને પ્રદીપ્ત કરે છે. કેપ્સેસિન ઉષ્ણ હોય છે જેથી મરચાંવાળો આહાર આરોગ્યા પછી શરીરમાં રહેલી વધારાની કેલરીને માત્ર ૨૦ મિનિટમાં બાળવાની શરૂઆત કરે છે.

મીઠા લીમડાનાં પાનઃ દરરોજના આહારમાં મીઠા લીમડાનાં પાનને અન્ય આહારમાં ભેળવીને લેવાથી શરીરનું વજન ઉતારવામાં મદદરૂપ થાય છે. આ પાન ચરબી અને શરીરમાં રહેલા ઝેરી તત્વોનો નાશ કરે છે, શરીરમાં જમા થયેલી વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરે છે, એ સાથે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઉપયોગી છે. જો તમારું વજન વધારે હોય, તો તમારે દરરોજના આહારમાં આઠ થી દસ મીઠા લીમડાનાં પાનનું સેવન કરવાથી ફાયદો થશે. 

લસણઃ લસણ ચરબી ઓછી કરવા માટે સૌથી અસરકારક તત્વ, લસણમાં આવેલું સલ્ફર જે એન્ટી-બેક્ટેરિયાની અસર અને કોલેસ્ટ્રોલ અને વધારાની ચરબીને દૂર કરવામાં મદદ કરે છે. 

રાઇનું તેલઃ રાઇનું તેલ બીજા કોઇ પણ ખાદ્યતેલ કરતાં ઓછી ચરબી ધરાવે છે. તેમાં ફેટી એસિડ, ઓલીક એસિડ, એરૂસીસ એસિડ અને લીનોલેઇસ એસિડ જેવાં તત્ત્વો છે. જેનાથી શરીરમાં રહેલું કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે જે હૃદય માટે સારું ગણાય છે.

કોબીજઃ કાચી અથવા રાંધેલી કોબી શરીરમાં સાકર અને બીજા અન્ય કાર્બોહાઇડ્રેટને ચરબીમાં રૂપાંતર કરતાં અટકાવે છે. જેનાથી કોબી શરીર ઘટાડવા માટે યોગ્ય સાબિત થાય છે.

મગની દાળઃ મગની દાળ વિટામીન એ, બી, સી અને ઇ તેમજ કેલ્શિયમ, આયર્ન અને પોટેશિયમ જેવાં ખનીજતત્ત્વોથી ભરપૂર હોય છે. તેમાં ઓછી ચરબી હોવાને કારણે ડાયેટિંગ કરનારાઓને તે ખાસ ખાવાની સલાહ આપવામાં આવે છે. એમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોવાથી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે અને લોહીમાં સાકરનું પ્રમાણ જાળવવામાં મદદ કરે છે. તેમજ જમ્યા પછી આહારના પાચન દરમ્યિાન સાકરને ઝડપથી ઉત્પન્ન થતી અટકાવે છે.

મધઃ મધ સ્થૂળતાનો ઘરગથ્થુ ઇલાજ છે. તે શરીરમાં જમા થતી વધારાની ચરબીને એનર્જી તરીકે ઉપયોગ કરવામાં મદદ કરે છે. દરરોજ સવારે હૂંફાળા પાણી સાથે ૧૦ ગ્રામ અથવા એક ટેબલસ્પૂન મધ લેવાથી ફાયદો થાય છે.

છાશઃ છાશમાં ૨.૨ ગ્રામ ચરબી અને ૯૯ કૅલરી હોય છે, જ્યારે દૂધમાં ૮.૯ ગ્રામ ચરબી અને ૧૫૭ કૅલરી હોય છે. દરરોજના આહાર સાથે છાસ પીવાથી તે શરીરમાં ચરબી અને કૅલરીનું પ્રમાણ વધવા દેતી નથી. તેથી છાશ વજન ઘટાડવા માટે મદદરૂપ બને છે.

અનાજઃ ફાઇબરથી ભરપૂર અનાજ જેવા કે જુવાર, બાજરા, રાગી વગેરે આહારમાં લેવાથી તે કોલેસ્ટ્રોલને શોષી લે છે અને લીવરમાં વધુ પ્રમાણમાં રસ ઉત્પન્ન કરે છે. જે ચરબીને સપ્રમાણમાં ઓગાળે છે.

તજ અને લવિંગઃ ભારતીય આહારમાં વપરાતાં આ બંને તેજાના ઇન્સ્યુલીનની કામગીરી સુધારે છે અને ટાઇપ ટુ ડાયાબિટીસના દરદીમાં શુગરના સ્તર ઉપરાંત કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇક્લીસરાઇડના પ્રમાણને પણ ઘટાડે છે.

Friday, November 25, 2011

જ્યારે ગણગણાટ લપડાક સ્વરૂપે ઉભરે ત્યારે...



સંવેદના નહીં સમજી શકનારાને પ્રજા ફટકારે છે


પ્રજામાં અસંતોષ અને નારાજગીનો ચરૂ ઉકળી રહ્યો છે. આ બાબતે અવારનવાર નિર્દેશ આપવા છતાં શાસકોમાં અને શાસન વ્યવસ્થામાં કોઈ જ સુધારો દેખાતો નથી. કેન્દ્ર સરકારના કૃષિ મંત્રીને જાહેર કાર્યક્રમમાં તમાચો મારવાની ઘટનાની યોગ્યતાનું મૂલ્યાંકન પ્રજા પર છોડીએ, પરંતુ તે બાબત આવનારા દિવસોના એંધાણ દર્શાવે છે.વારંવારની વિનંતી- કાકલૂદી અને વંચના છતાં પ્રજાની કોઈ જ વાતને ધ્યાનમાં લેવાતી નથી તે કઈ જાતની લોકશાહી? જનલોકપાલ બિલ માટે પ્રજાની અપેક્ષાઓ પર પાણી ફેરવવા માટે તનતોડ પ્રયાસ થઈ રહ્યા છે. હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા થતી નથી કે ન્યાયતંત્ર- વડા પ્રધાન અને પ્રચાર માધ્યમોને તેમાં આવરી લેવાશે કે નહીં.જનલોકપાલ માટે વિશાળ આંદોલન થવા છતાં તે વાતને ધ્યાનમાં લેવાતી નથી. આવું જ જીવન આવશ્યક ચીજવસ્તુના ભાવનું છે. વારંવારની ખાતરી છતાં એક પણ ચીજવસ્તુના ભાવ ઘટતા નથી. વર્તમાન શાસકો પ્રજાને મૂર્ખ બનાવીને માત્ર સમય પસાર કરી રહ્યા છે. તેઓ એમ જ માને છે કે વર્ષ ૨૦૧૪માં પણ સત્તા પર આવી જવાના છે.....
ઈજિપ્તમાં જે રીતે ક્રાંતિની જવાળા જોવા મળી રહી છે તેવું ભારતમાં બનવાનું નથી. કારણ કે પ્રજામાં જ કંઈ દમ નથી. પ્રજા દ્વારા આક્રોશ વ્યક્ત થાય છે, પરંતુ સંગઠન નથી. વિવિધ વર્ગમાં પ્રજાનો બટવારો કરીને એવું વિભાજન કરી નાખવામાં આવ્યું છે કે કદી કોઈ સંગઠિત લડત આપી શકે તેવું હાલમાં દેખાતું નથી.કેન્દ્ર સરકારની તમામ સત્તા હાલમાં તો પક્ષના અધ્યક્ષા સોનિયા ગાંધી પાસે છે. વિદેશી પ્રચાર માધ્યમો દર બે મહિને એક જ વાત ઠોકી બેસાડે છે કે વિશ્વની પાંચ શક્તિશાળી મહિલામાં એક સોનિયા ગાંધી છે, પરંતુ દેશમાં જે અરાજકતા વ્યાપ્ત છે તે માટે સૌથી જવાબદાર વ્યક્તિ એ જ છે.સમગ્ર વિશ્વમાં વ્યાપાર અને અર્થકારણમાં નબળા ટર્નઓવરની પરિસ્થિતિ છે તેવે વખતે ભારતમાં યુવાન વર્ગને રોજગારી મેળવવામાં ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે, પરંતુ કોઈ જ રાજકીય પક્ષને આર્થિક બાબતોમાં ચિંતા થતી હોય તેવું દેખાતું નથી. માત્ર દોષારોપણ કરવા સિવાયનું કોઈ જ કાર્ય થતું નથી.ઉદારીકરણની શરૂઆત વખતે ૧૯૯૧માં સ્પષ્ટ રીતે જણાવાયું હતું કે કરવેરાનું તેમ જ સરકારી નિયંત્રણનું પ્રમાણ ઘટશે, પરંતુ આજે વાસ્તવિકતા એ છે કે કરવેરા વધ્યા છે અને નાની વ્યક્તિ માટે તે વેપાર શરૂ કરવો અતિ મુશ્કેલ બની ગયો છે.પ્રજાની નારાજગી માત્ર કેન્દ્ર સરકારની અનિર્ણાયકતા પ્રતિ જ નથી, પરંતુ લુચ્ચાઈ અને છેતરપિંડી ભરેલી તમામ આર્થિક નીતિને કારણે પ્રજા ગળે આવી ગઈ છે, કેટલા વર્ષો સુધી આવું સહન કરવું તેવો પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. પ્રજાનો ગણગણાટ તુમાખીભર્યા શાસકોને કાને સંભળાતો નથી......
વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને માત્ર ન્યૂકલીઅર ઈલેક્ટ્રિસિટી સિવાયના કોઈ જ મુદ્દામાં રસ નથી. સૌથી વધુ જોખમી એવા પાવર પ્લાન્ટ સામે પ્રજાને કઈ સુરક્ષા મળે છે તેની કોઈ વાત થતી નથી, પરંતુ એનર્જી સિક્યોરિટી માટેનો મુદ્દો આગળ કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રના બીજા પ્રશ્ન કયાંય પાછળ ધકેલાઈ ગયા છે.કૃષિ મંત્રી તરીકે શરદ પવાર નિષ્ફળ છે છતાં માત્ર ૧૦-૧૨ સાંસદોના ટેકા માટે તેમની પર લોકસભામાં આધાર રાખવામાં આવે છે, જ્યારે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ અને શરદ પવારના પક્ષ વચ્ચે ગઠબંધન છે. બન્ને એક જ મુદ્દે સહમત છે કે ગમે તે પ્રકારે સત્તા જાળવવી અને પૈસા ખંખેરવા!!કૃષિ મંત્રાલયનો એક પણ નિર્ણય પ્રજાના હિતમાં લેવાયો નથી. તેમ છતાં વર્ષ ૨૦૦૪થી સતત શરદ પવાર તે વિભાગ સંભાળી રહ્યા છે. કૉંગ્રેસ પક્ષની એવી તો કઈ મજબૂરી છે કે જેથી તેમને કંઈ જ થઈ શકતું નથી. ખાંડ અને કાંદાની નિકાસમાં પણ તેઓ જ પોતાનું ધાર્યું કરી રહ્યા છે. આનો અર્થ એ થયો કે કૉંગ્રેસ પક્ષ જ નિર્માલ્ય છે.કૉંગ્રેસ પક્ષ હાલમાં સાવ દિશાશૂન્ય છે. જેટલા હોદ્દેદાર છે તેટલા વિચાર અને તેટલી જ વિચારધારા છે. દરેક મહામંત્રી જુદું-જુદું બોલે છે. વળી બોલવામાં પણ કોઈ વિવેક અથવા શિસ્ત દેખાતા નથી. આવે વખતે પ્રજાનો રોષ આ પ્રકારના પ્રતિભાવરૂપે ન ઉભરે તે જ નવાઈની વાત હોય શકે.લોકશાહી અને ગઠબંધન સરકાર બન્નેની મર્યાદા જોવામાં આવી રહી છે માત્ર મર્યાદા નહીં, પરંતુ દરેક ક્ષેત્રે માત્ર ને માત્ર નિષ્ફળતા છે. એક પણ ક્ષેત્રે સંતોષ લઈ શકાય તેવું નથી. આથી તો બહેતર છે કે મધ્યસત્ર ચૂંટણી જાહેર થાય. 

Tuesday, November 22, 2011

ઇશરત એન્કાઉન્ટર નકલી

‘સિટ’ના ત્રણેય સભ્યોનો એકમતઃ કસૂરવારોની ધરપકડની તૈયારી


ઇશરત નિર્દોષ જાહેર થતાં ખુદા પર મારો એતબાર વધ્યો છે. મારી દીકરીનું ખોટું એન્કાઉન્ટર કરનાર દોષી ગુજરાત પોલીસ અધિકારીઓને સખત સજા થાય એમ હું ઇચ્છું છું. - ઇશરતની માતા શમીમ કૌસર જહાં ----- મને લાગે છે કે આરોગ્યની મર્યાદા છતાં મારા લાંબા સંઘર્ષનું સારું પરિણામ આવ્યું છે. મને ન્યાય મળ્યો છે. હું ન્યાય મેળવવા માટે લડી રહ્યો હતો અને અદાલતના આ આદેેશથી ઇશ્વરમાં અને ન્યાયતંત્રમાં મારો વિશ્વાસ વધુ દઢ થયો છે. - જાવેદના પિતા 


અમદાવાદઃ અમદાવાદના સીમાડે કોતરપુર વોટર વર્ક્સ નજીક ૧૫ જૂન, ૨૦૦૪ની વહેલી પરોઢે મુંબઈની યુવતી ઇશરત જહાં સહિત ચાર શકમંદને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નકલી એન્કાઉન્ટરમાં ઢાળી દીધા હોવાનો ધડાકો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ)ની તપાસમાં થયો છે. સોમવારે હાઇ કોર્ટમાં રજૂ થયેલા તપાસ અહેવાલના આધારે અદાલતે નવી ફરિયાદ દાખલ કરવાનો પણ હુકમ કરતા સરકાર અને તંત્રમાં ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસ ઉપર નકલી એન્કાઉન્ટરનું આ બીજું નક્કર આળ છે. આ અગાઉ ૨૦૦૫માં સોહરાબ-તુલસી એન્કાઉન્ટરકાંડમાં ડી.જી. વણઝારા સહિત બે ડઝન જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અત્યારે જેલની હવા ખાઇ રહ્યા છે તે ટાણે જ આ ઘટસ્ફોટ થતા તંત્ર ધ્રૂજી ઉઠ્યું છે.
ગુજરાત હાઇ કોર્ટના આદેશના પગલે ઇશરત એન્કાઉન્ટર પ્રકરણની તપાસ કરતી કેન્દ્રીય આઇપીએસ અધિકારી આર.આર. વર્માના વડપણ હેઠળની સિટએ એન્કાઉન્ટર સાચું છે કે ખોટું તે દર્શાવતો અહેવાલ ગત ૧૮મી નવેમ્બરના રોજ સીલબંધ કવરમાં રજૂ કર્યો હતો. સોમવારે યોજાયેલી આ કેસની સુનાવણીમાં ન્યાયમૂર્તિ જયંત પટેલ અને ન્યાયમૂર્તિ અભિલાષાકુમારીની ખંડપીઠે ડાયસ ઉપર બેસતાની સાથે જ બપોરના ૨.૪૫ કલાકે ‘સિટ’ના અહેવાલને ટાંકીને એન્કાઉન્ટર બોગસ હોવાનું જાહેર કર્યું હતું. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, આઇપીએસ આર.આર. વર્માના વડપણ હેઠળની ટીમના ત્રણેય સભ્યોએ એન્કાઉન્ટર બોગસ હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ઇશરત સહિત ચારેયનાં મોત અને પોલીસે એન્કાઉન્ટરનો દર્શાવેલો સમય અલગ-અલગ છે. જેથી ચારેયને કયા કારણોસર ઠાર મરાયા? તેમાં કોણ-કોણ સંડોવાયેલું છે? તથા તમામની શું ભૂમિકા છે ? તેની તપાસ માટે નવી પોલીસ ફરિયાદ નોંધી હત્યાનો ગુનો નોંધવો જોઈએ.કોર્ટે વધુમાં કહ્યું હતું કે, આ કેસ જેન્યુઇન એન્કાઉન્ટરનો નહીં પરંતુ હત્યાનો છે. જેથી કેસની વધુ તપાસ માટે સીબીઆઇ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) હાલની ‘સિટ’ કે રાજ્યની એજન્સી મારફતે કરાવી શકાશે. ‘સિટ’ને એન્કાઉન્ટર સાચું છે કે ખોટું તે તપાસવા માટે આદેશ કરાયો હોવાથી સિટના વડા આર.આર. વર્માએ આખરી અહેવાલ રજૂ કરીને મુક્ત કરવા અરજી કરી છે.
ઇશરત કેસની હવે પછીની તપાસ માટે ‘સિટ’ દ્વારા અસહમતી દર્શાવાતા કોને તપાસ સોંપવી તે બાબતે સુનાવણી યોજાઇ હતી. જેમાં અરજદારોએ કેસની વધુ તપાસ ‘સિટ’ કે એનઆઇએ મારફતે કરાવવા માંગણી કરી હતી. જ્યારે સરકારી વકીલે અરજદારોની માગણીનો વિરોધ કરીને વધુ તપાસ ગુજરાત પોલીસ મારફતે કરાવવા રજૂઆત કરી હતી. બીજી તરફ કેન્દ્ર સરકારના એડવોકેટે આ કેસમાં નવી ફરિયાદ નોંધવાની રજૂઆત કરી હતી તેમજ ‘સિટ’ તપાસ કરે તો તેને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવાની તૈયારી દર્શાવી હતી. આ ઉપરાંત સીબીઆઇ અને એનઆઇએનો તપાસ લેવા માટે અભિપ્રાય મેળવીને ૨૩મી નવેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા સમય માંગ્યો હતો. જેથી હાઇ કોર્ટે વધુ સુનાવણી ૨૩મી નવેમ્બર પર મુલતવી રાખી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે હાઇ કોર્ટમાં યોજાયેલી સુનાવણીમાં એન્કાઉન્ટર સાથે સંકળાયેલા એક પણ પોલીસ કર્મચારી હાજર રહ્યાં ન હતા.
--------
સમયનો કાંટો ગાળિયો બન્યો

ઇશરત સહિત ચારેય કથિત ત્રાસવાદીઓના એન્કાઉન્ટરનો દર્શાવેલો સમય તથા ચારેયના મૃત્યુના સમયનો તાળો નહીં મળતા ‘સિટ’ના ત્રણેય સભ્યોએ મેજિસ્ટ્રેટ તામંગની જેમ એન્કાઉન્ટર બોગસ હોવાનો અભિપ્રાય અહેવાલમાં વ્યક્ત કર્યો હતો.ગત ૧૫મી જુલાઈ ૨૦૦૪ના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ઠાર મારવા આવેલા ઇશરત અને જાવેદ સહિત ચાર કથિત ત્રાસવાદીઓને વહેલી સવારે લગભગ ૪.૩૦ કલાકે ક્રાઇમ બ્રાન્ચે કોતરપુર વોટર વકર્સ નજીક એન્કાઉન્ટર ઠાર માર્યાં હતાં. જ્યારે તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હોજરીમાં અર્ધપચેલો ખોરાક મળી આવ્યો હતો. જેથી મેજિસ્ટ્રેટ તામંગે પી.એમ. રિપોર્ટ તથા એફએસએલના અહેવાલને ધ્યાનમાં રાખીને પ્રણેશ પિલ્લાઇ ઉર્ફે જાવેદનું ૧૪મી જુલાઇના રોજ રાત્રે ૮.૩૦થી ૯ની વચ્ચે તેમજ ઇશરત સહિત ત્રણેયનાં મોત ૧૪મી જુલાઇના રાત્રે ૧૧થી ૧૨ની વચ્ચે થયાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. 
જ્યારે ગુજરાત હાઇ કોર્ટના આદેશના પગલે તપાસ કરતી સિટે પણ ચારેયનાં એન્કાઉન્ટર અને મૃત્યુનો સમય મેચ નહીં થતો હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો તેમજ એઇમ્સની ટીમની મદદથી આખી ઘટનાનું ત્રણ વખત રિકન્સ્ટ્રકશન કરીને ‘સિટે’ ચારેયનાં મોત એન્કાઉન્ટર સ્થળે નહીં થયા હોવાનો મત વ્યક્ત કર્યો હતો.